________________
રાજગૃહી
: ૪૫૬ :
[ જૈન તીર્થોને કરી આત્મકલ્યાણને માર્ગ પ્રાપ્ત કર્યો હતે, મનુષ્યભવ અજવાળે હતે. (૫). ઉપર ચઢતાં બે મહિએ આવે છે જે જિનમંદિર હશે પઠાઠની તદ્દન ઉપર જતાં ઉત્તરાભિમુખ શ્રી ગૌતમસ્વામીનું મંદિર છે. જેમાં અગ્યાર ગણધરની પાદુકા છે તથા નવીન પાદુકા પણ છે સ્થાન બહુ જ આહ્લાદક તથા ચિત્તાકર્ષક છે, ધ્યાન માટે બહુ જ સુંદર અને એકાન્ત સ્થાન છે. પ્રભુ મહાવીરના મુખ્ય શિષ્ય ગણધર દેવોએ અહીં જ અણસણું કર્યું હતું અને ભવને અંત કરો નિર્વાણ પામ્યા હતા. આ રથાનથી આખી રાજગૃહીનું અને બીજી ચારે પહાડાનું દશ્ય બહુ જ સુંદર લાગે છે. નીચે ઉતરતાં ઉના પાણીના કુંડ આવે છે. આ સિવાય ગરમ અને ઠંડા પાણીના કુંડ પણ આવે છે જેનો ઉલલેંખ ભગવતીસૂત્ર શ, ૨, ઉ પ, સૂ. ૧૬૩ તથા વિશેપાવશ્યક ગાથા ૨૪૨૫ માં મળે છે. રાજગૃહીની આ વર્તમાન પરિસ્થિતિ આપી જે અમે નજરે નિહાળી હતી. હવે પ્રાચીન પરિસ્થિતિ કે જેમણે નજરે જોઈ નેધ કરેલી છે, જેને ત્રણસોથી વધુ વર્ષ નથી વીત્યા તેમની વિગત આપું છું,
, રાજગહીના પાંચે પહાડમાં એક વૈભારગિરિ ઉપરજ વીશ જિનમંદિર અને સાત સે જિનર્તઓ હતી, એમ કવિ નહ ચોમ પોતાની પુરંદેશીય ચિત્યપરિપાટીમાં આપે છે. કવિશ્રી જસવજયજી વૈભારગિરિ ઉપર ૨૫ મંદિર, વિપુલગિરિ ઉપર ૬ મંદિર, ઉદયગિરિ ઉપર ૧ ચોમુખ અને સેવન ગરિ ઉપર પાંચ મંદિરને ઉલેખ પિતાની સમેતશિખર તીર્થમાળામાં કરે છે. કવિશ્રી જયસાગરજી તા “ગિરિ પચે દોઢસો ચેય ત્રિણ બિંબ સમેત ” પાચે પહાડ ઉપર ૧૫૦ જિનમદિર અને ૩૦૨ મતિઓ હોવાનું કહે છે જ્યારે શ્રી સૌભાગ્યવિજયજી તાર્થમાલામાં વિભાગિરિ ઉપર બાવન મદિર,વિપુલાચલમાં ૮, રતનગિરિમાં ૩ મંદિર, સુવઈગરિમાં ૧૬ અને ઉદયગિરિમાં ૧ જિનચૈન્યને ઉલ્લેખ કરે છે. તેમજ ગામમાં ૮૧ જિનપ્રાસાદ વર્ણવે છે. જુઓ “ વસતિ એકમાંહિ વળી દેહરા રે એકાદશી પ્રસાદ વષાણ રે” ભૂતકાલીન ગૌરવાન્વિત સ્થિતિ અને વર્તમાન અધોગતિ જોઈ કેને દુખ નહિં થાય ? પૂજારી પૂજા કરે અને સુનિમજી દેખરેખ રાખે. બ આમાં જ વ્યવથાપકે પોતાની કર્તવ્યનિષ્ઠા બજાવી છે એમ માની રહ્યા છે. તીર્થોની રક્ષાને અમે (શ્રાવકે દાત કરીએ ત્યારે અમારી (શ્રાવકેન) ફરજ છે. કે વ્યવસ્થા તદ્દન ચકખી અને પ્રમાણિક હોવી જોઈએ. અને પૂજારીઓને આપણે ભગવાનની પૂજાની દરકાર કેવી હોય તે કેનાથી અજાણ્યું છે ? પર્વતના જિનમંદિરની પૂજનવિધિ સામગ્રીમાં ઘણું ખામી છે.
રાજા શ્રેણિકને ભડાર–આ ભંડાર અઢળક દ્રવ્યથી ભરપૂર છે એમ કહેવાય છે. આ ભંડાર તેડવા માટે અનેક રાજા-મહારાજાઓએ પ્રયત્ન કર્યો પણ બધાય ભગ્નમનેરથી થયા છેલ્લે બ્રિટીશ સરકારે તેને તેડવાનું બીડું ઉઠાવ્યું. તેની સામે તેપના મરચા માંડ્યા, પણ થોડા ખાડા પત્થર ઉપવા