________________
મોટા પોસીનાજી : ૩૦ર :
ન તીર્થોનો મોટા પસીનાછા આ પ્રાચીન તીર્થ ઈડર સ્ટેટની ઉત્તરે અને મેવાડ ને મારવાડની સરહદ પર આવેલું છે. અહીં પ્રાચીન ભવ્ય સુંદર જિનમંદિરે છે જેમાં અનુક્રમે પ્રીમહાવીર સ્વામી પ્રભુ, શ્રીનેમિનાથ પ્રભુજી, શ્રી પાર્શ્વનાથપ્રભુજી અને શ્રી શાંતિનાથ પ્રભુજી મૂલનાયક તરીકે બિરાજમાન છે. આમાં શ્રીમહાવીર પ્રભુજીના મંદિર સિવાયનાં ત્રણ મંદિર તે એક જ કમ્પાઉન્ડમાં એક સાથે જ આવેલાં છે. શ્રી મહાવીર પ્રભુનું મંદિર ગામ બહાર બગીચામાં છે. મૂર્તિઓ સુંદર અને પ્રાચીન છે. ચૌદ, પંદર અને રોળમી તથા સત્તરમી સદીના લેખે મળે છે. પ્રતિમાજી ચમત્કારી છે. પણ દશમને મેળો પણ ભરાય છે. હમણાં સુંદર જીર્ણોદ્ધાર થયે છે. સુંદર એકાંત સ્થાનમાં આવેલા આ તીર્થની યાત્રાનો લાભ જરૂર લેવા જેવું છે
આ પિસીનાજીના મંદિરને દ્વાર મહાપ્રતાપી જગદગુરુદેવ શ્રીવિજયહીરસૂરીશ્વરજીના પ્રશિષ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજે કરાવ્યા હતા જુઓ તેનું પ્રમાણ,
"ततः संघेन साई श्रीमागसणादि तीर्थयात्रां कुर्वाणा: पोसीनाल्यपुरे पुगणानां पंचप्रासादानां श्राद्धानामुपदेशद्वारेण बहुद्रव्यव्ययसाध्यमपि तदुद्वारं સાવિત્રત: »
આચાર્ય વિજયદેવસૂરિજી સંઘ સાથે આરાસણાદિ (કુંભારિયાઇ વિગેરે) તીર્થોની યાત્રા કરતાં પોસીના પધાર્યા અને ત્યાંનાં પ્રાચીન પાંચ મંદિરનો પુષ્કળ દ્રવ્ય ખર્ચાવીને જીર્ણોદ્ધાર કરાવ્યો.
આ શ્રીવિજયદેવસૂરિજીના ઉપદેશથી આરાસણ-કુંભારીયાજીના જિનમંદિરને અધ્ધર થયે હતું અને પ્રતિષ્ઠા પણ સૂરિજીના હાથે જ થઈ હતી. આ પ્રતિષ્ઠા સમયે સૂરિજી કુંભારીયા પધાર્યા ત્યારે પિસીના પધાર્યા હતા અને ઉપર્યુક્ત - દ્ધાર કરાવ્યા હતા
તે વખતે પાંચ પ્રાચીન મંદિર તે હતાં એ ઉપર ઉલ્લેખ છે. અત્યારે ચાર મદિર છે, પરંતુ તેમનાથજીનાં મંદિર સામે બીજું દેરું છે તેને ગણતાં અત્યારે પણ પાંચ મંદિરે ગણાય છે, એ ભેગાં ગણે તે ચાર ગણાય છે. અથવા તે તે વખતે પાંચ મંદિરે હોય એમ પણ બને.
ગામમાં ઉપાશ્રય, ધર્મશાળા અને શ્રાવકેનાં ૮-૧૦ ઘર પણ છે. શ્રાવકે ભક્તિવાળા અને ધર્મપ્રેમી છે.
પિસીના જવા માટે અમદાવાદથી ઉપડતી પ્રાંતીજ લાઈનથી ખેડબ્રહ્મા સ્ટેશનથી સાધન મળે છે. તેમજ આબુટથી કુંભારીયાજી થઈ બાર ગાઉ દૂર ગાડાં અને ઉંટ રસ્તે પણ જવાય છે. તારંગાજીથી મટર રતે ૨૫ માઈલ દૂર છે.