________________
મીપુર-નાંદીયા
જૈન તીર્થોને દશ માઈલ છે. શીહીમાં ૧૬ જિનમંદિર છે, ખાસ દર્શનીય છે. એક સાથે ૧૪ મંદિર છે. મંદિરની પાળ છે, શીરડીનું વૃત્તાંત અગાઉ પૃ. ૨૭૪ પર આવી ગયું છે. બામણવાડાથી નાદીયાજમાઈલ છે, વચમાં અંબિકા દેવીની દેરી આવે છે.
બામણવાડછની પેઢી સીવેરા, ઉંદરા, મીરપુર, તેલપુર, બાલદા ગામનાં જિનમંદિરની વ્યવસ્થા સંભાળે છે.
બામણવાડછમાં ફાગણ શુદિ ૧૫ ને માટે મેળે અને ભાદરવા શુદિ તેરશને મેળો ભરાય છે. ફ. શુ. ૧૧ ના મેળામાં જૈન-જૈનેતરે ઘણી જ સારી સંસ્થામાં આવે છે. દર મહિનાની શુદિ અગીયારશે પણ ઘણા યાત્રિકે આવે છે.
મીરપુર, મીરપુર એક પ્રાચીન તીર્થસ્થાન છે. અહીં અત્યારે પહાડની નીચે સુંદર ચાર મંદિર છે. આબુની કેરિણીના સુંદર અનુકરણરૂપ કેરણી છે. સિરાડીથી અછાદરા જતાં એટર રસ્તે મેડા આવે છે. ત્યાંથી પગરરતે ચાર માઈલ દૂર આ સ્થાન આવેલું છે, તેમજ વરૂપગંજથી કાલંકી જતી મેટર પણ પહાડ વટાવી મડા જાય છે ત્યાંથી પણ મીરપુર જવાય છે. અહીં ધર્મશાળા વિશાલ છે, બગીચે છે, સગવડ સારી છે, જીર્ણોદ્ધાર થાય છે
નાંદીયા. નાણું દીયાણુને નાંદોયા છીતસ્વામી ચંદીયા” બામણવાડાછથી ચાર માઈલ દૂર નાંદીયા આવ્યું છે. વચમાં બે માઈલ દૂર અંબાજીમાતાની દેરી છે. અહીં જવાની સડક પણ છે. નાંદીયા જવા માટે બામણવાડછથી સીધે ગાડા રહે છે. ગામ પહાડની વચમાં વસ્યું છે નાદીયા વચ્ચે નાંદીયાથી એક માઈલ દૂર નદીકિનારે એક સુંદર મંદિર છે. મંદિર પ્રાચીન અને દર્શનીય છે. પ્રતિમાજી સુંદર છે.
નાંદીયામાં બે મદિરે છે. ઉપાશ્રય, ધર્મશાળા છે અને શ્રાવકેનાં ઘર પત્ર છે. ગામનું મંદિર ધર્મશાળા પાસે જ છે.
ગામથી ૧ ફર્લોગ દૂર પહાડીની નીચે મહાવીર પ્રભુનું બાવન જિનાલયનું પ્રાચીન મંદિર છે. થોડાં પગથિયાં ચઢીને જતાં જ રાજા નંદીવર્ધ્વને ભરાવેલી અ૬ભુત, વિશાલકાય મનહર શ્રી વીર પ્રભુની મૂર્તિનાં દર્શન થાય છે આખા રાજપુતાના ભરમાં આવી અદભુત કલામય અને સુંદર મૂર્તિ બીજી નથી એમ કહીએ તે ચાલે એવી સુંદર મૂર્તિ છે, એનું પરિકર પણ એટલું જ ભવ્ય, મનોહર અને કલાપૂર્ણ છે. સાચે સિંહ બેસાયે હે તેવા પત્થરના સિંહનું જ સુંદર આસન છે. પ્રભુજીની બને પડખે બે ઈદ્રરાજ ઊભા છે. નીચે સુદર ધર્મચક્ર છે, સિંહાસન નામ અહીં અર્થપૂર્ણ છે એવું સરસ આ સિહાસન બન્યું છે.