________________
-
-
-
- -
-
-
-
અંતરીક્ષ પાર્શ્વનાથજી : ૪૧૮:
[ જૈન તીર્થોના આ બધી પ્રતિમાઓ અર્ધપદ્માસન, પ્રાચીન, ભવ્ય અને મને હર છે. આખા દક્ષિણ પ્રાંતમાં આના જેવું પ્રાચીન તીર્થ નથી.
અહીં સુનિમજી સિવાય શ્રાવકનું ઘર નથી. માત્ર ૪૦૦ થી ૫૦૦ ઘરનાં ઝુપડાની વસ્તી છે.
આપણું ભવ્ય મંદિરની સામે ૧ ફલગ દૂર મોટું શિવાલય છે. કહે છે કેપહેલાં આ જૈન મંદિર હતું, ઘસવું મંત્રીએ જોરજુમથી આ મંદિરને મહાદેવ જીતુ મદિર બનાવ્યું. જૈનમંદિર ધવસ્ત કર્યું. અત્યારે થોડે દૂર નદીમાંથી પણ ન મૂતિઓ નીકળે છે. મદિરની સામે મેટે બગીચે છે. અંદર વાવે છે. ચારે બાજુ વાવ-કૂવા ઘણા છે. મંદિર અને ધર્મશાળા પણ પાકા કિલાથી સુરક્ષિત છે.
શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજી
“શ્રી અંતરીખ વરકા પાસ” દક્ષિણમાં વરાડમાં આકેલાથી ક૭ માઈલ દૂર શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથનું તીર્થ આવ્યું છે. આ તીર્થની સ્થાપના તેરમી શતાબ્દિમાં માલધારી શ્રી અભયદેવસૂરિજીના હાથે થયાના ઉલ્લેખ મળે છે; કિન્ત શ્રી જિનપ્રભસૂરિજી પોતાના વિવિધતીથલપમાં આ સબંધી કાંઈ જ ઉલ્લેખ નથી કરતા. તીર્થને ઈતિહાસ તેઓશ્રી નીચે પ્રમાણે આપે છે.
લંકા નગરીમાં પ્રતિવાસુદેવ રાવણ રાજ રાજ્ય કરતા હતા. એક વાર તેમણે માલી અને સુમાલી નામના પિતાના બે નેકને કંઈક કાર્યપ્રસગે બહાર મેકલ્યા. પિતાના વિમાન ઉપર બેસીને ઘણે દૂર જતાં જનને સમય થયા. તે વખતે તેમના સેવકને યાદ આવ્યું કે જિનપ્રભુની પૂજા કરડીઓ તે ઘેર ભૂલી આજે છું. દેવપૂજા કર્યા સિવાય તે બંને ભેજન કરતા નથી, અને જિનપ્રતિમાને કરડી નહિં જુવે તે મારા ઉપર ક્રોધિત થશે તેથી તેણે વિદ્યાના બલથી શુદ્ધ વેળુની ભાવી જિન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બનાવ્યાં. માલી અને સુમાલીએ ભક્તિથી પ્રભુપૂજા કરી. પછી જમ્યા. સેવકે કોઈ આશાતના ન કરે તેવી રીતે પ્રતિમાજીને લઈને સરોવરમાં પધરાવ્યાં. દેવના પ્રભાવથી સરોવરમાં એ પ્રતિમાજી વજ સરખાં થયાં. સરવર જલથી સંપૂર્ણ ભરાઈ ગયું. - ત્યારપછી ઘણાં વર્ષો બાદ ચિંપિંગઉલદેશમા (જેને અત્યારે વરાડ-સી. પી. કહે છે) સિરપાલ (શ્રીપાલ) નામને રાજી થયો. તેને શરીરે ભયંકર કેકને રોગ થયે હતું જેથી રાજ્ય છેઠી અતપુર સહિત જંગલમાં ચાલી નીકળ્યો. એક વાર બહુ દૂર ગયા પછી તેણે એક નાના સરોવરમાં હાથ પગ ધાયા અને પાણી પણ
૧, બીજા પ્રથામાં પ્રદૂષણનું નામ મળે છે.
૨. ઇતિહાસમાં જણાવ્યું છે કે-એલચપુરને રાજા શ્રીપાલ હતા. આ એલચપુર અમરાવતી(ઉમરાવતી)થી રર માઈલ દૂર છે.