________________
મહાવીરજી
૩૯૮ :
[ જેન તીર્થોને
પ્રતિમા બનાવ્યાં તેમના શિયલના પ્રભાવે પ્રતિમાજી વજીમય થઈ ગયાં. પતિ પની દર્શન પૂજન કરીને ગયાં અને પ્રતિમાજી ત્યાં જ રહ્યા. બાદ અહીં મંદિર બન્યું અને રાવણ પાશ્વનાથજીના નામથી તીર્થ પ્રસિદ્ધ થયું. અત્યારે પણ મંદિર વિશાલ અને ભવ્ય છે એમ તેનાં ખંડિચેર પરથી જણાય છે. મંદિર ખાલી પડયું છે. વિરછેદ તીર્થ છે.
અલવરના કિલ્લાને ભાગ ખેદતાં ત્યાંથી પ્રાચીન મંદિર, ઉપાશ્રયનું સ્થાન નીકળ્યું છે. લેખ ૧૬ર૩નો છે.
મહાવીરજી. આ તીર્થસ્થાન જયપુર સ્ટેટમાં આવેલું છે ચંદનગાંવ સ્ટેશનથી થોડે દૂર છે. આ તીર્થ , પલીવાલેનું સ્થાપિત છે. વિ સં ૧૮૨૬માં દિવાન
ધરાજજી પલ્લીવાલે અહીં મંદિર બંધાવ્યું. મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે. જો કે હાલના જયપુર ૨ત્યના કેટલાક દિગંબરી જૈનાએ સત્તાધીશ બની આ તીર્થ દિગંબર બનાવવા કેશીશ કરી છે, પૂજનવિધિ વેતાંબરી ચાલે છે.
આ તીર્થને જેન જેને બધાય માને છે દિવાન જેઘરાજજીએ બનાવેલાં બીજા મદિરા અત્યારે પણ શ્વેતાંબરી છે. (૧) ભરતપુરના મંદિરમાં મૂલનાયકજી તેમના બનાવેલા છે. તે શ્વેતાંબરી છે. (૨) હિંગનું મદિર અને કરમપુરનું મદિર પણ વેતાંબરી જ છે તેમજ દિવાન જોધરાજજીની વિ સં ૧૮ર૬ની બનાવેલી મૃતિ મથુરાના અજાયબ ઘરમાં છે તે પણ ચેતાંબરી છે. દિવાન જેધરાજજી શ્વેતાંબર મૂર્તિ પૂજક પલ્લીવાલ જેન હતા.