________________
ઇતિહાસ ] : ૫૭ :
મુંબઈ વતી શહેર હોવાથી નાની-મોટી સખાવતે માટે દરેક શહેર કે સંસ્થાઓને મુંબઈ પ્રતિ નજર દોડાવવી પડે છે. અહીંના જેને સુખી, લાગવગવાળા અને ધર્મની દાઝવાળા છે. અહીં આપણાં મુખ્ય મુખ્ય મંદિરો નીચે પ્રમાણે છે. ૧. ગેહીજી પાર્શ્વનાથજીનું સુંદર પ્રાચીન મંદિર છે. મતિ બહુ જ ચમત્કારી
અને ભવ્ય છે. આ મંદિર પાયધુની ઉપર છે. . ૨. મહાવીર સ્વામીનું
" ૩. આદીશ્વર ભગવાનનું , , ,
શાંતિનાથજીનું, નેમનાથજીનું, પાર્શ્વનાથજીનું આ મંદિર પાયધૂની અને તેની નજીકમાં છે. લાલબાગમાં હમણાં જ ભવ્ય જિનમંદિર બન્યું છે. ઝવેરી બઝારમાં મહાવીર સ્વામીની મૂતિ બહુ જ સુંદર અને દર્શનીય છે. મારવાડી બજારમાં પાર્શ્વનાથજીનું, કેલાબા ઉપર શ્રી. શાન્તિનાથજીનું, બજાર ગેઈટ ઉપર શ્રી શાંતિનાથજીનું, માંડવી ઉપર ખારેક બજારમાં શ્રી અનંતનાથજીનું, માંડવી ઉપર ભાત બજારમાં શ્રી આદિનાથજીનું, ભાયખાલામાં શ્રી આદીશ્વરજીનું તથા મજલા ઉપર શ્રી અજિતનાથજીનું મંદિર બહુ જ સુંદર અને દર્શનીય છે. અહીં દર રવિવારે-સોમવારે અને પૂણિમાએ મેળા જેવી ઠઠ જામે છે. પરેલ લાલવાડીમાં સુવિધિનાથજીનું, વાલકેશ્વરમાં વચલા ઢાળમાં શિખરબંધ નાનું આદિનાથજીનું સુંદર મંદિર છે. ઉપરના ઢાળમાં આદિનાથજીનું તથા ઉપલા મજલામાં શામળિયા પાર્શ્વનાથજીનું છે. બાબુના મંદિરમાં સફટિકની મૂતિ દર્શનીય છે. બીજાં ઘરમંદિરે પણ દર્શનીય છે.
આ સિવાય મુંબઈના પરા શાન્તાક્રુઝ, અ ઘેરી, મલાડ, કુલ વિગેરેમાં ન મંદિર છે. આમ થાણુ તરફ જતાં ઘાટકોપરમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજીનું મંદિર સુદર છે. દાદર, સલન્દમાં, ભાંડુપમાં અને થાણામાં પણ દર્શનીય મંદિર છે. થાણા શ્રીપાલ મહારાજાના સમયનું પ્રાચીન તીર્થસ્થાન જેવું છે. અહીં હમણાં સુંદર સિદ્ધચક્રનું મદિર બન્યું છે.
મુંબઈમાં આપણું પ્રસિદ્ધ સંસ્થાઓ નીચે પ્રમાણે છે. ૧. જેન એસેસિએશન ઓફ ઈન્ડીયા. ૨. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
જે સંસ્થા ન સંઘમાં સુધારાના ઠરાવે કરી પ્રચાર કરે છે. શિક્ષણપ્રચાર માટે પણ પ્રયત્ન કરે છે. જૈન સંઘના પ્રશ્નો સંબધી ચર્ચા કરે છે. સાહિત્યપ્રચાર પણ સારો કરે છે.