________________
રતલામ-સાવલીજી
: ૩૪ :
[ જૈન તીર્થોને શ્રી ઋષભદેવજીના પ્રાચીન મંદિરને હમણાં જીર્ણોદ્ધાર થયો છે અને શ્રી સિદ્ધચક્રઅને સુદર પટ કરાવ્યો છે. મુનિરાજ શ્રી ચંદ્રસાગરજી વગેરેએ આ વિષયમાં સારો પ્રયન ઉઠાવ્યો છે. કુલ ૧૫-૧૭ જિનમંદિરો છે. શહેરથી ૨૨ માઈલ દૂર ભેંસેગમાં શ્રી પાર્શ્વનાથ પ્રભાવતીનું મંદિર છે. તેમજ બે માઈલ દૂર જયસિંહ પરામાં અને આઠ માઈલ દૂર હસામપુરમાં પણ જિનમંદિર છે. શ્રાવકેની વસ્તી શહેરમાં સારી છે.
તેરમા સૈકામાં ઉજેન મુસલમાનોના હાથમાં ગયું. ૧૫૬૨ માં મોગલ સમ્રાટ અકબરે તેને જીત્યું અને ૧૭૫૦ માં સિંધીયા સરકારે જીત્યું.
અહીં ભતૃહરી ગુફા, સિધ્ધવડ વગેરે જોવા લાયક છે. મારાજા સવાઈ જયસિંહ જયારે માળવાના સૂબા હતા ત્યારે તેમણે એક સુંદર વેધશાળા બનાવી હતી તે પણ ક્ષિપ્રાકિનારે આ જ વિદ્યમાન છે. ઉજજૈન ભારતવર્ષનું ગ્રીનીચ ગણાય છે. ક્ષિપ્રા નદીની વચમાં રહેલ કાલીયાદેહ મહેલ પણ જોવા લાયક છે.
રતલામ. માળવામાં રતલામ મોટું શહેર ગણાય છેઅહીં સુંદર દશ જિનમદિરે છે. આમાં શ્રી શાંતિનાથજીનું તપગચ્છનું મંદિર કહેવાય છે તે ભગ્ય અને પ્રાચીન છે. ભૂતિ સંપ્રતિ મહારાજાના સમયની પ્રાચીન છે. મદિરે સુંદર અને દર્શનીય છે. શ્વેતાંબર જૈન ધર્મશાળા છે. જેનેની વસ્તી પણ સારા પ્રમાણમાં છે. રતલામના દરબાર સાહેબે મેટા મન્દિરના જીર્ણોદ્ધાર સમયે સારી રહાયતા આપેલી અને મંદિરખર્ચ પેટે બે ગામ આપ્યાં છે.
સેંબાલીયા રતલામથી પાંચ કેશ દૂર અને નીમલીના સ્ટેશનથી એક કેશ દૂર સૈબાલીયા આવેલું છે. અહી શ્રી શાંતિનાથજીનું પ્રાચીન ભવ્ય મંદિર છે. પ્રતિમાજી વિનાં છે. બહુ જ પ્રભાવિક અને ચમત્કારી છે. અહીની મૂર્તિ પૂર્વાચાર્યજી મહારાજે આકાશમાર્ગેથી લાવી સ્થાપના કરેલી છે. ભાદરવા શુદિ બીજે પ્રભુજીના અંગમાંથી અમી ઝરે છે. દેરાસરજીની પાસે જ સુંદર ધર્મશાળા છે. સેંબાલીયાના ઠાકોરસાહેબે મંદિરજી માટે બગીચ-વાવડી વગેરે આપેલ છે.
સાવલીજી તીર્થ રતલામથી આગળ જતા નીમલી સ્ટેશનથી ૪ માઈલ દૂર સાવલીયાજી તીર્થ આવેલું છે. અહી શ્રી પાર્શ્વનાથજીનું સુંદર મદિંર છે. પ્રતિમાજી મનહર શ્યામ છે. અહીં પણ ભા. શુ, બીજના અમી ઝરે છે. કેઈ સુસલમાને આ મૂર્તિને ખંડન કરવા પ્રયત્ન કર્યો હતો જેનું નિશાન નજરે પડે છે,