________________
-
-
-
---
--
-
-
-
ઇતિહાસ ] : ૧૯ષ :
તારંગા જેથી ગુરુમહારાજ શ્રી હેમચંદ્રાચાર્યજી પાસે આવી તેનું પ્રાયશ્ચિત્ત માંગ્યું ત્યારે ગુરુમહારાજે જણાવ્યું કે-બત્રીશ દાંત છે તે તેના પ્રાયશ્ચિત્તરૂપે તારગદુર્ગ ( તારંગાજી) ઉપર બત્રીશ માળનું મંદિર બંધાવે. ( આ પ્રાયશ્ચિત્ત માટે બત્રીશ મંદિર બંધાવવાનું રસૂરિજી મહારાજ કુમારપાલને જણાવ્યું છે અને રાજાએ બત્રીશ મંદિર જુદે જુદે સ્થાને બંધાવ્યાને ઉલ્લેખ પણ મળે છે. આ અન્ય મત પણ પ્રવર્તે છે. ) રાજાએ આ પ્રાયશ્ચિત્ત સહર્ષ સ્વીકાર્યું અને બાવન દેવકુલિકાવાળો ખત્રીશ માળને ભવ્ય જિનપ્રાસાદ કરાવ્ય મંદિરમાં રાષ્ટ્ર રત્નમય ૧૨૫ આંગુલની શ્રી અજિતનાથ પ્રભુજીની મૂર્તિની પ્રતિષ્ઠા કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચ દ્રાચાર્યજીના હાથથી વિ. સ. ૧૫૨૧ માં કરાવી ' પરતુ પ્રમચિન્તામણિમાં મેં ઉપર કૌસમાં જણાવેલ બજા પ્રતષનું સમર્થન છે. જુઓ “ રાજાને ઘેબર ખાતા માંસાહારની સ્મૃતિ થઈ આવી છે જેના પ્રાયશ્ચિત્તરૂપે બત્રીશ મંદિર બંધાવવાનું ગુરુમહારાજે જણાવ્યું છે; અને રાજાએ તે સ્વીકાર્યું છે. ” કુમારપાલપ્રતિબધમાં બત્રીશ મદિર બંધાવ્યાનું લખ્યું છે તેમાં પ્રથમ તે પાટણમાં કુમારવિહાર બંધાવ્યું, બાદમાં ત્રિભવનવિહાર બંધાવ્યું. આ ઉપરાંત પાટણમાં બીજા ચેવીશ મંદિર બંધાવ્યાં ( બત્રીશની સંખ્યા મળી રહે છે ) મોહરાજપરાજયમાં પણ ઉલ્લેખ છે કે–આ પ્રાયશ્ચિત્તમાં રાજાએ બત્રીશ મંદિર બંધાવ્યાં હતાં.
પ્રભાવક ચરિત્રમાં ઉલ્લેખ છે કે-રાજાએ પૂર્વે જે માંસાહાર કર્યો હતે તેના પ્રાયશ્ચિત્તમાં બત્રીશ દાંત તેડી પડાવવાની રાજાની ઈચ્છા હતી, પરંતુ ગુરુમહારાજે તેમ કરાવવાની ના કહી અને કહ્યું કે એક વાર દેહને કષ્ટ આપવાથી કૃતકમને નાશ થાય; પરંતુ તે અજ્ઞાનતા છે. તું આહંન્દુ ધર્મની ઈચ્છાથી પવિત્ર મનવાળે થઈને ધમરાધન કર કે જેથી સમસ્ત પાપરૂપ પંક ધોવાઈ જાય. બત્રીશ દાંત છે માટે પાપથી મુક્ત થવા માટે ઉપવનમાં મનોહર બત્રીશ ચિત્ય કરાવ. તથા તારા પિતા ત્રિભુવનપાલના સુકૃત નિમિત્ત મેરુશિખર સમાન એક ઉન્નત જિનચૈત્ય કરાવી.
ઉપરનાં પ્રમાણે આપણને બે વસ્તુ સ્પષ્ટ દર્શાવે છે કે–તારંગાજી ઉપર મહારાજા કુમારપાલે સુ દર ઉન્નત ભવ્ય જિનમદિર બંધાવી એમાં શ્રી અજિતનાથ પ્રભુની મતિની પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિર બંધાવવા માટે માંસાહાર
જનની સ્મૃતિના પ્રાયશ્ચિત્તનું નિમિત્ત નથી. એ નિમિત્તે તે બીજા બત્રીશ જિનમંદિર બંધાવ્યાં છે.
છે ઉપદેશતરંગિણી ઉલેખ છે કે “ તારગામાં મહારાજા કુમારપાલે ભવ્ય જિનમદિર બંધાવી શ્રી જિતનાથ પ્રભુની મૂર્તિ બિરાજમાન કરી” (રત્નમદિર ગણિ)
તેમજ વીરવ શાવલીમાં લખ્યું છે કે “ વિ. સ. ૧૨૨૧ વર્ષે તારણગિરી શ્રી અજિતનાથ બિંબ થાયુ, ”