________________
ઈતિહાસ ] |
૪૩૫
બનારસ હિરાચંદ્રજી રાખે છે. આ સિવાય શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીનું, આદિનાથ
પ્રભુજીનું, શ્રીષભદેવ પ્રભુજીનું, શ્રી કેશરીયાનાથ પ્રભુનું, શ્રી ગાડી' પાશ્વનાથ પ્રિભુજીનું શ્રી શક્તિનાથ પ્રભુજીનું વગેરે મંદિર છે. અહીંયાં મંદિરે પ્રાયઃ ત્રીજે કે ચોથે માળે હોય છે. ઘણી આડીઅવળી નિસરણીઓ ચડવી પડે છે. અંધારી ગલી જેવું લાગે છે. યાત્રાળુઓએ બહુ સાવધાનીથી દર્શને જવું. કેટલાંક મંદિર શિખરબંધ છે અને કેટલાંક ઘરદહેરાસરજી જેવાં છે (ત્યાલય છે.) વ્યવસ્થા બાબુશાહી છે. રામઘાટનું મંદિર સંગાકાંઠે આવેલું છે, એ ઘાટથી બીજા ઘાટ પણ નજરે પડે છે. " શહેરમાં ઉતરવા માટે કહેરી બજારમાં અંગ્રેજી કેઠીનું સ્થાન છે. સાધુએને ઉતરવાનું પણ આ જ સ્થાન છે. યાત્રાળુઓ પણ અહીં જ ઉતરે છે. અહીંથી મા માઈલ દૂર ભેલપુર છે. '
ભેલપુર ' આ બનારસનું પરૂં છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચ્યવન અને જન્મકલ્યાણક સ્થાન મનાય છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સુંદર મંદિર છે. વિશાલ ધર્મશાળા પણ નજીકમાં જ છે મોટા સંઘે પ્રાયઃ અહીં જ ઉતરે છે. અહીંથી ૦૫ માઈલ દૂર નીઘાટ છે.
ભદની નીમાં ગંગાકાંઠે વછરાજ ઘાટ ઉપર સુંદર મંદિર છે. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુજીનું વન અને જન્મસ્થાન મનાય છે. ઘાટ ઉપર આ મંદિર બહ જ મહત્વનું અને ઉપચગી છે. નીચે ઉતરવાનાં પગથિયા બાંધ્યાં છે. ઠેઠ ગંગા નદીમાં ઉતરાય છે. અહીં આધારની જરૂર છે. ઘાટમાં મોટી ફાટ પડી છે. જેહદી સમરાવવામાં નહિં આવે તે મંદિરને પણ નુકશાન પહોંચવા સંભવ છે. ઘાટ ઉપર સવારનું દૃશ્ય બહુ જ મરમ લાગે છે. બનારસની મહત્તાને ખ્યાલ ત્યાંથી વછે આવે છે આ ઘાટ વછરાજજીએ બંધાવેલ હોવાથી વચ્છરાજ ઘાટ કહેવાય છે. ઘાટ ઉપરથી ગંગાને સામે કાંઠે રહેલ સુંદર ઉપવનભૂમિ, કાશી નરેશના રાજમહેલ અને તેમની રાજધાની રામનગર, દશ્ય બહુ જ સુંદર દેખાય છે.
આ વછરાજ ઘાટ ઉપર રહેલા આપણા મંદિરને અને ઘાટને છ ધાર થવાની બહુ જ જરૂર છે. ગંગાને પવિત્ર કરી રહેલ આ મંદિર અને ઘાટના ઉધારમાં બહુ વિલંબ થશે તે પરિણામ બહુ જ અનિષ્ટ આવશે. ઘાટમાં નીચે મોટી ફાટ પડી છે. ગંગાનું પાણુ સામેથી જોરથી અફળાઈ અંદર જાય છે, જે ઘાટને નુકશાન કરે છે. લાખ રૂપિયાના ખર્ચે બધાયેલ આ ઘાટના આધાર તરફક્ષ દુર્લ, કરીશું તે આપણે પાછળથી પસ્તાવું પડશે. શ્રી આણંદજી