________________
ઈતિહાસ ]
: ૩૯૭૪ અઘર-(રાવણ પાનાથજી) પ્રાચીન રાજધાનીનું સ્થાન છે. પહેલાં જેનોની વસ્તી ઘણી હતી. અહીંની વ્યવસ્થા જયપુર શ્રી સંઘ જાળવે છે.
જયપુરથી સાંગાનેર છ માઈલ દૂર છે. અહીં બે મંદિરો છે. દાદાવાડી છે. ધર્મ શાળા છે, ઉપાય છે જયપુરથી પચ્ચીશ માઇલ દૂર બર” છે. અહીં શ્રી કષભદેવજીનું પ્રાચીન ભવ્ય મંદિર છે. મૂલનાયકજી શ્રી કષભદેવજીની પ્રાચીન ભવ્ય મૂર્તિ છે. જયપુરથી અમે બર ને સંઘ કઢાવ્યા હતા. જયપુરના સુપ્રસિદ્ધ ગુચ્છા ધીસુલાલજી સંઘપતિ થયા હતા જયપુર વસ્યા પછી આ પહેલે જ આ મેટે છરી? પાળા સંઘ નીકળ્યો હતે.
જયપુરથી માલપુરા થોડે દૂર છે. અહીં વાચક સિધિચંદ્રજીના ઉપદેશથી ભવ્ય મંદિર બન્યું છે. ચંદ્રપ્રભુજી મૂલનાયક છે. આ સિવાય બીજું એક વિજયી ગચ્છનું મંદિર પણ છે. અહીં દાદાવાડી પણ ભવ્ય અને ચમત્કારી છે.
જયપુરથી સાંભાર ૪ર માઈલ દૂર છે. અહીં શ્રી કેસરીયાજીનું ભવ્ય મંદિર છે.
જયપુરથી પચાસ માઈલ દૂર વેરાટનગર છે. અહીં ગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી ઈન્દ્રમલજીએ સુંદર મંદિર બંધાવ્યું હતું. અને વિ. સં. ૧૬૪૪ માં જગદગુરુના શિષ્ય પં. શ્રી કલ્યાણવિજયજીએ પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિરનું નામ ઈન્દ્રવિહાર અને બીજું નામ મહેયપ્રાસાદ હતું–છે.
આ મંદિર મુસલમાની જમાનામાં વસ્ત થયું છે પરંતુ એને શિલાલેખ મંદિરની દિવાલ ઉપર જ રહી ગયો છે. આવું જ એક બીજું મંદિર પણ ત્યાં છે. વિરાટ જયપુરરટેટની અતિમ સરહદ પર આવ્યું છે. અહીંથી બે માઈલ પછી અલવરની સરહદ શરૂ થાય છે.
અલ્વર–(રાવણુ પાર્શ્વનાથજી) હવે મેવાત દેશ વિખ્યાના, અલવરગઢ કહેવાથજી રાવણુ પાસ જુહારે રે, રગે સેવે સુર નર પાયજી.
બી બી. એન્ડ સી. આઈ રેલ્વે દિલ્હીથી જયપુર જતાં અવર સ્ટેશન છે. અવર સ્ટેશનથી અલવર શહેર બે માઈલ દૂર છે. શહેરમાં એક સુંદર જિનમંદિર છે જેમાં પ્રાચીન પ્રતિમાઓ છે નીચે ભોંયરું છે તેમાં પણ પ્રતિમાઓ છે. મંદિરમાં પ્રતિમાઓ ભવ્ય અને વિશાલ છે.
શહેરથી ૪ માઈલ દૂર પહાડની નીચે “રાવણ પાર્શ્વનાથજીનું સુંદર જિનમદિર ખંડિયેર રૂપે છે. સુપ્રસિદ્ધ લકેશ રાવણ અને તેમની સતીશિરામણું મદદરીદેવી વિમાનમાં બેસી આકાશમાર્ગે જતાં હતાં ત્યાં અલવરની નજીક ઉતર્યા. તેમને નિયમ હતો કે-જિનવરદેવની પ્રતિમાનાં દર્શન કરીને જમવું. મંદોદરીને યાદ આવ્યું કે પ્રતિમાજી લેવાનું ભૂલી ગયા છીએ એટલે ત્યાં જ વેળુની સુંદર