________________
-
-
- -
-
-
-
ઇતિહાસ ] : ૩૯ :
અજમેર અજમેર રાજપુતાનાના મધ્ય ભાગમાં વસેલું અને ચારે બાજુ પહાડેથી ઘેરાયેલું “તમે ટુ” એ જ આજનું અજમેર છે. આ શહેર વિસ. ૨૦૨માં વયું છે એમ કહેવાય છે. રાજા અજયપાળે આ નગર વસાવ્યું છે. અજમેર પૃ પીરાજ ચૌહાણુનું જન્મસ્થાન છે. પૃથ્વીરાજ ચૌહાણ દિહી અને અજમેરનાં રાજ્ય સંભાળતા હતા. આજે પણ પહાડ ઉપર પ્રાચીન વસ્ત કિલે પડ્યો છે, પહાડા અને કિટલાથી સરક્ષિત આ શહેર એક વાર ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતું.
અત્યારે એની પૂર્વ જાહેરજલાલી તે નથી રહી છતાંયે અજમેર-મેરવાડા પ્રાંતનું મુખ્ય શહેર છે. રા પુતાનાના પોલીટીકલ એજન્ટ અહીં રહે છે, તેના બંગલા-ઓફિસો અહીં છે.
લાખણ કેટીમાં શ્રી સંભવનાથજીનું મોટું મંદિર છે. બીજું મંદિર શ્રી. ગોડીજી પાર્શ્વનાથજીનું છે. ત્રીજું કેઠીનું મંદિર જેમાં બાષભદેવજી( કેસરીયાજી)નું મંદિર છે. બુદ્ધકરણજી મુતાનું ઘરમંદિર છે. જ્યાં ચદ્રપ્રભુની સ્ફટિકની મૂર્તિ છે. તેમજ ગામ બહાર મોટી વિશાલ દાદાવાડી છે. ખરતરગચ્છના મહાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીની સ્વર્ગભૂમિ છે. થાન ચમત્કારી છે. ત્યાં પણ નાનુ સુદર જિનમદિર છે. દાદાવાડી શહેરથી લગભગ બે માઈલ દૂર છે. તેમજ દિગંબર મદિર ભાગચંદ્રજી સેનીનું સુંદર કારીગરીવાળું ભવ્ય મ૨ જેવા રથ છે.
અજમેરમાં એક સુંદર અજાયબઘર-મ્યુઝીયમ છે, જેમાં અનેક પ્રાચીન જૈન મૂર્તિઓ પણ છે. પંદરમી અને સોળમી સદીની પણ કેટલીક મૂતિ છે. અહીં જેન ધમને હિદભરમાં પ્રાચીન એક સુંદર શિલાલેખ છે, “ જીજ મારે રાતિ ૮૪ વરણ” ભગવાન મહાવીર પછી ૮૪ વર્ષ વીત્યા બાદ જે મદિર બન્યું છે તેને આ શિલાલેખ છે. આ શિલાલેખ અજમેરથી સાત ગાઉ દૂર બડવી ગામથી મળે છે. રાયબહાદુર ગૌરીશંકર હીરાશંકર ઓઝાએ આ લેખ વાંચવા માટે સારી જહેમત ઉઠાવી હતી. આ લેખ જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્માવલંબીઓમાં સૌથી પ્રાચીન લેખ છે.
અહીં મે કેલેજ, રાજકુમાર કોલેજ, હોસ્ટેલ, મેટું પુસ્તકાલય વગેરે જોવા લાયક છે.
“રાદ વિર વ શar” અઢી દિનની ઝુંપડી સ્થાન પ્રસિદ્ધ છે એ પણ જોવા લાયક છે. આ એક પ્રાચીન જૈન મંદિર છે. અમે ઉપર ચઢી જોયું હતું. ઉપર શિખર દેખાય છે તેમજ આજુબાજુ પણ જે કેરણું છે તે જૈન મંદિરને મળતી છે. બ દ મુસલમાની સમયમાં આ ભવ્ય મંદિર મસિદરૂપે બનાવાયું છે.