________________
[ જૈન તીન
કાગડો
૪૨૮ :
કાંગડા પંજાબમાં કાંગડા પણ એક પ્રાચીન તીર્થ છે. સં. ૧૦૦૦થી લઈને સં. ૧૬૦૦ સુધી જૈનધર્મનું એક મહત્વનું કેન્દ્રસ્થાન કાંગડા રહ્યું છે. કાંગડા લાહાર(લાભપુર)થી રહેવેરતે ૧૭૦ માઈલ દૂર પૂર્વોત્તર દિશામાં છે નગરના નામથી જ છલાને પણ કાંગડા કહેવામાં આવે છે. બાકી જીલાની ઓફિસ વગેરે તે કંગહાથી ૧૧ માઈલ દૂર ધર્મશાલા” ગામમાં છે. આ પ્રદેશ ત્રિગર્ત કહેવાય છે. મહાડી વિભાગની રાજધાની કાંગડા હતું. - કાંગડાનું પ્રાચીન નામ “સુશમપુર” હતું. આ નગર મહાભારત કાલની મુલતાનના ચાર્જ સંશમચંદ્ર વસાવ્યું હતું. આ રાજાએ મહાભારતના યુદ્ધમાં દુર્યોધન તરફથી વિરાટનગર ઉપર ચઢાઈ કરી હતી અને તેમાં હાર પામી, ત્યાંથી નાસી ત્રિગર્તમાં આવીને ભરાયે અને અહીં પિતાના નામથી આ નગર-સુશર્મપુર વસાવ્યું. ( વિજ્ઞપ્તિત્રિવેણીમાં લખ્યું છે કે-કાંગડામાં બિરાજમાન શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ, નેમિનાથ ભગવાનના સમયના રાજા સુશમે રસ્થાપિત કરી હતી.
કાંગડાનું બીજું પ્રાચીન નામ ભીમકેટ” પણ મળે છે. તેમજ નગરકોટ નામ પણ મળે છે. કાંગડાની આજુબાજુના પ્રદેશને “કૌચ' પણ કહેતા હતા.
વિજ્ઞપ્તિ ત્રિવેણી જેની રચના સં. ૧૪૮૪માં થઈ છે તેમાં કાંગડાને માટે કામ” ઉલ્લેખ કરાવે છે. કાંગડાને કિલે પ્રસિદ્ધ છે માટે તેને કેટકાંગડા પણ કહે છે. કાંગડા બાણગંગા અને માંઝી નદીના સંગમ ઉપર એક નાના પહાડી ટીલા ઉપર વસેલું છે.
અહીં લક્ષ્મીનારાયણનું એક મદિર હતું, જે ૧૯૬રના ધરતીકમ્પમાં નષ્ટ થયું. અમ્બિકાના મદિરમાં બે નાનાં નાનાં જૈનમદિર છે, જેને દરવાજે પશ્ચિમ તરફ છે. એક મંદિરમાં એક સિંહાસન રહ્યું છે અને બીજા મદિરમાં શ્રી ઋષભદેવજીની બેઠી મતિ છે. આ સ્મૃતિ નીચે ૧૫ર૩નો સ વત છે, જેને ઉલલેખ કનિંગહામે કર્યો છે. તેમણે અહીંના કાલિકાદેવીના મંદિરમાંથી એક બીજા લેખની પણ કરી લીધી છે જેમાં શરૂઆતમાં જ રવિ શકાય નમઃ લખ્યું છે. આમાં સં. ૧૫૬૬ અને શક સ વત ૧૪૧૩ને ઉલ્લેખ છે.
કાંગડામાં અત્યારે સૌથી પ્રાચીન મંદિર ઈશ્વરનું છે, જે રાજા ઈંદ્ર બનાવ્યું છે. આ રાજાને સમય સં. ૧૮૫-૧૦૮૮ છે. મંદિરમાં તે એક શિવલિંગ છે પરંતુ મંદિરની બહારના ભાગમાં બે મૂતિઓ છે, એક મૂતિ ઉપર વૃષભનું લછન છે એટલે તે શ્રી રામદેવજીની સુંદર મૂર્તિ છે. આ સૂતિ સુંદર
*૧૪૩૧ સંવત બરાબર મળે છે,