________________
નાકોડાજી
(જેન તીર્થોને બહારની ચેકીની પાટ ઉપર એક લેખ છે, જે આ પ્રમાણે છે-- __ "संवत् १५७२ वर्षे आषाढ सुदि १५ दिने राउलश्री वीरमविजयराज्ये विमलनाथप्रासादे श्रीतपागच्छे विमलचंद्रगणिउपदेशेन श्रीहेमविमलरिविजयराज्ये श्रीवीरमगिरीसंघेन नवचतुष्किका कारापिता । सूत्रधारधारसीपुत्र रावत. केन कृतं श्रीरस्तु शुभं ॥
संवत् १५६८ वर्षे आषाढ सुदि ५ दिने गुरुपुष्यनक्षचे राउल श्रीउपकर्णविजयराज्ये श्रीविमलनाथप्रासादे श्रीतपागच्छे भट्टारिकप्रभुश्रीहेमविमलपरिशिष्य चारित्रगणिनामुपदेशेन श्रीवीरमपुरवासि सकल श्रीसंधेन कारापिता रंगमंडपः सूत्रधारदोलाकेन कृतं शुभं भवतु श्रीरस्तु."
આ સિવાય ૧૬૩૩ અને ૧૮૬પના પણ લેખો છે. લંબાણના ભયથી નથી આખ્યા. આ મંદિર સુદર કળામય અને દર્શનીય છે.
૩ ત્રીજું મંદિર શ્રી શાન્તિનાથજીનું છે. ઉપરનાં બને મંદિરો કરતાં ઊંચા ભાગમાં બન્યું હેવાથી આ મંદિરની ઊંચાઈ અને કરતાં વધુ છે તેમજ આ મંદિર પહોળું પણ સારૂ છે. મૂલનાયકની જમણી બાજુમાં આવ્યું છે. અને દૂર દૂરથી આ મંદિરનાં દર્શન થાય છે. આ મંદિર શેઠ માલાશાહે બંધાવ્યું છે. આ મદિરની સ્થાપના માટે જુદી જુદી ત્રણ કિવદત્તીઓ ચાલે છે પરંતુ ત્રણેને મૂળવનિ એક જે છે –
૧. માલાશાહ એક વાર નાકેડા પાર્શ્વનાથજીનાં દર્શન કરવા ગયા. ત્યાં દર્શન કરી એક શ્રાવકને કહ્યું કે આ મંદિર ઊંચાણમાં બધાવ્યું હોય તે સારું. પાસેના શ્રાવકે કહ્યું કે ત્યારે તમે જ બધાને? આ સાંભળી માલાશાહ ઘેર ગયા. - ૨. બીજી બાજુ એવું બને છે કે એમનાં સ્ત્રી દર્શન કરવા ગયાં છે. આગળ બેઠેલી સ્ત્રીઓને તેમણે કહ્યું લગાર પાછાં બેસે, અમારે જલદી ચિત્યવદન કરવું છે. સ્ત્રીઓએ કહ્યું ઉતાવળ હોય તે તમે જ મદિર જુદુ બ ધાવી લ્યો અને એમાં સૌથી આગળ બેસી તમે જ પહેલ ચૈત્યવંદન કરજો. આ સાંભળી માલાશાહના પત્ની ઘેર આવ્યાં. પતિપનીએ આ વસ્તુની આપસમાં વાતચિત કરી, પછી આહારપાણ ત્યાગ કરી દેવી ચકેશ્વરીની આરાધના કરી રાત્રે દેવીએ પ્રગટ થઈને કહ્યું તમે ચિંતા ન કરશો. તમારા પાણીના ટાંકા ઉપર તમને જે મળે તે હેવારમાં હૈ, બસ બધું કામ પાર પડી જશે, હવારમાં ટાંકા ઉપર જોયું તે અંદર પારસમણિ ચળકતે હતે. માલાશાહે સોનું બનાવી આ સુંદર મંદિર બંધાવ્યું.
૩, માલાશાહનાં માતાજી દર્શન કરવા ગયાં ત્યાં એમણે વાતચિતમાં મંદરની ત્રુટીઓ બતાવી પાસે રહેલી સ્ત્રીએ કહ્યું. માજી તમે ષ રાહત મંદિર અંધા, બીજાના દોષ આપણે ન જોઈએ. માતાએ ઘેર જઈ પુત્રને આ વાત