________________
ઇતિહાસ ].
મોઢેરા સ્વામીને, મેરામાં શ્રી વીરજિનને, મથુરામાં સુપાર્શ્વનાથજી અને પાર્વનાથને. બે ઘડીમાં નમસ્કાર કરીને, સેરઠમાં વિચરીને, ગેપાલગિરિમાં જઈને જ આહાર કરે છે, અને આમરાજાએ જેમના ચરણકમલની સેવા કરી છે, તે બપ્પભટ્ટસૂરિવરે વિક્રમ સંવત ૮૨૬ માં (મથુરામાં ) શ્રી વીરભગવાનની બિંબપ્રતિમાની સ્થાપનાપ્રતિષ્ઠા કરી છે-હતી.”
આમાં આપેલ મેહેરા એ જ ગુજરાતનું આજનું પ્રસિદ્ધ મંદિર છે. મેંઢરાના ગામ બહાર ફલાંગ દૂર એક સુંદર જિનમંદિરનું ખડિયેર ઊભું છે અને એની સામે જ વિશાલ કુંડ છે. આ મંદિરની રચના–શ્રીજીવાભિગમસૂત્રમાં આવતા વિજય દેવતા જિનચૈત્યમાં જાય છે એવા જિનચે પ્રમાણેની જ છે. આ વિશાલ મંદિર અત્યારે તે ભાંગ્યુ તૂટયું છે પરંતુ એ જૈન મંદિર છે એવાં ચિહ્નો વિદ્યમાન છે. તેમજ કુંડમા નાનીનાની દેરીઓમાં ખડિત પદ્માસનસ્થ જૈનમૂતિઓ છે. હમણાં કુંડનું સમાર કામ થતા નીચેના ભાગમાંથી પદરથી સેળ જેન તીર્થકર ભગવતેની મતિઓ નીકળી હતી પરંતુ એ વિભાગના ઉપરીએ જેને આ મૂતિઓ માંગશે એવા ડરથી એને જલદી જ નીચે ઢંકાવી દીધી--માટીથી એ ભાગ પુરાવી દે.
આ તરફ ચારે બાજુ મેટા ટીંબા છે. આ જૂનું-પ્રાચીન મોઢેરા છે. અત્યારનું મેંઢરા નવું વસ્યું હોય એમ જણાય છે. અહીંનુ ગામ બહારનું પ્રાચીન મંદિર એ વીરપ્રભુનું મંદિર હશે. આજે પણ બ્રહ્મશાન્તિ-યક્ષની ખંડિત મૂતિ છે, જે અહીં હનુમાનજી તરીકે પૂજાય છે. બપ્પભટ્ટસૂરિજી ગુરુજી, મોઢગચ્છના આચાર્ય અહીં વધુ વિચરતા અને પૂર બપભટ્ટસૂરિજીની દીક્ષા અને આચાર્ય પદવી પણ અહીં જ થઈ છે. તેમજ જિનપ્રભસૂરિજી પિતાના વિવિધતીર્થક૫માં ૮૪ મહાતીર્થોમાં “ધી” લખી મોઢેરાને મહાતીર્થ તરીકે સબંધે છે.
બપ્પભટ્ટસૂરિજીના ગુરુભ્રાતા શ્રીનસૂરિજી અહીં વધુ રહેતા અને તેમણે અહીં રહી નાટયશાસ્ત્ર બનાવ્યું છે. મેંઢરા મઢવાણીયાઓની ઉત્પત્તિનું સ્થાન છે. અહીં એમની કુલદેવીનું મંદિર છે. ઘણા મોઢવણિક જેન હતા. મેઢગચ્છ પણ ચાલ્યો છે જેમાં સિદ્ધસેનસૂરિજી, શ્રી બપ્પભટ્ટસૂરિજી, નન્નસૂરિજી જેવા પ્રભાવિક આચાર્યો થયા છે. મોઢ વણિકોએ બંધાવેલાં જૈન મંદિર અને મૂતિઓના શિલાલેખો ધધૂકામાં, વઢવાણ, દિવ, દેલવાડા આદિમાં મલે છે. કલિકાલસર્વ આચાર્યશ્રી હેમચંદ્રાચ યંછ મોઢ જ્ઞાતિનું જ અણમોલ રત્ન હતું વસંતવિલાસ મહાકાવ્યના કર્તા મહાકવિ અને વાગદેવીપ્રતિપન્નસૂનુ શ્રી બાલચંદ્રસૂરિજી પણ મોઢ બ્રાહ્મણ હતા. મહામંત્રીશ્વર વસ્તુપાલની દ્વિતીય પત્ની પણ મોઢ હતી અને પાટણના પચાસરા પાર્શ્વનાથજીના મદિરમાં આશાક મંત્રીની સં. ૯૦૧ સાલની કૃતિ છે, તે આશાક પણ મેઢજ્ઞાતિય હતે. આવી રીતે મેઢ જ્ઞાતિ અને મેઢ ગચ્છમાથી અનેક રને પાકયા છે.
૧ પ્રભાવક ચરિત્રમાં લખ્યું છે કે ૫ચાલદેશના રાજા સુરપાલને પુત્ર ભદ્રકાતિ સિહસનસૂરિજીને અહીં મો છે. અહીં તેની દીક્ષા થઈ છે અને આચાર્યપદવી પણ અહીં જ થઈ છે.