________________
: ૪૩૩ :
પૂર્વાચાર્યોનું પરિભ્રમણ તેમના શિષ્યરન શ્રી મૂલચંદજી-મુક્તિવિજયજી ગણિ થયા. ગુરુશિષ્ય પંજાબમાં મહાન ક્રાંતિ ફેલાવી પંજાબ સુધા. પંજાબ દેશના આઘઉધારક આ ગુરૂશિષ્યની • બેલડી છે. બુટેરાયજી મહારાજના ઉપદેશથી પંજાબમાં સાત જિનમંદિરે નવા બન્યા છે. પાછળથી પુ.પા. આ. શ્રી વિજયાનંદસૂરિજી અને તેમના વિદ્વાન શિયરનેએ પંજાબમાં જનધર્મની જ્યોતિ જવલંત કરી. અત્યારે શ્રી વિજયવલભસૂરિવરજી પંજાબમાં ગુરૂકુલ, કોલેજ અને નૂતન જિનમંદિરે સ્થપાવી પંજાબને જાગૃત કરી રહ્યા છે. આવી જ રીતે મુક્તિવિજયજી ગણિવરના સમુદાયના યુનિમહારાજ શ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટી મહાત્માઓએ મેરઠ, મુજફરનગર, સરધના, ભેરી, પારસી, પીઠાકર, ઝુડપુર, રારધના વગેરે સ્થાનમાં જૈન ધર્મને પ્રચાર, મંદિર લાયેરી, પાઠશાળા સ્થપાવ્યાં છે. મથુરાના જીર્ણોધ્ધારની પ્રતિષ્ઠા કરાવી છે. આગ્રાથી શૌરીપુરને સંઘ કરાવ્યો છે વગેરે વગેરે ધર્મપ્રચાર ચાલે છે. ભવ્ય વિદ્યાલય-ગુરૂકુલની તૈયારી ચાલે છે પહલીવાલ પ્રાંતમાં પણ પ્રચાર કરે છે. ટૂંકમાં પંજાબ અને યુ. પી. જૈન ધર્મના ભૂતકાળમાં કેન્દ્રસ્થાને હતાં તેમ અત્યારે પણ બને તે જરૂરી છે.
વિશેષ જાણવા માટે “પંજાબમેં જન ધર્મ” લેખક મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજને લેખ જૈન સત્ય પ્રકાશના પાંચમા વર્ષની ફાઈલ જુઓ. અત્યારે પંજાબના દરેક મુખ્ય શહેરોમાં સુદર જૈન મંદિરો છે. ખાસ અંબાલા, લુધીયાના, જીરા, અમૃતસર, મારકેટલા, ગુજરાંવાલા, હૈોંશીયારપુર, શીયાલકેટ, રાયકોટ, મરાંતાન, લાહાર, જમ્મુ, દેરાગાજીખાન, ખાનકાડાગરા, પેશાવરમાં બનુ વગેરે વગેરે સ્થાનમાં જિનેની વસ્તી અને મંદિરો છે. ગુજરાવાલાનું પૂ. શ્રી ' આત્મારામજી મહારાજનું સમાધિરથાન દર્શનીય છે. ત્યાંનું ગુરૂકુલ પણ પ્રસિદ્ધ છે. આત્માનદ જૈન કેલેજ, સ્કૂલ, અંબાલા વગેરે જોવા લાયક છે
૫