________________
ઇતિહાસ ] : ૨૦૫ :
તાર મા આ કટીશિલા ઉપર કહે મુનિવરેએ કેવળજ્ઞાન પામી સિધિપદ પ્રાપ્ત કર્યું છે, તેથી જ આ સ્થાન કેટીશિલા કહેવાય છે. હીરસોભાગ્ય મહાકાવ્યમાં આ કેટીશિલા માટે નીમ્ન ઉલેખ મળે છે.
“ ગ્રામિ રિવિ શોદિશિકા સરિતા
स्वयंवरो वीव शिवाम्बुमाक्षी पाणिग्रहे कोटिमुनीश्वराणां ॥" એટલે કેટીશિલા એવું નામ સાર્થક છે. પાપપુણ્યની બારી
મૂલ મંદિરની પૂર્વ દિશામાં અર્ધો માઈલ ઉપર એક ટેકરી છે જે પાપપુન્યની બારીના નામથી ઓળખાય છે. આ ટેકરી ઉપર જતાં રસ્તામાં પાણીનાં ઝરણાં, વૃક્ષોની ઘાટી છાયા, બગીચા, ચંદન વગેરેનાં વિવિધ ઝાડે નજરે પડે છે. પ્રાચીન કાળની ઈમારતેના પાયા તથા ભીંતે વગેરે દેખાય છે આ બધા ઉપરથી એમ લાગે છે કે પ્રાચીન સમયમાં અહીં એક વાર મનુષ્યોની સઘન વસ્તી હશે. ટેકરીની ટોચ ઉપર એક દેરી છે, એમાં એક પ્રતિમાજીનું પરિકર છે જેના ઉપર ૧ર૪પ વૈિશાખ સુદ ૩ ને લેખ છે. લેખ વણે જ ઘસાઈ ગયે છે આ પત્થરવાળી દેરીની નીચે એક ગુફા છે. એમાં નવીન પાદુકાઓ સ્થપાયેલી છે. આ ગુફા પાસે તથા ટેકરીને રસ્તામાં જે પુરાણી મોટી મોટી ઈટે પડેલી છે તે વલભીપુરના બેદકામમાંથી નીકળેલી ઈટે જેવી અને એવા માપની જ છે, જે આ સ્થાનની પ્રાચીનતા સિદ્ધ કરે છે. આ સિવ ય રૂઠી રાણીને મહેલ, બગીચા, ગુફાઓ, ઝરણું વગેરે અનેક વસ્તુઓ જેવા લાયક છે.
વેતાંબર મંદિરના કમ્પાઉન્ડ બહાર સુંદર વિશાલ ન ધર્મશાળા છે. તાંબર મંદિરના અને ધમ શાળાના કિલ્લાની બહાર દિગંબર મંદિર અને દિગંબર ધર્મશાળા છે. વેતાંબર જન સ થે ઉદારતાથી આપેલી ભૂમિમાં તેનું નિમાં થયેલું છે
આ તારંગા તીર્થ જવા માટે મહેસાણા જંકશનથી વીસનગર, વડનગર થઈ તારગાહીલ સ્ટેશન સુધી રેલવે જાય છે. સ્ટેશન પર સુંદર શ્વેતાંબર જૈન ધર્મશાળા છે. હમણાં બીજી સારી ધર્મશાળા, મદિર, ઉપાશ્રય બને છે. સ્ટેશનથી દેઢ ગાઉ દ્વર તલાટી છે. ત્યાં છે. જૈન ધર્મશાળા છે. - તલાટી જવા માટે વાહનની સગવડ મળે છે. ઉપર જવાને રસ્તે અર્ધાથી પણ કલાકનો છે. ઉપર ભાતું અપાય છે. ઉપર જવાનો રસ્તો પણ સારે છે. દૂરથી જ મહારાજા કુમારપાલે બંધાવેલ ભવ્ય જિનમંદિરના શિખરનાં દર્શન થાય છે. ઉપર તાંબર ન ધર્મશાળા, ઉપાશ્રય, વાંચનાલય અને ભેજનશાળા વગેરે બધી સગવડ છે.
તીથને સંપૂર્ણ કબજે અને વહીવટ અત્યારે શેઠ આણંદજી કલ્યાણજીની પિઢી (અમદાવાદ) સંભાળે છે. અહીંની વ્યવસ્થા પ્રશંસનીય છે.