________________
ખ લાત
: ૨૪૪ :
[ ન તને. નાથ પ્રભુની પ્રતિમાજી લાવી ગુફામાં રાખી પ્રતિમાજી સન્મુખ બેસી વિદ્યાઓ સિદ્ધ કરી. બાદ તેણે આ પ્રતિમાજીને શેઢી નદીના કિનારે ખાખરાના ઝાડ નીચે ભંડારી દીધા.
વિક્રમની બારમી શતાબ્દિમાં ચકુલાવર્તસ સૂરિપુંગવ શ્રી અભયદેવસૂરિજી મહારાજ થયા. તેમના હાથથી આ તીર્થની સ્થાપના થઈ. વિવિધ તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ લખે છે કે –
ચંદ્રકુલમાં શ્રી વર્તમાન સૂરિશિષ્ય શ્રી જિનેશ્વરસૂરિશિષ્ય શ્રી અભયદેવસૂરિ થયા. તેઓ ગુજરાતમાં સંભાય સ્થાનમાં બિરાજમાન હતા. સૂરિજીના શરીરમાં અતિસારાદિ રોગ થયા હતા. પકખી પ્રતિક્રમણના દિવસે ક્ષમાપના માટે નજીકનાં ગામમાંથી શ્રાવકેને બોલાવ્યા. તેરશના દિવસે અધરાત્રે શાસનદેવીએ પૂછ્યુંપ્રત્યે જાગે છે કે નિદ્રાવસ્થામાં છે? સૂરિજીએ અદશ્વરથી કહ્યું–મને નિદ્રા કયાથી આવે? પછી દેવીએ કહ્યું કે આ નવ સુતરની કેકડીઓને ઉકેલે. સૂરિજીએ જણાવ્યુંતે માટે સમર્થ નથી. દેવીએ કહ્યું-કેમ સમર્થ નથી? હજી તે આપ ઘણે કાલ શ્રી વરતીર્થને શોભાવશે, નવ અંગ ઉપર વૃત્તિ-ટીકા રચશે. આચાર્યશ્રીએ જણાવ્યું કે-રોગી શરીરવાળે હું કેવી રીતે કરીશ? દેવીએ જણાવ્યું-ઘંભનપુર પાસે શેઢી નદીના કાંઠે ખાખરાના ઝાડમાં શ્રી રઘંભન પાશ્વનાથજીની પ્રતિમા છે, ત્યાં જઈ દેવવંદના કરો જેથી શરીરસુખાકારી થઈ જશે.
પ્રાતકાલમાં શ્રાવકસશે સૂરિજીને વંદના કરી ત્યારે સૂરિજીએ જણુવ્યું કેઅમે શ્રી રભન પાર્શ્વનાથજીની વંદના કરીશુ. શ્રાવકોએ કહ્યું-અમે પણ વંદણા કરીશું. અનુક્રમે સૂરિજી મહારાજ સંઘ સહિત ઘેલકા થઈ ઘંભણુપુર આવ્યા. સૂરિજીએ શ્રાવકેને કહ્યું–ખાખરાના ઝાડમાં તપાસ કરે. શ્રાવકેએ તપાસ કરી તે ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનું સુખ જોયું. ત્યાં નિરંતર એક ગાય આવીને દુધ ઝરી જતી, શ્રાવકેએ આ જોઈ સૂરિજીમહારાજને જણાવ્યું. સૂરિજીએ ત્યાં જઈ પ્રભુજીનાં દર્શન માટે “રચgિar conકa” તેત્ર શરૂ કર્યું. સેલ ગાથા થઈ ત્યારે પ્રભુજીનાં દર્શન થયાં અનુક્રમે સૂરિજીએ ત્રીશ ગાથા બનાવી. ત્યાં દેવ આવીને કહ્યું. પાછળની બે ગાથા ભંડારી ઘો કલિયુગમાં અમને આવતાં ઘણું દુઃખ થશે, સૂરિજીએ તેમ કર્યું . બાદ સંa સહિત સૂરિજીએ ત્યવદન કર્યું. શ્રી સંઘ ત્યાં ઉત્તમ જિનમદિર બનાવ્યું. અરિજીને રેગ શાંત થ સૂરિજીએ ત્યાં પ્રતિષ્ઠા કરાવી. તે સ્થાન મહાન તીર્થરૂપે પ્રસિધ્ધ થયું બાદ સૂરિજીએ તે અંગેની ટીકા બનાવી આ અગો ઉપર પૂ શ્રી શીલાંકાચા પણ ટીકા બનાવી હતી. ત્યારપછી શ્રી અભયદેવસૂરિજીએ ટીકાઓ બનાવો.” - અર્થાત્ આ તીર્થની સ્થાપના શ્રી અભયદેવસૂરિજી મહારાજના સમયથી થઈ છે.