________________
તાલનપુર
ગઃ ૪૦૬ :
[ જૈન તીર્થોને આ સિવાય બીજાં તેર, પરિકર, પબાસન, દેવ અને દેવીઓની મૂર્તિઓ મળે છે જેમાં ૧૦૯૩થી તે ઠેઠ ૧૫૬૮ના જુદા જુદા લેખો ઉપલબ્ધ થાય છે.
ચૌદમી સદીમાં લમણપુર બહુ જ ઉન્નત અને ગૌરવશાલી હતું.
મંત્રીશ્વર પેથડકુમારે માંડવગથી કાઢેલે સિધાચલજી અને ગિરનાર વગેરેને સંઘ વળતી વખતે લક્ષ્મણપુર આવ્યું છે અને પછી અહીંથી માંડવગઢ ગયો છે. આ વખતે લક્ષ્મણપુરના શ્રીસ ઘે મંત્રીશ્વરના સંઘનું સુંદર સ્વાગત કર્યું છે, જેને ઉલ્લેખ સુકૃતસાગરમાં છે.
મૂર્તિઓ પ્રગટ થયા પછી અલીરાજપુરના મહારાજાએ જૈન શ્વેતાંબર સંઘને મેટી જમીન આપી છે જેમાં વિશાલ ધર્મશાળા-ઉપાશ્રય-કૂવા-બાગબગીચાની વ્યવસ્થા છે. પ્રાચીન જિનમદિરને જીદ્વાર થયું છે. સુદર ત્રિશખરી ભવ્ય મંદિર છે.
અહી આવવા માટે B. B & C I. રેલવેના ગોધરાથી રતલામ લાઈનમાં હેર સ્ટેશને ઉતરવું. ત્યાંથી અલીરાજપુર સુધી મટર મલે છે. ત્યાંથી લક્ષમણી તીર્થ જવાય છે. વાહન મલે છે.
તા લનપુર આ નગરનું પ્રાચીન નામ તોruત્તા અને ક્યાંક તારાપુર સલે છે, રોળમી સદીના પ્રારંભમાં પણ તંગીથાપત્તન નામ મલે છે, "सं. १५२८ वर्षे आश्विनसिते ५ तिथो तुंगीयापत्तने लिखितमिदं श्रीमहावीरजिनश्राद्धकुलकं परमदेवार्येण स्वपरपठनार्थ. "
તાલનપુરની ચારે બાજુ પ્રાચીન મંદિરના પથરે નીકળે છે જે સુદર કલાપૂર્ણ અને ભાવવાહી છે સ. ૧૯૧૬માં એક ભિલલના ખેતરમાંથી શ્રી આદિનાથ ભગવાન વગેરે ૨૫ સુંદર ભગ્ય મૂતિઓ નીકળી હતી. પછી અહી સુંદર જિનમંદિર વધાવી પ્રતિષ્ઠા કરાવી છે. અહી ના શ્રી મૂલનાયકની બાજુની મૂર્તિને લેખ કે જે ૬૧રની પ્રતિષ્ઠિત છે એ લેખ માંડવગઢમાં આવે છે આ લેખવાળી પ્રાચીન મૂર્તિ અહી છે. આ સિવાય તેર, ચૌદ, પંદરમી સદીના લેખેવાળી પ્રતિમાઓ તેમજ ધાતુ મૂતિઓ અહીં છે. એક ગેખડા વાવમાંથી શ્રી ગોડીજી પાર્શ્વનાથજીની ચમકારી મૂર્તિ સં. ૧૯૨૮માં નીકળી હતી જેની દંતકથા આ પ્રમાણે છે
એક વાર એક પરદેશીને રાત્રે સ્વપ્ન આવ્યું કે પૂર્ણિમાના દિવસે સવારમાં સવા પહાર દિવસ ચઢ્યા પછી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી વાવડીમાંથી પિતાની મેળે જ ઊંચી આવશે. આ મુસાફરે શ્રાવકેને વાત કરી. આજુબાજુના ગામેમાંથી જેને આવ્યા. બરાબર જણાવેલા સમયે પ્રતિમાજી પ્રગટ થયાં. જનતાએ પ્રેમથી-ભક્તિથી પ્રભુજીનાં દર્શન-પૂજનહિ કર્યા. પ્રતિમાજી બહાર કાઢી ગાદી ઉપર બેસાર્યા. પાંચ દિવસ ઉત્સવ રહ્યો. આખરે ૧૯૫૦માં સુંદર મંદિરમાં ભગવાનને