________________
પીંઢવામા
: ૩૨૮ :
મારવાડની નાની પંચતીર્થી.
મારવાઢની નાની પંચતીર્થીમાં નાણા, દીયાણા, નાંદીયા, મામણવાડા અને અજારી ગામે છે. પિ મારવાડનાં ઘણાં ગામામાં પ્રાચીન ગગનચુમ્મી બન્ય બાવન જિનાલયે પરમ દર્શનીય છે તથાપિ મારવાડની નાની અને માટી પંચતીર્થીનાં સ્થાના ખાસ દર્શનીય છે. મારવાડની મેાટી પચતીર્થીનુ વર્ણન ઉપર લખ્યું છે, હવે નાની પંચતીર્થીના ઉલ્લેખ કરું છું.
[જૈન તીર્થાના
પીંડવાડા.
આ પંચતીર્થીમાં જવા માટે પીંડવાડા મુખ્ય સ્થાન છે. અહીં આવકાની ૨૦૦ ઘરની વસ્તી છે; સુંદર એ ધર્મશાલાએ છે અને ખાવન જિનાલયનુ પ્રાચીન મંદિર છે. મૂલનાયક શ્રી મહાવીરસ્વામી છે, અત્યારે અહીં જીર્ણોધ્ધારનું કામ ચાલે છે. વસન્તગઢના કિલ્લામાંથી નીકળેલી કેટલીક પ્રાચીન મૂર્તિએ અહીં છે. અહીંનુ મદિર ૧૪૬૫માં બન્યાના લેખ દિવાલમાં છે. આ સિવાય મીજી કેટલીક ધાતુની મૃતિએ ખારમી શતાબ્દિની છે
વિ. સ. ૧૧૫૧ ની એક સુંદર ચેાવીશી છે. ખીજી એક પ્રતિમા ઉપર ૧૧૦૨ “નાળચે વચ્ચે શ્રીરત્ન જાતા.'’ એક ઉપર ૧૧૪૨ *શ્રીમન્નાનીચચ્છે પાતિસુસૈન પ્રાયમેળ ધર્મને વ્હાસા ॥ આ પ્રમાણે લેખ છે
આ મંદિરમાં ધાતુની એ ઊભી પ્રતિમાઓ છે. એની રચના બહુ જ અદ્ભુત અને અનુપમ છે તેમાચે વસ્ત્રની રચના તે કમાલ છે, ડાખા પગની ઘુંટણીએ વસ્ત્રની જે ઘડ પાડી છે તેમાં તે હદ કરી છે. લેખ છે પણુ ઘસાઈ ગયેલ છે. પ્રાચીન લીપીમાં લેખ છે. આ લેખ વિ. સં. છ૪૪ના છે અને તે ખરેન્ટ્રી લીપીમાં છે. પીંડવાડાથી નાંદિયા ૩ા થી ૪ કેશ થાય છે.
* નાણુકીયગચ્છ કેટલા પ્રાચીન છે તે આ ઉપરથી સમજાશે આ પ્રદેશમાં નાણુકીવગચ્છના આચાર્યની પ્રતિષ્ઠિત મૂર્તિઓ વધુ મળે છે. નાણુકીયગચ્છની ઉત્પત્તિ અહી નજીકના નાણા ગામથી થયેલી છે. ગામ અત્યારે તે નાનું છે. શ્રાવકની વસ્તી, જિનમદિર, ઉપાશ્રય આદિની સગવડ સારી છે
× આડાલી—પીંડવાઢા સ્ટેશનથી બે માઈલ દૂર વાયવ્યમાં આ એક પ્રાચીન ગામ છે. અહીંથી સિરાની ૧૪ માઈલ દૂર પશ્ચિમમાં છે. અહીં એક સુંદર જિનમંદિર છે. એની ચારે બાજુ દેરીઓ છે. કમાના અને ચાલવાએ ઉપર આમૂના વિમલવસહીના મંદિશની કરણી જેવી કારણી છે. મંદિરમા ૧૨૫૫ની સાલના સુંદર શિલાલેખ છે. એમાં લખ્યું છે કે પરમાર ધારાવર્ગની પટ્ટરાણી શૃંગારદેવીએ શ્રી મહાવીર પ્રભુના મંદિરની પૂજા માટે એક જમીન ભેટ આપી છે—
" राक्षा शृंगारदेन्याऽत्र वाटिकाभूमिरभुता । ત્તા પ્રીયા પૂસારૢ શાશ્ર્વત શ્રેષજ્ઞ: ત્રિતા ”