________________
ઈતિહાસ ]
: ૩૦૧ : ' આરાસણ-કુંભારીયા મિતિ, સ્ત, કમાને જે એક જ શિલીની છે અને જે વિમલશાહનાં આબુનાં મંદિરોને તદ્દન મળતી છે, તે ઉપરથી સૂચિત થાય છે અને કહેવાય પણ છે કેઆ મંદિર વિમલશાહે જ બંધાવેલાં છે. કારીગરી જોતાં જૈન દેવાલની મિતિ અગિયારમી સદીના મધ્ય ભાગમાં હોય એમ સ્પષ્ટ રીતે નક્કી થાય છે. વળી શાંતિનાથના દેવાલયમાં પ્રતિમાઓ ઉપર ઈ. સં. ૧૦૮૧, ૧૦૮૯ વિ. સં. ૧૧૩૮ તથા ૧૧૪૭ના લેખે છે. તેમજ શ્રીમહાવીરસ્વામીના મંદિરમાં બેઠક ઉપર એક લેખ છે તેમાં તે ઈ. સ. ૧૦૬૧, વિ સં. ૧૧૧૮ ને લેખ છે અર્થાત આ સમયે તે મંદિર પૂર્ણ થયાને ઉલ્લેખ છે એટલે આની પહેલાં મંદિરો શરૂ થયાનું સિદ્ધ થાય છે.
આજ કુંભારીયાજી ગામ તે તદ્દન નાનું છે. મંદિરે જ ગેલમાં આવેલાં છે, પરતુ પહેલાં તે અંબાજી અને કુંભારીયાજી બધું એક જ હશે આજે ઠેર ઠેર બળેલા પથરે, ઇટે, ટીંબા અને મકાનાં ખંડિચેર પડ્યાં છે. અમે એક બે ટકવા) ઉપર કેટલીક જુદી જુદી આકૃતિની મૂતિઓ જોઈ હતી આ ઉપરથી એમ લાગે છે કે જમીનમાંથી નીકળેલી મૂર્તિઓ હશે. આ ભવ્ય શહેરને વિનાશ ઈ. સ. ૧૬૧૮ પછી થયો હશે. જો કે વચ્ચે વચ્ચે પણ મુસલમાની યુગમાં શહેર અને મંદિરને હાનિ તે પહોંચી જ હશે. આ નગરનું નામ કુંભારીયા કેમ પડયું તે એક શોધનો વિષય છે. અહીંનાં મંદિરોને જીર્ણોદ્ધાર તપગચ્છાધિરાજ જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને પ્રશિષ્ય શ્રી વિજયદેવસૂરિજી અને તેમના શિષ્ય પરિવારે કરાવ્યા છે જેથી આજે આપણને એ મંદિરમાં જિનવરેન્દ્ર દેવનાં દર્શન થાય છે. અને તેથી જ તેમના પ્રતિષ્ઠાના ઘણા લેખો મૂતિઓ ઉપર ઉપલબ્ધ થાય છે.
અંબાજીનું મંદિર પણ પ્રથમ જૈન મંદિર જ હશે એમ ચોક્કસ લાગે છે. તેની રચના, બાંધણું બધુંયે જિન મદિર જેવાં જ છે. આ બાજી શ્રીમનાથ ભગવાનની અધિષ્ઠાયિકા દેવી છે. વિમલશાહે આબુ ઉપર પણ આ બાજીનું મંદિર બંધાવ્યું છે. રિપોર્ટમાં પણ લખ્યું છે કે “અબાજી માતાનું મંદિર તે મૂળ જન દેવાલય હશે.”
અત્યારે તે કુંભારીયાજી તીર્થસ્થાન દાંતા સ્ટેટના તાબામાં છે. યાત્રિક ઉપર કર લેવાય છે. જો કે વધુ કર તે અંબાજીને છે પરંતુ કુંભારીયાજી-આરાસણ જનારા જેન યાત્રિકો ઉપર પણ તે કર લાદવામાં આવે છે. ખરેડીથી સીધી સડક આરાસણ જાય છે. વચમાં ચોતરફ પહાડીમાંથી રસ્તો કાઢે છે. મોટર અને બીજા વાહને જાય છે. અંબાજીમાં ઘણું ધર્મશાલાઓ છે. અહીં એક વિચિત્ર રિવાજ છે કે યાત્રી લેક ખીચડી નથી બનાવી શકતા, તેમજ રેલી અને તેલનું પણ કાંઈ નથી ખવાતું. તેલીયા નદી ઉપર બધું તેલનું ખાણું મૂકી દેવામાં આવે છે.
આ મંદિરો બંધાવનાર વિમલ મંત્રી ગુજરાતના રાજા ભીમદેવના મહામાત્ય હતા. તેમના સંબંધી વિવેચન આબૂજીના પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ એટલે વિશેષ અહીં લખતો નથી.