________________
ચંદ્રાવતી
૬ ૨૭૪ :
[ જૈન તીર્થોના રામસિંહ પછી તેને પુત્ર કૃgરાજ (કાન્હડદેવ) થ અને તેને પુત્ર પ્રતાપસિંહ થયે. પિતાપુત્રે મેવાડના રાણા જેત્રસિંહને હરાવી ચંદ્રાવતી પોતાના કબજે કરી હતી. અહીં સુધી ચંદ્રાવતી પરમારના હાથમાં રહી છે. ત્યારપછી ચંદ્રાવતી ઉપર ચહાણેનું રાજ્ય થયું છે.
સં. ૧૩૬૮માં ચૌહાણ લુંભારા પરમારના હાથમાંથી ચંદ્રાવતી જીતી લીધું. તેઓ ચંદ્રાવતીમાં માત્ર સે વર્ષ પૂરાં રાજ્ય નથી કરી શક્યા. અલ્લાઉદ્દીન ખીલજીના જમ્બર હુમલામાં ચંદ્રાવતીને ઘાણ નીકળી ગયે. ૧૪૬૨ માં મહારાવ શિવભાણે આખૂની પાછળ સલામત સ્થાનમાં મજબૂત કિલ્લો બાંધી પિતાના નામથી શિવપુરી (સિદેહી) વસાવ્યું, જે અત્યારે પણ સિહીથી બે માઈલ દૂર ખડેરના રૂપમાં વિદ્યમાન છે, જેને લેકે પુરાણું ક્રેસિડી કહે છે. | મુસલમાનના હુમલા દરવખત ચાલુ જ હતા અને ચંદ્રાવતી ઉપર હુમલે થતા જ માટે પહાડીમાં આ સ્થાન સલામત હતું. છેલ્લે અમદાવાદ વસાવતાર અહમદશાહે ચંદ્રાવતી ઉપર જોરદાર હલે કરી આખું ચંદ્રાવતી લૂંટયું અને તહસનહસ કરી નાંખ્યું.
હવે આ સિવાયના ચંદ્રાવતીના કેટલાક ગૌરવસૂચક ઐતિહાસિક પ્રમાણ પણ જોઈ લઈએ
મહામંત્રીશ્વર વસ્તુપાલના લઘુ બધુ તેજપાળનાં પત્ની અનુપમા દેવી, ચંદાવતીના પરવાડ ગાંગાના પુત્ર ધરણુગની પુત્રી હતી. તેમજ અનુપમા દેવીના ભાઈએ બીસ્મૃસિંહ, આમ્બસિંહ અને ઉદલ વગેરેને મહામાત્ય તેજપાલે આબુ દેલવાડાના લુણાવસહી મંદિરના ટ્રસ્ટી બનાવ્યા હતા તેમજ દરવર્ષની વર્ષગાંઠમાં અઠ્ઠાઈ મહાવ થતે તેમાં પહેલા (ફા. વ.૩) દિવસને મહત્સવ કરવાનું શ્રી ચંદ્રાવતીના સંઘને સુપ્રત થયું હતું.
ભગવાન મહાવીરની ૩પમી પાટે થયેલા વડ ગચ્છના સ્થાપક શ્રી ઉદ્યોતનસૂરિજીએ આખૂની યાત્રા કરીને (આ યાત્રા ૯૪ માં કરી છે. આ ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ જણાય છે કે વિમલશાહે બંધાવ્યા તે પહેલાં પણું આબૂમાં જૈન
* સિરાહીમાં અત્યારે સુદર ૧૪ ભવ્ય જિનમદિ છે, કાખી એક દેહરા શેરીમાં આ “ચ” જિનમંદિરો આવેલા છે, જેમાં મુખનું મુખ્ય મંદિર છે. તે ૧૬૩૪માં બન્યું છે જગા શ્રી હીરવિજયસૂરિજી મહારાજે ગધારથી સમ્રાટ અકબરને પ્રતિબંધ આપવા જતાં સિરોહીના બિલ સરદારને પ્રતિબંધ આપી, સુરા, માંસ, શિકાર વગેરે છોડાવ્યા હતાં. તેમજ વળતી વખતે અહીં ચાતુર્માસ પશુ રહ્યા હતા. અત્યારે ૫૦૦ જેનોનાં ઘર છે. ૪-૫ ઉપાશ્રય છે, જ્ઞાનમંદિર છે, સિરોહી સ્ટેટની રાજધાનીનું મુખ્ય નગર છે.