________________
-
-
...
ઇતિહાસ ] : ૨૧૩ :
પાલનપુર આ જ વસ્તુને સૂચિત કરનાર બીજો ઉલ્લેખ આ પ્રમાણે મલે છે " प्रल्हादनस्पृकपुरपत्तने श्रीप्रल्हादनोवीपतिसद्विहारे ।
श्रीगच्छधुः किल यस्य वर्यश्रीहरिमंत्रे सति दीयमाने ॥३३॥ सत्पात्रमात्रातिगसद्गुणातिप्रहृष्टहल्लेखमृदग्यूलेखाः ।।
कर्पूरकाश्मीरजकुंकुमादिगंधोदकं श्रार ववृषुस्तदानीम् ॥३४॥ " रिपददानावसरे सौवर्णकपिशीर्षके प्रल्हादनविहारे मंडपात कुंकुमवृष्टि"
તપગચ્છપટ્ટાવલી) આ સમયે પાલનપુર એવું સમુન્નત હતું કે તે વખતે પ્રહાદનવિહારમાં "प्रत्यहं मूटकप्रमाणा अक्षता:" xxx पोडशमणप्रमाणानि पूगीफलानि " એટલું પ્રમાણ એકત્ર થતું હતું. એક સાથે ચેરાશી લખપતિઓ ત્યાં દર્શન કરવા રાજ આવતા. એવું સુખી, સમૃદ્ધ અને ઉન્નત પાલનપુર હતું. વર્તમામ પાલનપુરની આજુબાજુના ટીલામાંથી બેદતાં જે પ્રતિમાઓ ઘણી વાર નીકળે છે.
વર્તમાન પાલનપુર અત્યારે પાલનપુર નવાબી રાજ્ય છે. પાલનપુર સ્ટેટની મુખ્ય રાજધાનીનું શહેર પાલનપુર છે. ચારે બાજુ પાકો કિલ્લો છે. અહીં સુંદર ચાર જૈન મંદિર છે. પ-૬ ઉપાશ્રય છે. કન્યાપાઠશાળા, ધામિક પાઠશાળા, બેડીગ, લાયબ્રેરી, પુસ્તકભંડાર વગેરે છે. ચાર મંદિરને ટ્રેક પરિચય આ પ્રમાણે છે
૧. પલવીયાપાર્શ્વનાથજીનું સુંદર મંદિર જે ત્રણ માળનું છે. મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજીની લગભગ દોઢ ફૂટ ઊંચી સુંદર સફેદ મૂર્તિ છે. ભમતીમાં શ્રી ગેડીપાર્શ્વનાથજીની મૂર્તિ છે મેડી ઉપર શ્રી શાન્તિનાથજીની તથા શીતલનાથજીની. વિશાલ મૂતિઓ છે.
પલ્લવીયાપાશ્વનાથજીની મૂર્તિ રાજા પ્રહાદને, કહે છે કે, સોનાની બનાવરાવી હતી; કિનનું કારણવશાત પાછળથી આ મૂતિ બૅયરામાં ભડારી દેવામાં આવી છે જ્યારે બીજી માન્યતા પ્રમાણે રાજાએ મૂર્તિ પાષાણુની જ ભરાવી હતી પરંતુ મુસ લમાની હુમલાથી બચવા એ ચમત્કારિક મૂતિ કે જેના હેવણુ જલથી પિતા અને પુત્રને કેઢ મચ્યો હતે એ મૂતિ ભોંયરામાં પધરાવી દેવાઈ છે ત્યારપછી પાશ્વનાથજીની નવી મતિ બનાવી હતી જેની પ્રતિષ્ઠા કરંટકગચ્છના આચાર્ય શ્રી કડક સૂરિજીના હાથથી ૧ર૭૪ ના ફાગણ શુદિ ૫ ને ગુરુવારે કરાઈ હતી એ લેખ છે આ મદિર ભવ્ય, વિશાલ અને સુંદર છે. અંદર તીર્થના પટ્ટો પણ સુંદર છે.