________________
-
-
-
-
-
ફ્લોધી
= ૩૫૮
[ન તીર્થોને (શાહબુદ્દીન ઘોરી સંભવે છે) મૂલ બિંબ ભાંગ્યું. પુનઃ અધિષ્ઠાયક દેવ સાવધાન થયે છતે સ્વેચ્છ રાજનું મિથ્યા કાર્યો જોઈને તેને આંધળે કર્યો, લેહીવમનું વગેરે. ચમત્કાર દેખાડ્યા, જેથી સુરન્ના ફરમાન કર્યું કે આ દેવમંદિરને કેઈએ ભંગ ન કરે (અર્થાત મંદિર અખંડિત જ રાખવું.) અધિષ્ઠાયક દેવમંદિરમાં સૂલનાયક તરીકે અન્ય બિંબની સ્થાપનાને સહન નથી કરતા માટે શ્રીસંઘે બીજું બિન ન સ્થાપ્યું. ખંડિત અંગવાળા પ્રભુજીના મહાપ્રભાવે પ્રત્યક્ષ દેખાય છે, દરેક વર્ષે પણ વદી દશમે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના જન્મકલ્યાણક દિવસે–ચારે દિશામાંથી શ્રાવક સંઘ આવે છે, અને હુવણુ, ગીત, નાટક, વાજિંત્ર, પુષ્પાભરણ, ઈન્દ્રજ વગેરેથી મનહર યાત્સવ કરતાં શ્રી સંઘની પૂજાવડે શાસનપ્રભાવના કરતાં દુષમકાળનાં દુઃખ (વિલાસ) દૂર કરે છે અને ઘણે સુકૃત-સંભાર એક કરે છે, પુન્ય સંચય કરે છે. આ ચિત્યમાં ધરણુંક, પદ્માવતી, ક્ષેત્ર અધિષ્ઠાયકદેવ વિનો દૂર કરે છે અને નમસ્કાર કરતાં ભક્તોના મનોરથ પૂરે છે.
અહીં જે ભાવિકજને સમાધિપૂર્વક રાત્રે રહે છે તે અહીં ચેત્યમાં હાથમાં સ્થિર દી કને ધરનાર અને હાલતાચાલતાં માણસે-આકૃતિને જુએ છે. જેમણે આ તીર્થની યાત્રા કરી છે તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મહાતીર્થભૂત કલિકું, કુકુડેસર, સિરિ૫ર્વત, સખેસર, સેરીયા, મથુરા, બારસી (બનારસ, અહિચ્છત્રા,
ભણે (ખંભાત), અજાહર ( અજારા પાર્શ્વનાથ ), પવરનયર, દેવપટ્ટણ, કડા, નાગહદ, સિરિપુર, ( અંતરીક્ષ પાર્શ્વનાથ), સમિણિ ( સમી પાર્શ્વનાથ ), ચારૂપ, ઢિપુરી, ઉજેણું, સુષ્પદંતી, હરીઝંખી, લિંબડીયા વગેરે તીર્થસ્થાની યાત્રા કરી છે એમ સંપ્રદાયના પુરુષો માને છે અર્થાત જે મહાનુભાવે ફલેધી પાર્શ્વનાથની યાત્રા કરી. તે મહાનુભાવે ઉપરનાં બધાં તીર્થોની યાત્રા કરી એમવૃદ્ધ પુરુષે માને છે. આ પ્રમાણે ફેધીપુરમાં રહેલા શ્રી પાર્શ્વનાથજીને ક૯૫ સાંભળનાર ભવિકેનું કલ્યાણ થાઓ.
' इत्याप्तजनस्य मुखात् किमप्युपादाय संप्रदायलवम् ।
व्यघितजिनप्रभसूरिः कल्पं फलवर्द्धिपाश्वविभोः ॥२॥ આ પ્રમાણે આપ્ત જનના મુખેથી સાંભળીને, સંપ્રદાયાનુસાર શ્રીજિનપ્રભસૂરિજીએ આ કલ્પ બનાવ્યું [શ્રીજિનપ્રભસૂરિજીએ સં. ૧૩૮૯ પછી આ ગ્રંથ સમાપ્ત કર્યો છે ].
* મુસલમાન બાદશાહે મૂલનાયકજીની મૂર્તિ ખંડિત કરી કિન્ત મંદિર ન તોડયું અને અધિષ્ઠાયક દેવના આગ્રહથી ખંડિત મૂર્તિ જ મૂલનાયકજી તરીકે બિરાજમાન કરી મત જિનપ્રભસૂરિજીના સમય સુધી શ્રી ધર્મપરિસ્થાપિત અને પાછળથી સુસલમાન ખડિત કરેલી મૂર્તિ જ મૂલનાયક તરીકે વિદ્યમાન હતી, જેના ચમત્કાર સંથકાર નજરે જોયા છે એમ લખે છે.