________________
ઈતિહાસ ] * ૪૦૭ :
ધાર-મંદસોર બિરાજમાન કર્યા. આ મૂર્તિ શ્રી ગોડી પાર્શ્વનાથજીની છે અને તેના ઉપર લેખ આ પ્રમાણે છે.
"स्वस्तिश्रीपार्थजिनप्रासादात संवत् १०२२ वर्षे मासे फाल्गुने सुदिपक्षे ५ गुरुवारे श्रीमान् श्रेठिसुराजराज्ये प्रतिष्ठितं श्रीवप्पमसूरिभिः तुंगीयापत्तने "
જ્યાંથી આદિનાથજી વગેરે પ્રતિમા નીકળ્યાં છે ત્યાં ચેતરે બંધાવી પાદુકા પધરાવી છે. આ સિવાય નીમાડ પ્રાંતમા બડવાની, બુરાનપુર (કે જેને પરિચય આપે છે), ખરાન, સિ ગાણુ, કુકશી, બાગ, પાંચ પાંડવાની ગુફાઓ (બાગ ટપાથી ચાર માઈલ દૂર વાઘળી નદીના દક્ષિણ તટ પર કેટલીક પ્રાચીન બૌધ ગુફાઓ છે. કુલ નવ ગુફાઓ છે), જે સુંદર દર્શનીય અને પ્રાચીન છે. પ્રાચીન ભારતના વિદ્યાર્થીઓને ભણવાના વિદ્યાપીઠ, સાધુઓના વિહાર સ્થળે, મઠ વગેરે છે. તેમજ પાંચ પાંડેની ગુફા છે ખાસ જોવા લાયક છે. ચિકલીલા નારી, અલીરાજપુર, રાઢપરગણું, વગેરે સ્થાનમાંથી કેટલાક સ્થાનમાં ન મંદિરો સુંદર દર્શનીય છે. શ્રાવકેની વરતી છે. નીમાર પ્રાંતની પદરમી સદીનો સ્થિતિને દેખાડનાર સાથેની પ્રવાસગીતિકા જરૂર વાંચવા ચે૫ હેવાથી સાથે આપી છે. આથી આપણને આ પ્રતિની પ્રાચીન મહત્તા, ગૌરવ અને ધર્મપ્રેમને ખ્યાલ આવશે. આ પ્રાંતમાં અત્યારે કુલ ૧૭ શ્વેતાંબર જૈન મંદિર છે. આમાંથી ૧૪ શિખરબદ્ધ મંદિર છે. આ પ્રાંતમાં સોળમી સદી સુધી જૈન ધર્મીઓ બહુ જ વિપુલ સંખ્યામાં અને ગૌરવશીલ હતા,
ધાર માળવાની પ્રાચીન રાજધાની ધારાનગરી એ જ અત્યારે ધાર રૂપે પ્રસિદ્ધ છે. અગિયારમી શતાબ્દીના ઉત્તરાદ્ધમાં ગદ્ય મહાકાવ્ય તિલકમંજરીના રચયિતા પરમહંતપાસક મહાકવિ ધનપાલ અને તેમના ભાઈ શેભન રસ્તુતિના રચયિતા શોભનમુનિ પણ અહીંના હતા અહીં અનેક પ્રભાવશાલી આચાર્યો પધાર્યા હતા. સિંધુલ, સુજ, ભોજ, યશોવર્મા વગેરે પ્રસિદ્ધ રાજાઓ થયા છે, બાણભટ્ટ-મયૂરકાલિદાસ વગેરે પતિ થયા છે. ગૂર્જરસમ્રાટ્ર સિદ્ધરાજ જયંસંહે માળવા છતી ગુજરાત સાથે મેળવ્યું હતું. પછી કુમારપાલે પણ માળવા જીત્યું છે. - આ એક મહાન ઐતિહાસિક નગરી છે. અહીં એક પ્રાચીન સુદર જિનમંદિર છે. મૂલનાયક શ્રો રાષભદેવજી છે સુ દર જેન ધર્મશાળા છે. શ્રાવકેનાં ઘરે છે, અહીંથી ઈદેર ૪૦ ગાઉ દૂર છે ધારથી માડવગઢ ૧૨ ગાઉ દૂર છે.
અંદર માળવા પ્રાંતમાં મ દર પ્રાચીન નગર છે. વિતભયપત્તનના પરમાહતપાસક રાજ ઉદાય, ઉજજૈનીના ચંડપ્રદ્યોતને હરાવી પાછા વળતા દશ રાજાઓ સાથે અહીં