________________
ઇતિહાસ ] : ૨૪૧ :
સુરત ( આ પ્રમાણે અને પણીય અશુદ્ધ આહાર મળવાથી આ. શ્રીકાલિકાચાર્ય સપરિવાર ત્યાંથી ચાતુર્માસમાં જ વિહાર કરી પ્રતિષ્ઠાનપુરના સંઘના આગ્રહથી પ્રતિકાનપુર પધાર્યા, પર્યુષણ પ્રતિષ્ઠાનપુરમાં ઉજવ્યાં અને સંવત્સરી મહાપર્વ ભા. શુ. પાંચમે કરવામાં આવતું હતું તે ભાદરવા શુદિ ચોથના જ કરવામાં આવ્યું. આવી જ રીતે લગભગ એ જ સમયમાં થયેલ આર્ય ખપૂટાચાયે પણ ભૂગુકચ્છમાં બૌદ્ધોને હરાવી શકુનિકાવિહાર તીર્થ બચાવ્યું હતું. જુઓ–
"मारिभ्य इव क्षीरं सौगतेभ्यो व्यमोचत ।
अश्वावबोधतीर्थ श्रीभृगुकच्छपुरे हि यः ॥" તેમજ તેમના શિષ્ય શ્રી મહેંદ્રસૂરિજીએ પટણામાં પાંચસે બ્રાહ્મણને જેની દીક્ષા આપી હતી અને એ કારણે ભૂગુકચછના બ્રાહ્મણે એમના ઉપર દેખ રાખતા હતા અને ઉપદ્રવ કરતા હતા. મહેદ્રસૂરિજીએ અહીં આવી, ચમત્કાર બતાવી એ સર્વ ઉપદ્રવ દૂર કર્યા હતા.
(શ્રી પ્રભાવક ચરિત્ર, પાદલિપ્તસૂરિ પ્રબન્ધ) ભરૂચમાં નવ સુંદર મંદિર છે જે આ પ્રમાણે છે. (૧) શ્રી યશોધરા પાશ્વનાથજીનું ભવ્ય મંદિર છેઅહીં ધરણેન્દ્ર પાવતીની ચમત્કારી પ્રતિમા છે. (૨) તેમજ શ્રી મુનિસુવ્રતસ્વામીના મદિરમાં ભેંયરામાં શ્રી સહસ્ત્રફણ પાર્શ્વનાથજીની ભવ્ય મનહર પ્રતિમાજી છે. (૩–૪) આ સિવાય અનંતનાથજી, બાષભદેવજી, જેમાં એક રનની પ્રતિમાજી પણ સુંદર છે, (૫-૬) શાનિતનાથજીના બે મંદિર છે. (૭) બીજા મદિરમાં પણ મુનિસુવ્રતસ્વામી છે. (૮-૯) મહાવીર સ્વામી અને અજિતનાથજીના મંદિર છે. આવી રીતે નવું મંદિર છે.
મુખ્ય =દિર શ્રી મુનિસુવ્રતસ્વામીનું જે શકુનિકાવિહાર કહેવાય છે તે બહુ જ પ્રસિધ્ધ છે સુંદરશ્યામ મુનિસુવતજિનની પ્રતિમા પરમદર્શનીય છે. ઉપાશ્રય, પાઠશાળા, શ્રાવકેની વસ્તી મારી છે. સ્ટેશનથી ગામ એક માઈલ દૂર છે. ભરૂચ ટેકરો ઉપર વસેલું છે. નીચે વિશાળ નર્મદા નદી વહી રહી છે.
સુરત, અહીં લગભગ પચાસેક જિનમદિરે છે. ઘરમન્દિરે પણ છે. ૧, ગેપીપુરામાં શ્રી શાન્તિનાથજી, ૨ અનંતનાથજી, ૩ અનંતનાથજી.
૪ નવાપુરામાં શાંતિનાથજી, ૫ ભીડભંજન પાર્શ્વનાથજી. આ ઉપરાંત જુદા જુદા તીર્થંકરના નામાભિધાનવાળાં બીજા ઘણાં મંદિરો છે. શ્રી શાંતિનાથના મંદિરમાં રનની એક સુંદર પ્રતિમા છે.
અહીંયાં શેઠ દેવચંદ લાલભાઈ પુરતધ્ધાર પંડ, આગમેદય સમિતિ, શ્રી