________________
ઈતિહાસ ]
: ૪૧૭ :
- કપાક મુસલમાની જમાનામાં–મુસલમાની રાજ્યમાં અનાચાર્યોએ અને શ્રાવકેએ કેટલી કુશલતાથી તીર્થોની રક્ષા કરી છે તે આ શિલાલેખેથી સમજાય તેમ છે. આખા નીઝામ રાજયમાં આવું મોટું શિખરબંધ ભવ્ય મંદિર કુપાકજીનું જ છે.
હમણાં ૧૯૬૫ ના જીર્ણોધ્ધાર સમયે શિલાલેખે જુદા કરી નાંખ્યા છે." મૂલનાયકજીની જમણી તરફની શાસનનાયક શ્રી વર્ધમાન સ્વામિની મૂર્તિ અદ્દભુત અને અનુપમ છે. ડાબી તરફ શ્રી નેમિનાથજીની ભવ્ય મૂર્તિ છે. બીજી માટી વિશાલ ૧૪ મૂર્તિઓ ખાસ દર્શનીય છે. દરેક જેને તીથની યાત્રા કરવા જેવી છે. ધર્મશાલા આદિની વ્યવસ્થા સારી છે. ચેતરફ ફરતે મજબૂત કેટ છે. તીર્થની વ્યવસ્થા હૈદ્રાબાદ-સિકંદરાબાદના શ્રી વેતાંબર જૈન સંઘ તરફથી થાય છે.
, રેલ્વે માર્ગે જનાર શ્રાવકે મનમાડ જકશનથી હૈદ્રાબાદ ગોદાવરી લાઈનમાં સીકંદરાબાદ જાય છે ત્યાંથી વારંગલ લાઈનના અલીર ( Alir) સ્ટેશને ઉતરે છે. અહીંથી ચાર માઈલ કુલ્પાકછ છે. પાકી સડક છે. સ્ટેશન ઉપર કારખાના તરફથી ગાડી આવે છે. •
૧. મંદિરછમાં ભૂલનાયક શ્રી માણેકરવામી આદિનાથ પ્રભુજીની ભવ્ય વિશાલ શ્યામ મૂર્તિ છે. ભરત મહારાજાના સમયની આ પ્રાચીન મૂર્તિ છે. અર્ધપાસન પરમ દર્શનીય પ્રાચીન મૂતિ છે. પાસે ચક્રેશ્વરી દેવીની મૂર્તિ છે.
૨. મૂલનાયકની જમણી બાજુ મહાવીર પ્રભુની મને હર હાસ્ય ઝરતી અદભુત મતિ છે. પીરોજા પત્થરની છે. આકાશી રંગની આ પ્રતિમાજી ખૂબ જ દર્શન કરવા લાયક, દર્શન કરતાં તૃપ્તિ જ ન થાય એવું અદ્દભુત સિદ્ધાસનનું આ બિંબ આખા ભારતવર્ષમાં એક અદ્દભૂત નમૂને જ છે. ૩. નેમિનાથજીની મોટી શ્યામ પ્રતિમાજી છે. પાસે જ પદ્માવતીદેવીની મૂર્તિ છે.
જમણા હાથની લાઈન તરફ બહારના ભાગમાં ૪. શ્રી પાર્શ્વનાથજીની ભવ્ય શ્યામ મટી ઊભી મૂર્તિ છે. ૫ શાંતિનાથજીની શ્યામ સુંદર અર્ધ પદ્માસન મૂર્તિ છે. ૬. શીતળનાથજીની શ્યામ સુંદર અર્થે પાસન મૃતિ છે.
પાછળના ભાગમાં ૭. શ્રી અનંતનાથજી (૮) અભિનદન પ્રભુ, બનેની શ્યામ મોટી પ્રતિમાઓ છે. ૯ એક ગોખમાં શ્રી ચાવીશ જિનની અંદર મૂર્તિઓ છે.
ડાબા હાથ તરફ, ૧૦ શ્રી સુપાર્શ્વનાથજીની તથા ચંદ્રપ્રભુજીની (૧૧) મટી શ્યામ પ્રતિમાઓ છે. કુલ ૧૪ મોટી પ્રતિમાઓ છે.