________________
ઇતિહાસ ]
: ૩૮૫ :
ચિત્તોડગઢ , શ્રી નેમિનાથજીના મંદિરનું નામ શીલવિજ્યજી અને જિનતિલકસૂરિજીએ પિતાની તીર્થમાળાઓમાં પણ લીધુ છે. શ્રી સંમતિલકસૂરિજીએ બનાવેલા એક તેત્રમાં અહિંનું નેમિનાથનું મંદિર પેથડશાહે બનાવ્યાને ઉલેખ છે.
- ચિત્તોડગઢ મેવાડની પ્રાચીન રાજધાની વીરપ્રસુ ચીત્તોડી ભાગ્યે જ કેઈ ભારતીય વિદ્વાન અનભિજ્ઞ હશે. ઈતિહાસમાં આ વીર ભૂમિ અદ્વિતીય ગણાય છે.
ચિત્તોડ ગામ ચિત્તોડ જકશનથી સ્ટેશનથી બે માઈલ દૂર છે અને ગામની તલાટીથી પાંચસો ફીટની ઊંચાઈ પર ચિત્તોડગઢ છે. ગઢ ઉપર જતાં ફેર ખાતા સાત દરવાજા વટાવવા પડે છે. ગઢની લ બાઈ સવાત્રણ માઈલ અને પહોળાઈ અધી માઈલ જેટલી છે. ગઢ ઘણે જ પ્રાચીન છે. પાંચ પાંડેમાંના સુપ્રસિધ્ધ બલવાન,
Mા ભીમે બનાવેલ આ ગઢ છે. અહી ભીમના નામથી ભીમડી, ભીમતલ આદિ રથાને વિદ્યમાન છે. ત્યારબાદ આ ગઢને મોર્થવશી રાજા ચિત્રાંગદે ઉધાર કરા તેથી ગઢનું નામ ચિત્રકૂટ પ્રસિદ્ધ થયું. અમારી પાસેના એક હસ્તલિખિત પાનામાં કે જેમાં હિન્દના ઘણાં નગર વસાવ્યાનું સંવત વાર જણાવ્યું છે તેમાં લખ્યું છે કે “સંવત ૯૦૨ વર્ષે ચિત્ર-ચિત્તોડગઢ અમરસિંહ રાણે વસાવ્યો અને કિલે કરા.” સુપ્રસિદ્ધ ક. કા. સર્વશ આચાર્ય હેમચંદ્રસૂરિજી મહારાજ સકલાર્વતસ્તેત્રમાં ચિત્તોડને યાદ કરતાં જણાવે છે– ,
वैभारः कनकाचलोऽबुंदगिरिः श्रीचित्रकूटादयस्तत्र श्रीऋपमादयो जिनवरा कुर्वतु वो मंगलम् ।। ३३॥
અર્થાત ચિત્તોડ એક પ્રાચીન જૈનતીર્થ છે. સુપ્રસિદ્ધ ૧૪૪૪ થના પ્રણેતા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીનું જન્મસ્થાન ચિતોડ જ હતું. તેમને ઉપાશ્રય અને પુસ્તક ભંડાર અહીં કહેવાય છે. સિદ્ધસેનદિવાકર પણ અહી વિદ્યા સિદ્ધ કરવા પધારેલા.
અહી ૧૪૩માં વીસલ શ્રાવકે પ્રતિષ્ઠા કરાવી હતી. બાદમાં ૧૪૪૪માં જિનરાજસૂરિજીએ આદિનાથબિ બની, ૧૪૮૯મા શ્રી સમસુદરસૂરિજીએ પચતીથીની પ્રતિષ્ઠા કરાવી હતી. આ સિવાય મહારાણ મેકલજીના સમયમાં તેમના મુખ્ય પ્રધાન સરકૃપાલજીએ પુષ્કળ દ્રવ્ય ખચી" ઘણું જિનમદ્વિ બંધાવ્યાં હતાં. આજે તે ઘણાં જૈન મંદિરના ખંડિયેર પડયા છે તેનાં નામ પણ બદલાઈ
કે અત્યારે તે શ્રી પાર્શ્વનાથજી કે નેમિનાથજીનું મંદિર નથી. ગુર્નાવલીમાં શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ પણ લખે છે કે પેથડશાહે નાગહદમાં મંદિર બંધાવ્યું હતું.