________________
-
-
ઈતિહાસ ]
: ૩૭૫ :
મેવાડની પંચતીથી મેવાડાધીશ રાણા ત્રિસિહેજ વીર નિર્વાણ સં. ૧૭૫૫માં, વિ. સં. ૧૨૮૫માં આચાર્ય શ્રી જગતચંદ્રસૂરિજીને તપ'ની પદવીથી અલંકૃત કર્યા. ત્યારથી તેઓને શિષ્યપરિવાર “તપગણુ” નામથી પ્રસિદ્ધિ પામ્યો.'
અઘાટપુરમાં સાંડેરક ગચ્છના શ્રી યશોભદ્રસૂરિજીના હાથે અલ્લટસ (અહલુએ) શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી.
આજ અઘાટપુરમાં ચૈત્રસિહના રાજ્યકાલમા હેમચંદ્ર નામના શ્રેષ્ઠીએ બધાં આગમ તાડપત્ર ઉપર લખાવ્યાં હતાં જેમાંથી દશવૈકાલિકસૂત્ર, પાક્ષિકસૂત્ર અને ઘનિર્યુક્તિની તાડપત્રીય પ્રતે ખંભાતના શ્રી શાંતિનાથજીના ભંડારમાં છે
આ જૈત્રસિંહનો રાજ્યકાલ ૧૨૭૯થી૧૩૦૯ સુધી હતે.
આ આઘાટપુર એક પ્રકારનું તપ તીર્થ છે. સુપ્રસિદ્ધ વડગચ્છમાં જગચંદ્રસૂરિજીના શિષ્યાનું તપગચ્છ નામ પડયું. અઘાટમાં પ્રાચીન ચાર જિનમંદિર છે. તેમાં એક તે મહારાજા સંપ્રતિના સમયનું છે. તેમાં રાા હાથ મટી શ્રી ત્રષભદેવ ભગવાનની પ્રાચીન પ્રતિમા છે. આ સિવાય શ્રી શાંતિનાથજી, શંખેશ્વર પાર્શ્વનાથજી, અને સુપાર્શ્વનાથજીનાં ભવ્ય મંદિરો છે. સુપાર્શ્વનાથજીની મૂર્તિ પણ રાજા સ પ્રતિના સમયની છે. આ મંદિરમાં રગમડામાં ત્રણ ચરણપાદુકાઓ છે તેના ઉપર ૧૬૯માં ભટ્ટારિક શ્રી હીરાવજયસૂરિજીના સમુદાયના સુપ્રસિધ્ધ ભાનુચછે ઉ. નું નામ છે. ઉદેપુર આવનાર દરેક યાત્રી આ તપતીર્થ નાં અવશ્ય દર્શન કરે. કવિ હેમ અઘાટપુરનાં મદિરનું વર્ણન આ પ્રમાણે આપે છે– ,
આઘાટ ગામ હે પ્રસિદ્ધ તપાબિરૂદ હી નિહા કીધ, દેહરા પંચકા મંડાણ શિખરબધ હે પરિચાન; પાશ્વ પ્રવ્રુછ જિનાલય પળો પરમહે દયાલ, શ્રી ભીમરાણા કા મુકામ તિસ કહત હે અબ કામ, ”
મેવાડની ૫ ચતીથી મેવાડમાં અત્યારે લગભગ પોણે લાખ જનોની વસ્તી છે, પરંતુ નાગરા આહ, કુંભલગઢ, જાવર, ચિત્તોડ, દેલવાડા, ઝીલવાડા, કેલવા અને કેલવાડા આદિના અનેક વિશાલ પ્રાચીન મંદિર, અને પ્રાચીન મંદિરનાં ખડે જોતાં એ કલ્પના કરવી અસ્થાને નથી કે એક સમયે મેવાડમાં લાખો જેનોની વસ્તી હોવી જોઈએ. કહેવાય છે કે એક સમયે સાડા ત્રણ મંદિર હતાં તેવી જ રીત કુંભલગઢમાં લગભગ તેટલાં જ મદિર હતાં. ઉજજડ થએલી જાવર નગરીનાં
* મેવાડના રાણા જેવસિંહના સં. ૧૨૭૦થી૧૩૦૯ના શિલાલેખો મળે છે. સરિઝના ઉપદેશથી મેવાડ રાજયમાં જય કિલ્લે બને ત્યાં પ્રથમ ભાષભદેવજીનું મંદિર બને તેવી રીતે પ્રથા છે.