________________
ઈતિહાસ ] ::૫ર૩ :
હસ્તિનાપુર હજી પણ રહીસહી પુરાણી નિસહી સાચવી રાખી તેનું પૂર્વરૂપ રાખવામાં આવે તે સારું. એમાં જ સાચું જૈનત્વ અને વીતરાગના ઉપાસક ત્વનું ફલ છે. આ સિવાય અહીં એક પ્રાચીન મંદિર ખાલી પડયું છે. તે પણ જૈન મંદિર લાગે છે તેમજ એક ખાવાની મઢીનું સ્થાન છે તે પણ પહેલાં જૈન મંદિર હશે. - અહીં હસ્તિનાપુરના બે ભાગ કહે છે, એક પાંડવ વિભાગ અને બીજે કૌરવ વિભાગ. આદિનાથ ભગવાનની ઢંકથી પશ્ચિમે ઘણા પ્રાચીન ટીલા છે ત્યાં ચોમાસામાં ઘણું ધૂળધેઈયા આવે છે. દર વર્ષે પોતાના ભાગ્ય મુજબ કિમતી ચીજો લઈ જાય છે. તેમજ પ્રાચીન સિકકો, વાસણ અને મૂતિઓ નીકળે છે. એક મુગટ, કુંડળ સહિત જિનમૂર્તિનું મસ્તક નિકળ્યું હતું, પરંતુ દિ. અને તે ગંગામાં પધરાવ્યું. એક નગ્ન મૂતિ નીકળી હતી તે તામ્બરોએ દિને આપી. કહે કેની ઉદારતા અને સંકુચિતતા છે?
અહી અમને રાયબહાદુર પં. દયારામ શાહની એમ. એ. ડાયરેકટર જનરલ ઓફ આએિલેઝ ઈન ઈન્ડિયા મળ્યા. બહુ જ સજન અને ભલા માણસ છે, પુરાતત્વના વિશારદ છે એમ કહું તે ચાલે. અમારે ઘણી વાતચીત થઈ. નાલા વિભાગમાં જૈન વિભાગ દવાનું, ક્ષત્રિયકુંડના જૈન ટીલા, શૌરીપુર, મથુરા અને હસ્તિનાપુર વિભાગ માટે વાત કરી. પટ્ટાવલી સમુચ્ચય જયે. જોઈને અતિવ ખુશી થયા. મથુરાના શિલાલેખમાં આવતી ગુરુપરંપરા-પટ્ટાવલી અને આમાંથી. અમુક પટ્ટાવલી તક્ત મળતી છે, તે બરાબર બતાવ્યું. તેમણે કહ–આવું સુંદર પુસ્તક હે જી આ પ્રથમ જ લાગે છે. અમને જન સાહિત્ય જ મળતું નથી. અન્તમાં તેમણે કહ્યું-તમે મને પટ્ટાવલી સમુચ્ચય આપો અને હું આપને ક્ષત્રિયકુંડમાંથી ભગવાન મહાવીરના સમયની પ્રાચીન સાહિત્ય સામગ્રી આપું. આ જિદગીમાં બૌદ્ધ અને વિદિક સાહિત્યની સેવા ઘણું કરી. હવે વીરભગવાનની સેવા કરવી છે. પછી અમે તેમને સાથે રહી ત્યાંના પ્રાચીન સ્થાને, ટીલા, વે. દિ. મંદિર આદિ બતાવ્યું. . મદિરને શિલાલેખ અમે લીધેલ. શ્રી શાંતિચંદ્ર ગણી પ્રતિષ્ઠિત મૂર્તિને શિલાલેખ પણ લઈ ગયા.
હરિતનાપુર પરમ શાન્તિનું સ્થાન છે. ખાસ સમય કાઢી રહેવા જેવું છે.. ડે દૂર ગંગા વહે છે. ચોમાસામાં અહીં મચ્છર આદિને અતિવ ઉપદ્રવ હોય છે. મેલેરીયાનું જોર રહે છે. કાર્તિકથી વિશાખ સુધી ઠીક છે.
અહીં આવનાર ગૃહસ્થોએ મેરઠ સુધી રેલ્વે અથવા તે મેટરમાં આવવું. મેરઠથી મવાના સુધી પાકી સડક છે. મેટરે મળે છે. ત્યાંથી છ માઇલ હસ્તિનાપુર છે. તે કાચે છે. ટાંગા, મોટર આદિ વાહને જાય છે. જીલે મેરઠ, પિસ્ટ મવાના મુ. હસ્તિનાપુર આ પ્રમાણે પિસ્ટ છે. પંજાબથી પણ અહીં અવાય છે.
અહીં કાર્તિક સુદ પુનમને માટે મેળે ભરાય છે, વ્યવસ્થા સારી રખાય છે.'