________________
ઇતિહાસ ] ઃ ૭પ :
શ્રી શત્રુંજય આ દહેજ સિંહનિષવા નામના ચિત્યાકારે છે. બે, દશ, આઠ ને ચાર એ પ્રમાણે ચારે દિશાએ પ્રભુજીના સમનાસાવાળાં બિંબ છે. રાવણની વીણ વગાડતી તથા મંદિરીની નૃત્ય કરતી મૂતિ દેખાડવામાં આવી છે. લબ્ધિવંત ગૌતમસ્વામીજીની પ્રતિમા પણ સ્થાપી છે. પગથીયામાં તાપને પણ ચીતરેલા છે.
'અંગૂઠે અમૃત ” વસે, લંધિત ભંડાર,
તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલ દાતાર ગૌતમસ્વામીજીના હાથે જેમણે દીક્ષા લીધી તે તમામ કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા. અષ્ટાપદજીના દહેરાથી રાયણ વૃક્ષના ખુણા સુધી દહેરી ૧૫, ગેખલા ૩, પ્રતિમાજી ૭૫ પગલાં જેડ ૧૯ તથા ગૌતમસ્વામીજીની મૂર્તિ છે.
નવા આદીશ્વરજીનું દહેર આ દહેરૂં મૂળ મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાળે બંધાવેલું છે પરંતુ હાલમાં તેમાં સુરતવાળા તારાચંદ સંઘવીએ ગયા સૈકામાં પ્રભુની પ્રતિષ્ઠા કરાવેલ શ્રી આદિનાથ પ્રભુની મૂતિ મૂળ નાયક તરીકે બિરાજમાન છે. ગયા સિકામાં તીથપતિ મૂલનાયકજી શ્રી આદીશ્વરજી ભગવાનના દહેરામાં પ્રભુજીની નાસિકાના ટેરવા ઉપર વીજળી પડતાં નાસિકા ખંડિત થયેલી જાણ શ્રી સંઘે નહિ પૂજવાની મરજી કથૌથી મૂલનાયકને ઉત્થાપન કરી તેમની જગ્યાએ નવા આદીશ્વરજીના બિંબને સ્થાપન કરવાનું ધાર્યું, તેથી આ ભવ્ય, મનોહર, વિશાલ ભાલવાળું નવું બિંબ લાવવામાં આવ્યું હતું. પરંતુ અધિષ્ઠાયકના ચમત્કાર સાથે “ના” એ અવાજ આદેશ થવાથી તથા શ્રેષ્ઠીને સ્વપ્નામાં વળતા (૫છીના) ઉધ્ધાર વિના નહીં ઉઠવાનું જણાવ્યાથી મલનાયકને ઉત્થાપન કરવાનું બંધ રહ્યું. નાકનું ટેરવું રૂપાનું કરાવ્યું તથા નવા બિંબને-શ્રી આદીશ્વરજીની નવી પ્રતિમાજીને વસ્તુપાલ તેજપાળે બંધાવેલા આ દહેરામાં પધરાવ્યા. આ દહેરૂ દાદાના દહેરે જતા ડાબા હાથ ઉપર છે એમાં પ્રતિમાજી ૫૧, પાષાણના સિદ્ધચક્ર ૨, પગલા જોડ ૧, તથા વિજય શેઠ વિજયા શેઠાણી તેમજ સમરાશાહ શેઠ શેઠાણીની મૂર્તિ જેડ ૨ છે.*
કે અહીં મોટી ટુંકમાં કેટલેક ઠેકાણે શ્રાવકશ્રાવિકાની મૂર્તિ છે પરંતુ ભાવિક શ્રાવક તે મૂર્તિને વિજય શેઠ અને વિજય શેઠાણી તરીકે માને છે. વાસ્તવિક રીતે આ યુગલ મૂતિઓ મંદિર બંધાવનાર, જીદ્ધાર કરાવનાર કે કોઈ મોટું કાર્ય કરી તીર્થપ્રભાવનામાં, શોભામાં ભાગ લેનાર શ્રાવક શ્રાવિકની મૂતિઓ છે.
ચદિ કોઈ ઇતિહાસ પ્રેમી પ્રયત્નપૂર્વક આ યુગલમૂર્તિના લેખો પ્રકાશિત કરે તે ઈતિહાસમાં નવીન પ્રકાશ પડે તેમ છે. ગુજરાતના પ્રસિદ્ધ મંત્રી મુંજાલની મૂર્તિ અહીં છે. તેની નીચે લખ્યું છે . == આવા બીજા લેખે પણ છે. ઉપર્યુક્ત નવા આદીશ્વરજીના દેહરામાં વિજય શેઠની મૂર્તિ નીચે. સં. ૧૪૫૪ ઓસવાલજ્ઞાતીય ” આટલુ વંચાય છે.
બીજી મૂર્તિ સભરાશાહ અને તેમની પત્ની છે, જેમાં લેખ નીચે પ્રમાણે છે-