________________
ભિન્નમાલ
: ૨૬૮ :
[ જૈન તીર્થોને श्रीपार्श्वपते नमः संवत १६७१ वर्षे शाके १५३६ वर्तमाने चैत्र शुदि १५ सोमवारे श्रीपार्श्वनाथदेवलमध्ये श्रीचन्द्रप्रभ-मंदिर कारापितं.... - - આ પાર્શ્વનાથ મંદિર ૧૫૧-પુરમાં બન્યું હતું. મૂળ વતુ એમ બની હતી કે એક વાર ભિન્નમાલમાં જ મકાન છેદતાં શ્રી પાર્શ્વનાથજીની સુંદર ચમત્કાર પરિકર સહિતની પીતલની મૂર્તિ નીકળી હતી. આ સાથે બીજી પણ આઠ મૂતિઓ હતી. જાલારના સૂબા ગજનીખાનને આ સમાચાર મલતાં એણે બધી મૂતિઓ જાલોર મંગાવી છે. પછી એને તેડાવી હાથીના ઘંટ, બીબીઓનાં અને શાહજાદાના ઘરેણાં બનાવવાની ઈચ્છા થાય છે. જેનસંઘ ત્યાં જઈ સૂબાને સમજાવવા પ્રયત્ન કરે છે કિન્તુ સૂબેદાર માનતા નથી. જેને સૂબેદારને ચાર હજાર (પીરજા) રૂપિયા આપવાનું જણાવે છે. સૂબેદારે કહ્યું. લાખ રૂપિયા આપે તે એ મૂતિ પાછી આપું. જૈનસંઘ નિરાશ થઈ પાછો વળે છે. વિવિધ અભિગ્રહ લીધા. એમાં નીરતાના વરજંગ સંઘવીએ તે એવી દઢ પ્રતિજ્ઞા લીધા છે કે પાર્શ્વનાથ પ્રભુજીનાં દર્શન કર્યા સિવાય હું આહારપાણું નહિ લઉં. વરજંગ સંઘવીએ તેર મહિના આ પ્રતિજ્ઞા પાળી છે. આખરે ધરણે કે મહાચરાત્કાર બતાવ્યે છે. સૂબેદાર, એની બીબીએ, શાહજાદા, સિન્ય, હાથીડા વગેરે માંદા પડે છે. સૂબેદાર મરણપથારીએ પટકાય. આખરે પ્રભુજીને નમી સિંહાસન પર બેસાડીને કહે છે કે હૃવારે મને આરામ થઈ જશે તે આ મૂતિને સંઘને સોંપી દઈશ. સૂબેદારની બીબીને માર પડે છે, હાયતબાહ મચી રહી છે. મૂતિ-ભૂતખાનું સોંપી ઘોના અવાજો સંભળાય છે. સૂબેદારનું ઘમંડ ગળી ગયું પ્રભુજીને જૈનસંઘને સંપ્યા પછી એને આરામ થયે. સંઘે મહત્સવ કર્યો. ત્યાંથી રથમાં બેસાડી પ્રભુજીને નિરતા પધરાવ્યા. વરજંગ સંઘવીએ પ્રભુને પ્રણમી પૂજીને પારણું કર્યું. પંદર દિવસ પિતાને ત્યાં રાખી ભિન્નમાલ લઈ જઈ પ્રભુજીને પધરાવ્યા. ત્યાં શાંતિનાથજીના મંદિર પાસે પાર્શ્વનાથજીનું નૂતન મંદિર બનાવ્યું.
આ ચમત્કારી મતિ અત્યારે ક્યાં છે એનો પત્તો નથી. એમનું મંદિર તે ઉપર્યુક્ત શિલાલેખના આધારે આ જ છે. પં. શ્રીશીતવિજયજી પણ આ પાર્થ નાથજીની મૂર્તિનો મહિમા અદ્ભૂત વર્ણવે છે. આ સ્તવન ૧૭૪૬ માં બનાવેલ છે.
પૂશ્રી શાંતિનાથજીનું મંદિર-બજારમાં આવેલું આ નાનું મંદિર સુંદર શિખર બદ્ધ છે. મતિ ભાગ્ય અને મનોહર છે. આ મંદિરમાં ઠેઠ ૧૨ મી સદીથી ૧૮ મી
.૧ ૫. સુમતિકમલે બનાવેલું શ્રી ભિન્નમાલ પાર્શ્વનાથનું સ્તવન જેની રચના ૧૬૬૨ માં થઈ છે તે આનું વિસ્તૃત વર્ણન છે આ સંબંધી વિશેષ જાણવા ઈચ્છનારે પૂ. મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજલિખિત શ્રી ભિન્નમાલ પાર્શ્વનાથજીનું ઐતિહાસિક સ્તવન વાચવું. જુઓ, જૈન ધર્મ સત્ય પ્રકાશને અંક