________________
અનાહ
: ૪૩૬
[ જૈન તીર્થોને કલ્યાણજીની પેઢી, કલકત્તા, મુંબઈ શ્રી સંઘ વગેરેએ લક્ષ આપી શીધ્રાતિશીવ્ર આધાર કરાવવાની જરૂર છે.
કે વિવિધ તીર્થકલ્પકાર બે વારાણસીકલ્પમાં ” કાશીમાં બનેલી ઘટનાઓ આપે છે, જેને સારા નીચે મુજબ છે.
દક્ષિણ ભારતના મધ્ય ખંડમાં કાશી નામની નગરી છે. વર અને અસિ નામની બે નદીઓ અહીં નજીકમાં જ ગંગા નદીને મળે છે તેથી બીજું - નામ વારાણસી છે.
અહીં સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથજી ઈફવાકુ કુલના રાજા મહિપતિની પટ્ટરાણ પૃથ્વીદેવીની કુક્ષીમાં જન્મ્યા હતા. અનુક્રમે રાજ્યલક્ષમી ભગવ્યા પછી સંવત્સરી દાન આપી દીક્ષા પણ ગ્રહણ કરી હતી. બાદમાં નવ મહીના છદ્મસ્થાવસ્થામાં વિચરી, કેવળજ્ઞાન પણ અહીં જ પ્રાપ્ત કર્યું હતું. આ રીતે થી સુપાશ્વ નાથ ભગવાનના અવન, જન્મ, દીક્ષા અને કેવલ એમ ચાર કલ્યાણક થયાં છે,
વીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન પણ ઈવાકુ વંશના અશ્વસેન રાજાની પટ્ટરાણી વામાદેવીની કુક્ષીથી અહીં જ જન્મ્યા હતા. તેમના પણ વ્યવન, જન્મ, દીક્ષા અને કેવલ ચારે કલ્યાણક અહીં જ થયા છે મણકિકાના ઘાટ ઉપર પંચાગ્નિ તપશ્ચર્યા કરતા કમઠ નામના તાપસને શ્રી પાર્શ્વનાથ ભગવાને કુમારપણામાં જ તેની સામે બળતી ધૂણના કાછલાકડા)માંથી બળતા સાપને બહાર કઢાવી, જીવનદાન આપી નવકાર મહામંત્ર સંભળા હતા અને કુપથ(મિથ્યાત્વમાગ)નું નિરસન કર્યું હતું.
આ નગરીમાં જ કાશ્યપ શેત્રવાળા ચાર વેદના જાણકાર શ્વકર્મમાં કુશળ અને સમૃધશાલી અને સાથે જ જન્મ પામેલા જયઘોષ અને વિજયષ નામના બે ઉત્તમ બ્રાહ્મણે થયા હતા. એક વાર જયશેષ ગંગા નદીમાં સ્નાન કરવા ગયા ત્યાં સાપે પકડેલે દેડકે છે અને સાપને નળીઆએ પકડેલ જે. નેળીઓ સર્પને ખાઈ રહ્યો હતો અને સર્પ દેડકાનું ભક્ષણ કરી રહ્યો હતે. દેડકો ચિત્કાર શબ્દ કરી રહ્યો હતે આ ભીષણ પ્રસંગ જોઈને જયઘોષ પ્રતિબોધ પામ્યું અને જૈનાચાર્ય પાસે સાધુપણ ગ્રહણ કર્યું. દીક્ષા લઈ એક રાત્રીની પ્રતિમા વહન કરી વિહાર કર્યા. ફરતા ફરતા યશેષ સુનિ પુનઃ આજ નગરીમાં આવી પહોંચ્યા. માસખમણના પારણે બ્રાહ્મણના યજ્ઞના પાયામાં ગૌચરીએ ગયા. ત્યાં બ્રાહ્મણે આહાર ન આપ્યું અને તે સ્થાનમાં આવવાને પણ નિષેધ કર્યો.
- જયઘોષ મુનિએ તેમને મુનિધર્મ સમજાવ્યું અને શાસ્ત્રાનુસાર સાધુઓના આહાર લેવાને વિધિ સમજાવ્યો અને બ્રાહ્મણને પ્રતિબંધ આ. વિજયેષ વિરક્ત થયો અને ભાઈની પાસે જ દીક્ષા લીધી. અનુક્રમે બન્ને ભાઈઓ કર્મ ખપાવી મોક્ષે ગયા..