________________
ઈતિહાસ ]. * ૧૩ :
તારંગા હતી ત્યારે આ ટેકરી તારગિરિ શત્રુ જ્યના ૧૦૮ નામ પૈકીનુ એ નામ)ના નામથી શત્રુ જમની સાથે જોડાયેલ હતી અને તેથી જ સિદ્ધશિલા, કેટીશિલા,
ક્ષની બારી વગેરે સ્થાને આ ટેકરી પાસેની ટેકરીઓમાં જ છે. પૂર્વઇતિહાસ
પ્રભાવક ચરિત્રમાં તીર્થની ઉત્પત્તિ માટે નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે “પછી એકદા રિપુછેદના સંકલ્પથી પૂર્ણ એવા શ્રી હેમચંદ્ર મહારાજે શ્રીમાન અજિત નાથ સ્વામીની સ્તુતિ કરતા અને તેને પ્રાસાદ બનાવવાને ઇચ્છતા રાજાને પ્રગટ રીતે આદેશ કર્યો કે-“હે ભૂપાલ! અનેક સિદ્ધથો ઉન્નત સ્થિતિ યુક્ત એવા શ્રી તારંગા પર્વત પર અક્ષયસ્થાન અને વૈભવથી સુશોભિત એ પ્રાસાદ કરાવવાની જરૂર છે એ પર્વત પણ શ્રી શત્રુજયની જાણે અપર મૂર્તિ હોય એમ સમજી લે.”
એ પ્રમાણે ગુરુની આજ્ઞા થતાં રાજાએ વીશ હસ્તપ્રમાણુ મંદિર કરાવ્યું. તેમાં એક સે એક આંગુલપ્રમાણુનું બિંબ સ્થાપન કરાવ્યુ હતુ. તે પ્રાસાદ અદ્યાપિ દે અને રાજાઓની સ્તુતિથી શેણિત અને પર્વતના મુગુટ સમાન શ્રી સઘજનને દશનીય છે
( પ્રભાવક ચ, ભા. ૫ ૩૨૮ ) “તારાઇ માતા” તારા દેવીનું મંદિર છે, જે વર્તમાન તલાટીથી દેહ માઇલ ઉત્તર તરફ છે. તેના ઉપર લેખ પણ છે.
" यो धर्मा हेतु प्रभवां हेतुं तेषां तथाऽतोप्यषदत तेषां चयो विराधे एवं
જે વિદ્વાને એમ કહે છે કે બૌદ્ધોની તારાદેવીનું અહિં રથાનક હેવાથી પર્વતનુ નામ તારગા પડયુ પણ બૌહોની આ તારાદેવીના મંદિરે બીજે પણ હોય છે છતાં કયાંય તારંગા એવું સ્થાનનું નામ પડ્યું નથી. એટલે તારાદેવીના નામ ઉપરથી પહાડનું નામ તારંગા પડયું હોય એ કલ્પના વાસ્તવિક નથી. વરતુપાલના ૧૨૮૫ ના લેખમાં આ પહાડનું નામ “ તાવ ” લખાયુ છે.
આવી જ રીતે આબુના એક ૧૨૯૬ ના લેખમાં નાગપુરીય શા લાહડ શ્રાવકે જણાવ્યું છે કે–તારગાજીના શ્રી અજિતનાથ પ્રભુજીના મંદિરના ગૃહ મંડપમાં આદિનાથના બિબ સહિત ખત્તક( ગોખલે ) કરાવ્યું છે એ વરતુને સૂચવતે લેખ આ પ્રમાણે છે. “ પીતારાગ શ્રી વિરાણgana, wifમાથવિ હર હમ ”
આ લેખમાં તારંગાને તારણગઢ શબ્દથી સંબોધેલ છે તે સમજી શકાય તેવી હકીક્ત છે.
પંદરમી શતાબ્દીના શ્રી જિનમંડન ગણિ આનું નામ સાદુઈ આપે છે એટલે ગુજરાતી નામ તારગઢ, પછી તારગઢ અને પછી તારંગા બન્યું હોય એ સંભવિત છે. જ્યારે વૈદિક સાહિત્ય કહે છે કે તારગ નાગના નામ ઉપરથી તારગા થયુ હાથ જામ આ પહાડના નામ માટે ભિન્ન ભિન્ન મતભેદ જોવાય છે.