________________
ભીલડીયાજી-ઊણ
: ૨૨૪ :
[ જૈન તીર્થને - ભેંયરું નાનું અને અંધારું હતું તે મોટું કર્યું. પૂર્વ દિશાનું દ્વાર પણ સુકાણું અને જાળીઓ પણ મૂકી. આ પહેલાં ચીઠી નાંખી અહીંથી ભગવાન શ્રી પાર્શ્વનાથજીને ઉપર લઈ જવા પ્રયત્ન કરે પરંતુ ના આવી. પછી અહીં જ પ્રભુજીને રાખી સુધારાવધારે કરાવ્યું. અંદર આરસ પથરા.
૧૮૭૨ પહેલાં સરીયદના શ્રાવકેએ શ્રી પાર્શ્વનાથજીને પિતાના ગામ લઇ જવા પ્રયત્ન કરેલ પ્રભુજીને ગાદી ઉપરથી ઉઠાવ્યા પણ ખરા પરંતુ બહાર નીકછતાં દરવાજા જેવડું મોટું રૂપ થયુઃ ભમરાનાં ટેળાં વળ્યાં એટલે પ્રતિમાજીને મૂકી તેઓ જતા રહ્યાં.
ઉપરના વર્તમાન ભૂલનાયકજીને સં. ૧૯૮૩ ના વિ. શુદ ૫. ડીસાના અંગલાણી રવચદ ભુખણદાસનાં વિધવા પત્ની પુરબાઈએ ૧૩૦૧ આપી બેસાયા છે. - ૧૯૮૨ થી દર પૂર્ણિમાએ ભાતું અપાય છે–પોષ દશમને માટે મેળો અને ત્રણ નકારશી થાય છે, રથયાત્રા નીકળે છે. અહીં આ મેળાના દિવસમાં એક દિવસ આજુબાજુના ઠાકરડાઓને પણ જમાડાયા છે જેના પરિણામે તેઓ કદી પણ કેઈ યાત્રાને હેરાન નથી કરતા, તેમ લુંટફાટ કે ચેરી પણ નથી કરતા.
સ. ૧૯૬રમાં વેરચંદભાઈના સ્વર્ગવાસબાદ વહીવટડીસાનિવાસી શેઠ લલ્લુભાઈ રામચંદને સૅ હતા અને હાલ તેમના સપુત્રે પુનમચદભાઈ વહીવટકરે છે. એમણે પણ ઉપરના ભાગમાં શત્રુંજય ગિરનાર વિગેરેના પટકરાવ્યા. અત્યારે દિનપ્રતિદિન તીર્થના ઉન્નતિ થઈ રહી છે. માત્ર અહીં આવતાં રસ્તાની અગવડ છે. રેલ્વે રરતે પાલનપરથી ડીસા અવાય છે. અને ડીસાથી ગાડા, ઊંટ કે ગાડી રસ્તે ભીલડીયાજી લગભગ દસ ગાઉ દૂર છે ત્યાં જવાય છે.
વિશેષ માટે ભીલડીયાજી તીર્થપુસ્તક તથા જૈન યુગને ભીમપલ્લી નામને લેખ વગેરે જેવાં.
પ્રાચીન તીર્થમાલામાં ભીલડીયાજીને આ પ્રમાણે સંભાર્યું છે. “સારી શ્રી વિરજિjદ, થિરાદ રાધનપુરે આણંદ ભગવત ભેટું મનઉલ્લાસિ, ધાણુધારી, ભિલડીઉ પાસ” કચછપ્રદેશમાં અંજાર શહેરમાં શ્રી ભીલડીયા પાશ્વનાજીનું મંદિર છે.
ભીલડીયાજીની યાત્રાએ આવતાં અને નીચેના રથળાનો લાભ પ્રાપ્ત ચચો હતા.
ઉણ
અહીં પ્રાચીન સુદર જિનમંદિર છે. રાધનપુરથી ૭ ગાઉ દૂર છે. સુંદર ઉપાશ્રય છે. શ્રાવકેનાં ઘર છે, પરંતુ ખેદપૂર્વક લખવું પડે છે કે ઘર થોડાં ને
સંપ માટે છે. ભાવિક હોવા છતાંયે કેણ ઉપાશ્રયે જાય એ પ્રશ્ન એમને બહુ વિટ લાગે છે. એટલે મહાનુભા ઉપાશ્રયે વિચારીને જ આવત્તા લાગે છે.