________________
કંડલપુર : ૪૫૦ :
[ જૈન તીર્થને નજીકમાં જ છે. પં. શ્રી વિજયજી પિતાની સમેતશિખરતીર્થમાળામાં જણાવે છે તેમ બહારનું અસલ નામ તુંગીઆ નગરી છે. જુઓ
દસ કેસ નયરી તુગીઆએ સંપ્રતિ નામ વિહાર ત ત્રિણ જિનભવનઈ પૂજઈ એ બિંબ પંચવીશ ઉદાર ત૭, ૨૬ છે -
બીહારથી આઠ માઈલ દૂર શ્રી પાવાપુરી તીર્થ છે અને ત્યાં જવા માટે સીધી સડક છે. બહારને મુસલમાને બહાર શરીફ કહે છે. મુસલમાનેનું તે યાત્રાધામ ગણાય છે.
કુંડલપુર પાવાપુરીથી વિહાર કરી ટૂંકી પગદડીને રસ્તે પશ્ચિમમાં આવેલ કુંડલપુર જવાય છે. પગદંડીને રસ્તે પાવાપુરીથી કુંડલપુર ૩ ગાઉ થાય છે. કુંડલપુરનું બીજું નામ વડગામ-ગુબર ગામ છે પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર શ્રી ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામી), અગ્નિભૂતિ અને વાયુભૂતિ ત્રણે ગાશુધની (તેઓ પરરપર બધુઓ હતા.) આ જન્મભૂમિનું સ્થાન છે. એક વાર બહુ સારી સ્થિતિ હશે તેમ તેના ખડિએ ઉપરથી જણાય છે. હાલમાં તે નાનું ગામ છે. અહીં સતર જિનમદિર હતાં, હાલમાં તે એક વિશાળ જિનમંદિર છે. નજીકમાં બહાર વિશાળ ધર્મશાળા છે. વચમાં શ્રી ગૌતમસ્વામીની પાદુકાની દહેરી છે.
કુંડલપુરથી પૂર્વમાં એક માઈલ દૂર નાલંદા પાડે છે જેમાં પ્રભુ શ્રી મહાવીરદેવના ચૌદ ચાતુર્માસ થયાં હતાં. તે સ્થાન તે અત્યારે જંગલ જેવું જ પડયું છે, પરંતુ હાલમાં ખોદકામ ચાલુ થવાથી બૌદ્ધ રથાપત્યના અપૂર્વ નમૂના નિકળ્યા છે. બૌદ્ધોનું નાલંદા વિદ્યાપીઠ આખુયે જમીનમાંથી નિકળ્યુ છે. બૌધર્મની યશપતાકા ફરકાવતું આ વિદ્યાપીઠ જેવા દૂર દૂરથી ઘણા ભારતીય અને વિદેશી વિદ્વાને આવે છે, પાશ્ચાત્ય ઇજનેરે આની બાંધણ અને રચના જોઈ દી થઈ જાય છે. જમીનમાંથી નીકળેલી પુરાણી વસ્તુઓને સંગ્રહ ત્યાંના મ્યુઝીયમમાં રહેલ છે (રાખેલ છે.) મ્યુઝીયમ જેવાને ટાઈમ બહુ જ થેલે અને કહે છે. માત્ર બપોરના એકથી બે એક જ કલાક ખુલ્લું રહે છે. હજી બે જ ટીંબા દાયા છે અને ઘણયે બાકી છે કહે છે કે એમાંથી જનધર્મની ગૌરવસૂચક પ્રાચીન વસ્તુઓ લા દેશ. રાજા શ્રેણિકના સમયમાં અહીં બહુ જ જાહોજલાલી હતી. મગધની રાજધાનીના એક વિભાગની એ જાહોજહાલી અને વૈભવ માત્ર ગ્રન્થમાં જેવા વાંચવા મળે છે. આ વિદ્યાપીઠ નીકળવા પછી જ ગલમાં મંગલ થયું છે. વડગામ (કંડલપુર) અને ખાસ કરીને નાલંદાને ભૂતપૂર્વ વિભવ જૈન કવિઓએ નીચે પ્રમાણે વર્ણવ્યા છે –
* नालंदालंकृते यत्र वर्षारात्रा चतुर्दश । अवतस्थे प्रभुवीरस्तत्कथं नास्तु पावनम् ॥ २४ ॥ यस्यानकानि तीर्थानि नालम्दानत्यनप्रियाम् । मन्यानां जनितानन्दा नालन्दा न. पुनातु सा ॥ २५ ॥
(ભારગિરિકલ્પ, વિવિધતીર્થકલ૫, પૃ. ૨૨) :