________________
અનારસ
: ૪૩૮ .
[ જૈન તીર્થોને ગ્રંથકાર કહે છે કે કાશી માહાસ્યમાં બ્રાહ્મણે લખ્યું છે કે-કાશીમાં કલિયુગને પ્રવેશ નથી અને ગમે તે પાપી, હત્યાકારી પણ મરીને શિવજીની પાસે વાસ કરે છે વગેરે. તેમજ ધાતુવાદ, રસવાદ, અન્યવાદ, મત્રવાદ આદિ વિદ્યાઓના જાણકાર; શબ્દાનુશાસન, તર્ક, નાટક, અલંકાર, તિષ, ચૂડામણિ, નિમિત્તશા, સાહિત્ય આદિ વિલામાં પારગત પંડિતે; પરિવ્રાજકે, જટાધારીઓ, ચોગીઓ આદિ બાવા સાધુએ; તથા ચારે વર્ણના મનુષ્યો, અનેક રસિકે અને ચારે દિશાના અનેક કલાકાર મનુ અહીં જોવાય છે. ગ્રંથકારનું આ વચન આજે પણ પ્રત્યક્ષ અનુભવાય છે.
વારાણસી નગરી અત્યારે (ગ્રંથકારના સમયે) ચાર ભાગમાં વહેંચાયેલી છે. (૧) દેવ વારાણસી કે જ્યાં વિશ્વનાથ મહાદેવનું મંદિર છે અને જેમાં
વીશ તીર્થકરેને* પાષાણને પટ્ટ પૂજાય છે. ( પાષાણુની ચાવીશી. ) (૨) રાજધાની વારાણસી કે જેમાં યવને-મુસલમાન રાજ કરે છે. (૩) મદન ૪વારા ઘુસી, (૪) વિજય વારાણસી. અહીં અજૈનોનાં એટલાં બધાં મંદિરે છે કે જેની ગણુના નથી.
અહીં એક વનમાં + દતખાત નામના સરેવરમાં (પાસે અનેક પ્રતિમા એથી વિભૂષિત શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચિત્ય છે આ તળાવમાં સુગંધમય અનેક કમળ ખીલેલાં છે અને તેની સુગંધીથી આકર્ષાઈને આવેલા ભ્રમરા સુંદર ગુંજારગાન કરે છે.
અહીંથી-કાશીથી ત્રણ કેશ દૂર ધક્ષા નામનું નગર છે. ત્યાં ગગનચુમ્બી
પૂ. પા. આચાર્યશ્રી વિજયધર્મસરિજી મહારાજ કે જેમને કાશીને વર્ષોનો પરિચય છે તેઓશ્રી પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧ જેમાં તેણે છે કે-જિનપ્રભસૂરિ જેને દેવવારાણસી કહે છે ત્યાં વિશ્વનાથ મંદિરમાં વીશ તીર્થકરનો એક પાષાણનો પર તેમના સમય સુધી વિદ્યમાન હવાનું જણાવે છે. તેઓ એક સ્થળે એમ પણ લખે છે કે
વાળશાં વિશ્વેશ્વર શ્રી ક . આ ઉપરથી એમ પણ જણાય છે કે-વિશ્વેશ્વરના મંદિરમાં ચંદ્રપ્રભુની પણ મૂર્તિ હશે.
* એ જ પુસ્તકમાં સૂરિજી મહારાજ જણાવે છે કે અત્યારે કાશીમાં જે સ્થાન મદનપુરા' ના નામથી ઓળખાય છે, એ જ કદાચ તે વખતે મદન વારાણસી હેય. * * આ તળાવ અને મંદિરનો પરિચય સુરિજી મહારાજ આ પ્રમાણે આપે છે. “બા દુઃખાવ તળાવ કયું; તે અત્યારે કહી શકાય નહિં પરત સંભવ છે કે-આ મંદિર ભેલપરનું મંદિર છે, કારણ કે ભેલપુની નજીક જ સઘન વન હતું; જે કે અત્યારે તો ત્યાં પણ ઘણાખરા મકાનો બની ગયા છે,
(પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧, પૃ. ૧ર-૧૭)