________________
-
--
ઇતિહાસ ] = ૨૫૩ •
કારી આ ભવ્ય શહેર ઉપર અકસ્માત્ સમુદ્રમાં પણ ફરી વળવાથી ગામ વસ્ત થઈ ગયું. મદિર પણ હમણાં જ નવું બનાવરાવ્યું છે. મૂર્તિઓ પ્રાચીન છે. ભરૂચને સંઘ વ્યવસ્થા રાખે છે વિશેષ જાણવાની જિજ્ઞાસુએ શ્રી જૈન સત્ય પ્રકાશ (માસિક) વર્ષ ૧, અંક ૧૦ ની અંદર મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજીએ લખેલ “ગધાર બધાર” ના લેખેં વાંચવા.
&ાવી
ગંધારથી ૫દર ગાઉ દૂર કાવી સ્થાન છે. ભરુચથી રેલવે પણ સીધી જાય છે. આ પણ પ્રાચીન નગરી છે. અહીં અત્યારે પ્રાચીન બાવન જિનાલયનાં બે ભવ્ય જિનમંદિરે છે, જેની પ્રતિષ્ઠા જગદગુરુ શ્રી હીરવિજયસૂરિવર શિષ્ય શ્રી વિજયસેનસૂરિજીએ કરી છે.
કાવનાં મંદિરની સ્થાપનાનું સરસ વર્ણન સં. ૧૮૮૯ માં કવિવર શ્રી દીપવિજયજીએ “કાવી તીર્થવર્ણન"માં આપ્યું છે જેને સારા નીચે મુજબ છે.
“વડનગરના રહેવાસી નાગરજ્ઞાતિય અને ભદ્ર સિવાણાગત્રિીય ગાંધી દેપાલ ખંભાતમાં આવીને રહેવા લાગ્યો વ્યાપાર કરતાં તેણે કેટીદવ્ય ઉપાર્જન કર્યું. ગાંધીને અલુઓ ગાંધી નામે પુત્ર હતું અને તેને પુત્ર લાડકે ગાંધી થયે. લાડકા ગાંધીને વસ્તુઓ અને ગંગાધર બે પુત્રો થયા. વડુઓને બે સ્ત્રીઓ હતી. પોપટી અને હીરાંબાઈ, હીરાબાઈને ત્રણ પુત્રો હતા કુંવરજી, ધર્મદાસ અને સુવીર. કુંવરજીની સ્ત્રીનું નામ હતું વીરાંબાઈ. આ કટલે કાવીમાં એક ભવ્ય જિનમંદિર બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા જગદગુરુ શ્રી હીરવિજ્યસૂરિ શિષ્યરન શ્રી વિજયસેનસૂરિજીએ કરી હતી, જેનું વર્ણન કાવ્યકાર નીચે પ્રમાણે આપે છે.
એક દિન સકલ કુટખ સલીને સુકૃત મરથ ભાવે રે, કાવી સેહેર અનેપમ ભૂમી દેખી પ્રાસાદ બનાવે રે ૪ તપગપતિ શ્રી સેનસુરીયર બહુપરિકર ગણ સાથ રે સંપ્રતિ નૃપવારાની પ્રતિમા થાપે ત્રાષભ જગનાથ. ૫ સંવત સેલનૈ ઓગણપચાસ ગષભ પ્રભુ મહારાજ રે સુભ મુહુરત દિન તખત બિરાજ્યા દીપવિજય કવિરાજ રે દ
એક વખત હીરાંબાઈ અને વીરાંબાઈ સાસુ વહુ મંદિરનાં દર્શન કરવા આવેલાં તે વખતે વહુ ઊંચી અને મદિરનું દ્વાર નીચે હેવાને કારણે વહુએ ધીરે રહીને સાસુને કહ્યુ “બાઈજી મંદિરનું શિખર તે બહુ શિચું બનાવ્યું પણ બારા બહુ નીચુ કર્યું. ” વહુનું આ વચન સાંકળીને સાસુને રીશ ચઢી અને