________________
ઈતિહાસ ]
૨૪૫ :
ખંભાત પ્રભાવક ચરિત્ર અને ઉપદેશસતતિકામાં આ જ કથા થોડા ફેરફાર સાથે ઉપલબ્ધ થાય છે પરંતુ મૂલ આશયમાં ફેર નથી.
આ પ્રભાવિક તીર્થની પ્રાચીનતા અને ચમત્કારિતા માટે નીચેના બંને ઉલ્લેખો મનનીય છે.
શ્રી થંભનક-કલ્પ. અત્યંત વ્યાધિથી દુઃખી થયું છે શરીર જેમનું અને અણસણ ગ્રહણ કરવા માટે લાવેલ છે સઘ જેમણે ( આવા આચાર્ય મહારાજને ) રાત્રિના સમયે દેવીએ સુતરની નવ કેકડી ઉકેલવા કહ્યું (૧૫ દેખાડી છે હાથની અશક્તિ જેમણે, નવ અંગની ટીકાની વાર્તાથી આશ્ચર્ય પામેલા અને સ્તંભન પાર્શ્વના વંદનથી કહેવાઈ છે આરોગ્ય વિધિ જેમને એવા (૨) વળી સંભાવુકપુરથી રવાના થએલા અને ધૂળકાથી આગળ પગે ચાલતાં સ્થંભનપુરમાં શેઢી નદીના કાંઠે ખાખરાના વનમાં આવેલાં (૩) ત્યાં ભૂમિ ઉપર ગાયના દૂધનું ઝરણું દેખીને જયતિહાણું અર્ધ તેંત્રથી પાર્શ્વનાથને પ્રગટ કરનારા અને (બત્રીસ ગાથાનું) તેત્ર સંપૂર્ણ કરનાર (૪) ગયે છે રેગ જેમને અને સંઘ કરાવેલા ચૈત્યમાં પાશ્વપ્રભુની પ્રતિમાને સ્થાપન કરનારા એવા નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી જયવંતા વ (૫). જન્મથી પહેલાં પણ જે પ્રભુ ઈંદ્રથી દેવાલયમાં, વાસુદેવથી પિતાના આવાસમાં પુજાયા છે અને વરૂણ દેવથી પિતાના સ્થાનમાં ચાર હજાર વર્ષ સુધી પુજાયા છે વળી કાતિનગરીમાં ધનેશ શેઠ અને નાગાર્જુનથી પૂજાએલા એવા સ્થ ભનપુરમાં રહેલા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર તમારું રક્ષણ કરે ! (૬) શ્રી સ્થંભનક કલ્પ સમાપ્ત.
શ્રી સ્થંભનકકલ્પ-શિલાંચ્છ થંભન કલ્પની અંદર જે વિસ્તારનાં ભયથી સંગ્રહ કરેલ નથી તેને શ્રી જિનપ્રભસૂરિ શિષ્ણનો જેમ કંઈ કહે છે (1) દંક પર્વતની ઉપર રસિંહ
* ઉપદેશ સપ્તાતકામાં શ્રી રત મન તીર્થપ્રબ ધના આ તમાં નીચે પ્રમાણે લખ્યું છેજ આ પ્રમાણે જેમનો માદિ કાલ અજ્ઞાત છે એવા અને ઈન્દ્ર, શ્રીરામ, કૃષ્ણ, ધરણે અને સમુદ્રાધિષ્ઠાયક દેવ વગેરેથી વિવિધ રથાનમાં ચિરકાલ સુધી પૂજિત થયેલા એવા તે શ્રો સ્થંભન પાર્શ્વનાથ સ સારથી ભAજનેનું રક્ષણ કરો.” અથવા તે કેટલાક એમ કહે છે કે “ શ્રી કુંથુનાથજીની પાસે તેમનું વ્યવહારીબાએ પૂછયું કે-“હે ગાવાન ! મને મોક્ષ કયારે પ્રાપ્ત થશે. ? ' એટલે ભગવાને કહ્યું કે “ શ્રી પાર્શ્વનાથજના તીર્થમાં તને સિદ્ધિ પ્રાપ્ત થશે, તેથી તેણે આ પ્રતિમા કરાવી. ” અર્થાત સ્થભન પાશ્વનાથજીની પ્રતિમા શ્રી કુંથુનાથજીના તીર્થમા બની હતી.