________________
દીવ બલેજા
: ૧૩૮ :
જૈિન તીર્થને પાળે છે. તેમનું બંધાવેલું એક સુંદર જિનમદિર દેલવાડામાં છે. મૂલનાયક શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથજી છે. વિ. સં. ૧૭૮માં આ મંદિરનો જીર્ણોધ્ધાર થયાને લેખ છે.
દીવમંદિર આ પ્રાચીન નગર છે. જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ દીવબંદરના સંઘના આગ્રહથી સિધ્ધાચલજીની યાત્રા કરી ચાતુર્માસ માટે અહીં ૧૯૫૦ માં પધાર્યા હતા. તે વખતે આ શહેર ઘણું જ ઉન્નત સ્થિતિમાં હતું. અહીં અત્યારે શ્રાવકેનાં ઘર ઘેડા જ છે. પિર્ટુગીઝ રાજ્ય છે. નવલખા પાર્શ્વનાથજીનું સુંદર વિશાલ જિનમંદિર છે અને પાસે જ નેમિનાથજી અને શાંતિનાથનાં બે મંદિરે છે. ત્રણે મંદિરમાં કુલ ૩૨ જિનબિંબ છે. નવલખા પાશ્વનાથજીની પ્રતિમાજી બહુ જ મનહર અને આકર્ષક છે. સાથે જ નવલખે હાર અને નવલખા મુગટની પણ પ્રસિધ્ધિ હતી. અત્યારે તે સમય નથી. એક ધર્મશાલા અને ઉપાશ્રય છે, જેમાં ચતિજી રહે છે. તેમની પાસે પુસ્તકભંડાર પણ સારે છે.
દીવમાં કિલ્લે, મહેલ વગેરે જોવાલાયક છે.
દીવ બંદર અજારાથી છ માઈલ દૂર છે. દેલવાડાથી પાંચ માઈલ દૂર છે. ત્યાં ઘઘલા થઈને નાવમાં બેસી દીવબંદર જવાય છે. ઘઘલામાં માછીમારોની વસ્તી છે. ત્યાંથી દસ મિનિટમાં સામે પાર જવાય છે. હોડીમાં બેઠા સિવાય જવાય તેમ નથી. દીવથી દેલવાડા આવી, અજારા થઈ ઉના જવાય છે. ત્યાંથી મહુવા ર૫ કેશ દૂર છે ત્યાં પણ જવાય છે અને વેરાવલ આવવું હોય તે વેરાવલ પાછું અવાય છે.
બલેજા–અરેચા પાર્શ્વનાથજી. માંગરોળથી પિરબંદરની મોટર સડકે જતાં વચમાં બાર ગાઉ ઉપર બલેજાબરેથા ગામ છે ત્યાં બલેજા પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. પ્રતિમાજી વેળુનાં બનેલા છે. ઉપર લેપ છે. એક વાર કેટલાક વ્યાપારીઓ વહાણ લઈ અરબી સમુદ્રમાં પ્રયાણ કરી રહ્યાં હતા એવામાં એકદમ તેમનાં વહાણ રેકાઈ ગયાં-થંભી ગયાં. થોડા સમયમાં સમુદ્રમાંથી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી નીકળ્યાં. સાર્થવાહાએ આ પ્રતિમાજી બગમાં મંદિર બંધાવી પધરાવ્યાં, પ્રતિમાજી ઘણુ જ પ્રાચીન ચમત્કારી અને મનહર છે. અજેને પણ ભક્તિથી પૂજે છે. આ રસ્તે શ્રાવકાના ઘર ન હોવાથી માંગરોલ અથવા પોરબંદરથી પ્રાયઃ સઘ અવારનવાર આવે છે. બલેજા ગામ તે તદ્દન નાનું છે.
માંગલમાં બે મંદિરો છે. તેમાં એકમાં તે શ્રી નવપવ પાશ્વનાથની મનહર પ્રાચીન મૂર્તિ છે. બીજામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી છે. માંગળનું પ્રાચીન નામ “મગળપુર છે. આ નગર ઘણું જ પ્રાચીન છે. અહીંથી સમુદ્રકિનારે ફક્ત ત્રણ માઈલ દૂર છે. મહારાજ કુમારપાલના સમયે અહી મંદિર બન્યું
જુએ હીરસૌભાગ્ય કાવ્ય