________________
ઇતિહાસ ]
: ૩૮૧ :
દેલવાડા-દેવકુલપાટક . આ ઉપરથી એમ લાગે છે કે-હાલનું મંદિર મંત્રીશ્વર ઝઝણનું હોય વપિ પાછળથી તેનો જીર્ણોધ્ધાર થયા છે તેમાં સન્ટેડ નથી કિ મંદિરની ભવ્યતા જે છે તે તે પ્રાચીન જ છે.
આ મંદિરમાં બે વિશેષતાઓ છે. એક તે રંગમંડપના ઉપરના ભાગમાં મરિજીદને આકાર દેખાય છે. કહે છે કે બાદશાહ અકબર જ્યારે અહીં આવ્યું ત્યારે તેણે આ આકાર બનાવરાવ્યા હતા કે જે જોઈ મુસલમાન તેડી ન શકે, પરંતુ આ વાતમાં કેટલું તથ્ય છે તે તપાસવાની ખાસ જરૂર છે. અથવા તે મુસલમાની જમાનામાં મંદિરની રક્ષા માટે પાછળથી આ આકાર કેઈએ બના હોય.
બીજી વિશેષતા એ છે કે-મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ એવી રીતે બિરાજમાન છે કે સામેના એક છિદ્રમાંથી પિષ વદિ દશમે સૂર્યનાં કિરણે બરાબર પ્રભુ ઉપર પડતાં પરંતુ પાછળથી જીર્ણોદ્ધાર કરાવનાર મહાનુભાવે દિવાલ ઊંચી કરાવી કે જેથી હવે તે પ્રમાણે નથી થતું.
આ તીર્થની ઘણા સમયથી પ્રસિધ્ધિ ન હતી કિન્તુ સ્વર્ગસ્થ શેઠ લલ્લુભાઈએ આ તીર્થને પ્રસિદ્ધિમાં આપ્યું. હાલમાં ઉદેપુર છે. જૈન સંઘતીર્થકમેટી તીર્થ સંભાળે છે. તીર્થની દેખરેખ શ્રીયુત કનકમલજી બહુ જ સારી રીતે રાખે છે.
શાંતિનાથજીનું–આબદજીનું મંદિર છે. બાકી હાલમાં ખંડિયે પડ્યાં છે ત્યાં ઘણી પ્રાચીન વસ્તુઓ અને શિલાલેખે, ખડિત મૂતિઓ વગેરે ઉપલબ્ધ થાય છે.
ઉદેપુર આવનાર દરેકે આ તીર્થની યાત્રા અવશ્ય કરવી.
એકલિંગજીનું પ્રસિધ્ધ ગણાતુ વૈષ્ણવ મંદિર પણ જેન મંદિર છે. અત્યારે પણ ત્યાં મૂળ મદિરની બાજુમાં જે દેરીઓ છે ત્યાં પાટડા ઉપર નાની નાની ન મૂર્તિઓના આકાર છે. મૂલ મંદિરની મૂલ મૂતિ પણ દરેકને બતાવતા નથી. બહારથી વસ્ત્રથી આચ્છાદિ મૂતિને વૈષ્ણવ ભાવિકે નમે છે. આનું પ્રાચીન નથી. નામ કારપુર પણ છે. અહીં સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી ન મદિર બન્યું છે.
દેલવાડા–દેવકુલપાટક એકલિંગજીથી ૩-૪ માઈલ દૂર દેલવાડા નામનું ગામ છે. દેલવાડામાં અનેક પ્રાચીન જિનમંદિર હતાં. અહીંથી મળેલા શિલાલેખો માટે શ્રી વિજય ધમસુરિજી મહારાજે દેવકુલપાટક પુસ્તક પ્રકાશિત કર્યું છે તથા પુરણચંદજી નહારે જેન લેખ સગહ ભા. ૨ માં પણ ઘણા લેખ પ્રકાશિત કર્યાં છે. હાલમાં તે ત્રણ મંદિરો વિદ્યમાન છે.
ગુર્નાવલીમા લખ્યું છે કે-મંત્રીશ્વર પેથડે કરડામાં પાર્જન થજીનું મંદિર બંધાવ્યું श्रीपार्थः करहेडके।