________________
ઇતિહાસ ] : ૪૪૩ :
ચંદ્રપુરી સાથે મળીને લુપુર, ભદની અને સિંહપુરી આદિમાં જીર્ણોદ્ધાર કરાવી મંદિર ટકાવી રાખ્યાં. શ્રી સંઘે ભક્તિ નિમિત્તે શ્રી કુશલાજી મહારાજની મૂતિ અહીં સ્થાપન કરે છે. '
૫. વિજયસાગરજી સિંહપુરીને પરિરાય નીચે પ્રમાણે આપે છે. ગંગાતટ હેઠિ સીહપુરિ ત્રિણિ કેસ જનમ શ્રેયસને એ, નવા છ દેઇ ચૈત્ય પ્રતિમા પાદુકા સેવઈ સિહ સમીપથીએ, ( ૪, ગાથા. ૮) વાણારસી નયરી થકીએ સિંહપુરી વિકાસ તી. છે ૧૮ જનમભૂમી શ્રેયાંસની એ દેવી અને પમ ઠામ તલ જિનમૂરતિ જિનપાદુકાએ પૂછ કરૂં પ્રણામ તઉ કે ૧૯
. (જયવિજયવિરચિત સમેતશિખરતીર્થમાલા પૃ ર૪.) અહીથી બા-૦૫ માઈલ દૂર બુદ્ધદેવને એક મેટે રતૂપ છે. જે નેવું પુટ ઊ એ અને ત્રણ પુત્રના ઘેરાવાવાળે છે. અહીંની જમીનનું ખોદકામ થતાં પ્રાચીન બૌદ્ધ મૂર્તિઓ અને બીજી કેટલીક વસ્તુઓ નીકળી છે. તેમાં એક પત્થરને ચતર્ગખ સિંહ પણ થાંભલા ઉપર કેરેલે છે, જે જોવા લાયક છે. હમણાં બૌદ્ધોએ પોતાના ધર્મના પ્રચાર માટે મોટુ મંદિર, વિશાળ લાયબ્રેરી, એક વિદ્યાલય અને પુસ્તક પ્રકાશન આદિ સંસ્થાઓ સ્થાપના કરી છે. મદિરમાં બુદ્ધ દેવના જિદગીના ચિત્રો અને ઉપદેશસૂત્રો આલેખેલાં છે.
ચંદ્રપુરી સિંહપુરીથી ચાર કેશ ઘર અને કાશીથી ૭ કેશ દૂરચ દ્રપુરી તીર્થ છે. ગામનું નામ પણ ચંદ્રપુરી જ છે. અહીં શ્રી ચંદ્રપ્રભુના અવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન એમ ચાર કલ્યાણક થયેલા છે. ગામમાં મોટી સુંદર શ્રી શ્વેતાંબર જૈન ધર્મશાળા, છે. ગામ બહાર અનેક ખ ડેરા અને ટીબા ઊભા છે. ધર્મશાળાથી એક કુલ ગ જેટલે હર ગંગાને કાઠે જ સુદર ઘાટ ઉપર ટીલા ઉપર મનહર શ્રી જિનમદિર છે. મંદિર મનહર, શાન્ત અને એકાન્ત સ્થાનમાં છે. તે ટીલાને રાજાને કિલો પશુ કહે છે. મદરની નજીકમાં દાદાજીની ચરણપાદુકા છે. આ ટીલાવાળું સ્થાને અનેક પ્રાચીન વસ્તુઓથી ભરેલું છે. દાણકામ થવાથી જૈન ધર્મની અનેક પ્રાચીન વસ્તુઓ નિકળવાને સંભવ છે. અહીંથી પટણા ૧૪૬ માઈલ છે. બનારસથી ૧૬૦ માઈલ દૂર પટણા તીર્થ છે
શ્રી ચ દ્રપ્રભુ સ્વામી ચક્રપુરી નગરીમાં જન્મ્યા હતા. તેમના પિતા મહસેન રાજ અને લમણું રાણી માતા હતા. ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતાને ચક્રમાનું પાન કરવાને ડોહલ ઉપજે, જે પ્રધાને બુદ્ધિવડે કરીને પૂર્ણ કરાવ્યું. એ ગર્ભને પ્રભાવ જાણી ચંદ્રપ્રભ નામ દીધું. તેમનું એક્સો પચાસ ધનુષ્ય પ્રમાણુ શરીર અને દશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. શ્વેત વર્ણ અને લાંછન ચંદ્રનું હતું.