________________
ઇતિહાસ ] : ૩૩૫ :
અજાણી અહીં ત્રણ મંદિર છે. ચિંતામણી પાર્શ્વનાથજી, આદિનાથજી અને મહાવીર પ્રભુનું. ચિંતામણી પાર્શ્વનાથજીના મેટાં મંદિરમાં પાછળના ભાગમાં શત્રુંજય, ગિરનાર, આબુ, પાવાપુરી, સમેતશિખર, અષ્ટાપદજી વગેરેના સુંદર પડે છે અને શ્રી સિધ્ધચક્રજીનું સુંદર મંદિર છે. મૂલ મંદિરના ગરા બહારના બારસાખ ઉપર ૧૨૫૮ અને ૧રર૮ ને લેખ છે. શ્રાવકેના ૧૨૦ ઘર છે. ધર્મશાળા અને ઉપાશ્રય વગેરે બધું સાધન સારું છે, શ્રાવકે બહુ ભાવિક છે.
પીંડવાડાથી આગળ વધવું, પ્રથમ અજારીની યાત્રા કરી આવવી, પછી નાણાબેડા થઈ મોટી પંચતીથીમાં જવું
પીંડવાડાથી ત્રણ માઈલ દૂર અજારી છે. અહીં ગામ બહાર બાવન જિનાલયનું પ્રાચીન મંદિર છે. મૂળનાયક શ્રી વીર પ્રભુની સુંદર પ્રતિમા છે. મૂલ ગભારાની બહાર નાણુકીય ગચછના આચાર્ય મહેન્દ્રસૂરિ અને શાન્તિસૂરિની પ્રતિમા છે. મૂર્તિ ઘણી જ સુંદર અને પ્રાચીન છે. પ્રદક્ષિણામાં પાછળના ભાગમાં સરસ્વતી દેવીની પ્રાચીન સુંદર મૂર્તિ છે. મંદિરથી શા-૨ માઈલ દૂર એક પહાડીમાં સરસ્વતીની દેરી છે. પ્રતિમાજી પ્રાચીન અને સુંદર છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિજી સરસ્વતીની સાધના કરવા અહીં આવ્યા હતા અને દેવીએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું હતું એટલે લગભગ બારમી શતાબ્દી પૂર્વથી આ રથાન સરસવતી તીર્થરૂપે અને પ્રાચીન જૈન તીર્થરૂપે પ્રસિદ્ધ છે. અજારી પાસે વસંતપુર શહેરનાં ખંડિયેર છે. અજરીથી ૪ માઇલ લગભગ દૂર છે. ત્યાં પ્રાચીન જિનમદિરના ખડિયે અને ખડિત જિનમૂર્તિઓ છે. અહીંની ઘણી મૂર્તિઓ પીંડવાડા આવી છે અને પીંડવાડાના મદિરમાં વિદ્યમાન છે. “ વસંતપુરીમાં દેહરાં છરણ ખરાં, કાઉસ્સગે આદ્રકુમાર બાંભણવાડે સોહત મન મોહતેારે, વીર ચરણ આધાર.” (તીર્થમાથા પૂ.૯૭)
પીંડવાડાથી નાણા છ કેસ-ગાઉ દૂર થાય છે. નાણા સ્ટેશનથી નાણા ગામ એક માઈલ દૂર છે. રસ્તે જગલને અને પહાડી છે લેમિયા વિના જવું ઠીક નથી. શ્રાવકેના ઘર છે, ઉપાશ્રય છે, ધર્મશાલા છે. સાધુમહાત્માઓએ પીંડવાડાથી છ માઈલ દૂર કસીવેરા થઈને ત્યાંથી છ માઈલ નાણુ જવું સારું છે અને રસ્તે પણ સારે છે.
સીરા–પીંડવાડાથી છ માઈલ દૂર પશ્ચિમોત્તર દિશામાં આ ગામ આવ્યું છે. અહી એક સુંદર વિશાલ જિનમંદિર છે. અહીં સુંદર પાષાણની ૧૨ પ્રતિમાઓ છે. અહીના લેખે ઉપરથી 'માલુમ પડે છે કે ૧૧૯૮ મા અહી પ્રતિષ્ઠા થઈ છે. એક બીજો લેખ છે એમાં ૧૨૬૮ ને ઉલ્લેખ છે. આ એક પાત્રાલેખ છે. સીવેરાથી પાડી તે માલણું ૪ માઈલ દૂર છે. અહીં પ્રાચીન સુંદર મંદિર છે. અાથી ચામડી, ભંડાર થઈ બેડા જવાય છે, સીવેરાથી સીધુ નાણુ ત્રણ ગાઉ થાય છે. રસ્તે સારે છે.