________________
E
શ્રી જીરાવલા પાશ્વનાથજી : ૩૦૬ :
[ જૈન તીર્થો ભરવાડણે આ નજરે જોયેલી હકીકત ધાન્યલ શેઠ વગેરે મુખ્ય મુખ્ય પુરુને કહી. તેમણે પણ આ સ્થાન જાતે જઈને નજરે જેરું અને તેમને પણ આશ્ચર્ય થયું. પછી રાત્રે નમસ્કાર મંત્રનું સ્મરણ કરીને સૂતા હતા ત્યારે રાત્રે લીલા શેઠા ઉપર બેઠેલા સુંદર સવરૂપવાન પુરુષે સ્વપ્નમાં શેઠને કહ્યું કે-જે જગ્યાએ તારી ગાય દૂધ આવે છે ત્યાં પાર્શ્વનાથ ભગવાનની સ્મૃતિ છે, હું તેમને અધિષ્ઠાયક દેવ છું. દેવાધિદેવની મહાપૂજા, પ્રભાવના થાય એવું તું કર.” આમ કહી દેવ અંતર્ધાન (અદશ્ય થયા. પ્રાતઃકાલે શેઠે ત્યાં જમીન ખેદાવી અને શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિને બહાર કાઢી રથમાં બેસારી, એટલામાં જીરાપલ્લી ગામનાં માણસે આવ્યા. સ્મૃતિને જોઈને તેઓ બાલ્યા-અમારા સીમાડામાંથી નીકળેલી મતિને તમે કેમ લઈ જાઓ છે? આ સ્મૃતિ અમે લઈ જઈશું. આમાં બન્ને પક્ષેને વિવાદ થશે. પછી વૃદ્ધ માણસેએ કહ્યુંભાઈઓ, વિવાદ શા માટે કરે છે? રથને એક બળદ આપણે જેડ અને એક બળદ જીરાવલાને જોડે, એમ બે બળદ જોડે. એ બળદ એની મેળે રથને લઈ જાય ત્યાં ચૂતિ જાય. આ પ્રમાણે કરવામાં આવ્યું. બળદ રથને જરાપલ્લી તરફ લઈ ગયા. જીરાવલાના મહાજને ઉત્સવપૂર્વક પ્રભુજીને નગરપ્રવેશ કરાવ્યું.
અહીં શ્રી મહાવીર પ્રભુનું સુંદર મંદિર હતું. શ્રી સંઘે સર્વ સઘની અનુમતિ લઈ ભૂલનાયકજીને અન્યત્ર પધરાવી તે સ્થાને શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ બિરાજમાન કરી. આ પ્રતિષ્ઠા શ્રી અજિતદેવસૂરિજીએx ૧૧૯૧ માં કરાવી છે.
પ્રતિષ્ઠા પછી ટૂંક સમયમાં જ આ સ્થાન તીર્થરૂપે પ્રસિદ્ધિ પામ્યું. તીર્થને મહિમા વચ્ચે. અનેક લેકે ત્યાં આવતા અને વિવિધ પ્રકારના અભિગ્રહ રાખતા, અને તેમના અભિગ્રહો અધિષ્ઠાયક દેવે પૂર્ણ કરતા હતા, જેથી તીર્થને મહિમા તરફ ફેલાવા માંડ્યો. તીર્થની વ્યવસ્થા “ધાધૂલ” શેઠ કરતા હતા.
એક વાર જાવાલીપુરથી મુસલમાનની સેના ચઢી આવી. અધિષ્ઠાયક દેવે તીર્થરક્ષા કરી સેના લઈ સામે જઈ યુદ્ધ કર્યું અને મુસલમાન સેનાને નસાડી મૂકતેને પરાજિત કરી સેના તે હાર ખાઈ ચાલી ગઈ પરંતુ તેમાં સાતશેખર મેલવીએ હતા. તેઓ જૈન સાધુને વેશ પહેરી, ગુપ્ત રીતે મંદિરમાં શત રહ્યા. પોતાની સાથે ગુપ્ત રીતે લેહીના ભરેલા સીસા લાવ્યા હતા, તેમાંથી લેાહી કાઢીને છાંટયું, મંદિર અપવિત્ર કર્યું અને મતિને ખંડિત કરી. લેહીના સ્પર્શથી દેવને પ્રભાવ ચાલ્યા જાય છે-આવાં શાસ્ત્ર વચન છે. મૂર્તિને ખંડિત કર્યા પછી શેખેને પણ ચેન ન પડ્યું. હુવારમાં લોકેએ આ જોયું. ત્યાંના રાજાએ તેમને પકડ્યા અને મારી ન ખાવ્યા. આવા ઘેર પાપનું ફુલ તત્કાલ જ મલે છે.
* પાર્શ્વનાથ ભગવાનનું નવું ભવ્ય જિનમદિર બનાવ્યું અને નવા મંદિરમાં - પાશ્વનાથ ભગવાન સ્થાપિત કરો.
શ્રી અજિતદેવસૂરિજી બારમી શતાબ્દીના પ્રસિદ્ધ આચાર્ય છે. તેઓ વાદિ શ્રી દેવસૂરિજીના ગુરુભાઈ થાય છે.