________________
પાટણ
: ૧૭૪ :
[ ન તીર્થને આ સિવાય આ તીર્થના મહિંમાસૂચક અનેક સ્તુતિસ્તાત્રે તથા તીર્થસાળાએમાં ઉલ્લેખ મળે છેઆ બધા ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે પ્રાચીન કાલમાં ચારૂપ એક મહત્વનું તીર્થ હતું.
હાલમાં પણ ચારૂપમાં ખોદકામ કરતા અનેક જિનમૃતિઓનાં ખંડિત ભાગે, પરિકર, શાસનદેવી, મંદિરના સ્થભે મળી આવે છે. શ્રીમાન શ્રીજિનવિજયજી પિતાના પ્રાચીન લેખસંગ્રહમાં શ્રાપમાંથી ઉપલબ્ધ થયેલ પરિકર પરને લેખ આપે છે, જે નીચે પ્રમાણે છે.
......... ૨૩ શ્રીનારૂં શીરાઇપિતા राधणसुत श्रे० मोना तथा १० जसगसुत.
૨........ .. વા વાઘામ શ્રીમતી શ્રી પાર્શ્વનાથાિતિ. ३ प्रतिष्टितं श्रीदेवचंद्रशारिभिः ।"
આ લેખમાં જણાવેલ શ્રી દેવચકરિ સાથે સંબંધ ધરાવનારે સંવત ૧૩૦૧ ને એક લેખ પાટણમાં છે તથા ખાસ એ આચાર્યની સ્મૃતિ પણ પાટલુના પચાસરાપાર્શ્વનાથના મંદિરમાં બિરાજમાન છે. આ સમયે ચારૂપ મહાતીર્થરૂપ ગણાતું એમ આ શિલાલેખના આધારે નિશ્ચિત થાય છે.
પાટણથી ચારૂપ રસ્તે પણ જવાય છે. પાટણથી પહેલું જ સ્ટેશન છે. રટેશનથી એક માઈલ દૂર ગામ છે, ત્યાં આપણું મદિર છે. ત્યાં વિશાલ ધર્મશાલા છે. દર પૂર્ણિમાએ મેળા જેવું રહે છે. બીજી પણ ધર્મશાલાઓ બનેલી છે
પાટણ. ગુજરાતની પ્રાચીન રાજધાની, ગુજરાતના પ્રભાવ, કીતિ, અમિતાના શિખરે બેઠેલી આ નગરીએ ઘણું ઘણું ચડતીપડતીના પ્રસંગે નિહાળ્યા છે. ગુજરાતના રાજવીઓ એક વાર હિન્દભરમાં પ્રસિદ્ધ હતા તેમજ એમના મંત્રીઓની મુસદ્દીગીરીની એક વાર તે હિન્દભરમાં બોલબાલા બેલાતી હતી. તેમજ પાટણના કુબેર ભંડારી જેવા શ્રીમંત જનોની દાન-દયાળુ વૃત્તિ અને શૂરવીરતાની ભારતમાં કીતિ ગાજતી. પાટણમાં એક વાર ભારતની લમી રમી હતી. પાટણ વ્યાપાર, કલા અને શિક્ષણનું જબરજસ્ત કેન્દ્ર હતું. સાથે જ ગુજરાતની આ રાજનગરી જૈનધર્મનું પણ
કુ. પાટણ નપુરીનગૌરવને પામેલ હતું. અહીં અનેક સૂરિપંગ અને મુનિવર પધારતા અને ધર્મામૃત વહાવતા. આચાર્ય શ્રી શીલગુણસૂરિજીએ પાટણુ સ્થાપક. ગુજરાટ્યસ્થાપક વનરાજની રક્ષા કરી-એને જીવતદાન, જ્ઞાનદાન અને સંસ્કારદાન આપી સાચે મનવનરપતિ બનાવ્યા. પાટણની સ્થાપના વિ. સં. ૮૦૨માં થઈ અને તે જ વખતે શીલગુસૂરિજીના ઉપદેશથી પાટજીમાં પંચાસરા પાર્શ્વનાથજીના મંદિરની સ્થાપના થઈ. જે પંચા૨ જનજીના મંદિરમાં અત્યારે પણ ભૂલનાથક છે. પાટણમાં જૈન ધર્મના અનેક પ્રભાવિક આચાર્ય પધાયાં