________________
ઈતિહાસ ] = ૪૦૧ :
માંડવગઢ કર્યો હતે. ગુરુજી પધાર્યાની વધામણું લાવનારને સેનાની જીભ, હીરાના બત્રીશ દાંત, રેશમી વસ્ત્રો, પાંચ ઘડા અને એક ગામ ભેટ આપ્યું હતું. ગુરુ પાસે ભગવતી સૂત્ર સાંભળી તેમાં આવતા ' શબ્દ સોનામહોર મૂકી હતી, જે છત્રીસ હજાર સેનામહોર થઈ હતી. ભરૂચમાં સાત જ્ઞાનભંડાર તથા બીજે ઠેકાણે જ્ઞાનભંડાર કરાવ્યા હતા અને આગમ લખાવ્યાં હતાં.
મંત્રીશ્વરે માંડવગઢથી સિદ્ધાચલજી અને ગિરનારને માટે સઘ કાઢયે હતું, જેમાં સંઘ શત્રુંજય પહોંચે ત્યારે શત્રુંજય ઉપર શ્રી ભૂલનાયક આદીશ્વર ભગવાનના પ્રાસાદને ૨૧ ઘડી સુવર્ણ વ્યય કરી સુવર્ણથી મઢાવ્યા, અને અઢાર ભાર સેનાના દડકળશ કરાવી ચઢાવ્યા. તેમજ આ સંઘ જ્યારે ગિરનાર પહોંચ્યો ત્યારે દિલ્હીથી સમ્રાટ અહલાદીનને માન્ય પૂરણ નામને અગ્રવાલ જે દિગંબર હિતે તે પણ સંધિ લઈ ગિરનાર આવ્યું હતું. તીર્થની માન્યતા માટે બને સ ઘોમાં વિવાદ થયે આખરે એમ ઠ" કે જે વધારે બાલી બેલે એનું તીર્થ. પેથડ શાહ ૫૬ ભાર સેનાની ઉછામણ બાલ્યા અને તીર્થમાળ પહેરી તીર્થને
તાંબર સંઘનું કર્યું. તેમજ અગિયાર લાખ દ્રવ્ય ત્યાં સાધર્મિક વાત્સલ્યાદિમાં ખર્ચા બત્રીશ વર્ષની ભરજુવાનીમાં બ્રહ્મચર્ય સ્વીકાર્યું. દેવગીરી માં સુંદર ભવ્ય જિનમંદિર બનાવ્યું જેમાં ચોરાશી હજાર ટાંક ખર્ચા. ૧૩૩૫ માં આ મંદિર બન્યું છે. આ સિવાય ઝાંઝણકુમાર, મત્રી ચ દાશા, ઉપમંત્રી મંડન, સંગ્રામસિહ ની જેમણે બે લાખ અને આઠ હજાર સેનામહેરે ખરચી પીરતાલંશ આગમની સુવર્ણમય પ્રતે લખાવી હતી.) જીવણ અને મેઘરાજ દિવાન, ઉપમંત્રી ગોપાલ, પુંજરાજ અને મંત્રી મુંજરાજ, શ્રી શ્રીમાલ ભૂપાલ, લઘુ શાલિભદ્ર જાવડશા, ચેકલાકશાહ, ધનકુબેર ભે સાશાહ, જેઠા શાહ, અખદેવ, નિખદેવ, ગદાશાહ, આસુદેવ આદિ આદિ ઘણું પવિત્રાત્માઓ, ધનકુબેરે, દાનવીર, ધર્મવીર, શૂરવીર સરસ્વતીપુત્રો અહી થયા છે અને જેમની કીર્તિ અદાવધિ જૈન સાહિત્યગ્રંથમાં સુવર્ણાક્ષરે લખાયેલ છે તેમજ મહાન જૈનાચાર્યો શ્રી ધર્મઘોષસૂરિજી, જ્ઞાનસાગરસૂરિજી, સાધુસૂરિજી, સુમતિ રત્નસુંદરસૂરિજી, જિનચંદ્રમુનિ, જિનભસૂરિજી વગેરે અનેક સાધુ મહાત્માઓ ચૌદમી સદીથી તે ઠેઠ સેલમી સદી સુધી અહી પધાર્યા હતા. અને ધર્મોપદેશ આપી, ગ્રંથરને બનાવી આ પ્રાંતને પુનિત અને અમર કર્યો છે.
જેમણે નવ ગ્રંથો બનાવ્યા છે અને દરેક ગ્રંથને અંતે મડન નામ આવે તેમ રાખ્યું છે. સાથે જ તેમના કુટુંબી ધનદ પણ મહાવિદ્વાન ક્યા છે અને તેમણે શૃંગારધનદ, નીતિધનદ અને વૈરાગ્યધનદશતક ગ્ર બનાવ્યા છે. તેમના લખાવેલાં પુસ્તક પાટણના ભંડારમાં છે. આ દરેક મંત્રીઓ, શ્રીમત, દાનીરે, ધર્મરીનો પરિચય “અમારા મહાન જૈનાચાર્યો' નામના પુરતકમાં આવશે ત્યાંથી જોઈ લેવા ભલામણ છે.