________________
ઇતિહાસ ] : ૧૭૩ :
ચારૂપ સુવ્રતસ્વામીજીના શાસનમાં થયા છેઆ બધા કથનેમાંથી એક જ ફલિતાર્થ નીકલે છે કે ચારૂપ તીર્થ પ્રાચીન છે.
પ્રભાવક ચરિત્રમાં શ્રી વીરાચાર્ય પ્રબંધમાં ઉલ્લેખ છે કે સૂરિજી મહારાજ પાટણ પધારતાં પહેલાં ચારૂપ પધાર્યા હતા, જુઓ તે વર્ણન.
“પછી ત્યાંથી સંયમયાત્રા નિમિત્તે હળવે હળવે તેમણે વિહાર કર્યો અને અણહિલપુરની પાસે ચારૂપ નામના ગામમાં તેઓ પધાર્યા. એવામાં શ્રી જયસિંહ રાજાર તેમની સામે આવ્યું અને દેશને પણ અપૂર્વ લાગે તેવા તેણે પ્રવેશ-મહત્સવ કર્યો” (પ્રભાવક ચરિત્ર,વીરાચાર્ય ચરિત્ર, પૃ ૧૬૮-સંસ્કૃત)
મહામંત્રીશ્વર વસ્તુપાલે ચારૂપમાં મંદિર બંધાવ્યાને ઉલલેખ તેમના આબુના શિલાલેખમાં મળે છે જુઓ --
"भीमणहिल्लपुरपत्यापन्ने चारोपे, ३ भीमादि-न थविध प्रासादं गूढमंडपं ઇ જાણિત' ભાવાર્થ-અણહિલપુર(પાટણ)ની સમીપમાં આવેલા ચારોપ (હાલનું ચારૂ૫) નામના સ્થાનમાં આદિનાથનું બિંબ, એક મદિર અને છ ચઉકિયા (વેદીઓ)-સહિત ગૂઢમંડપ બનાવ્યા.
(પ્રા. જે. લે. સંપૃ. ૯૨ અને ૧૨૩) બાદમાં માંડવગઢના પ્રસિદ્ધ ધર્માત્મા અને દાનવીર પેથડશાહે ચારૂપમાં એક શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર મંદિર બંધાવ્યું હતું જેને ઉલેખ સુકૃતસાગરમાં મળે છે. અને મુનિસુંદરસૂરિજી પિતાના ગુર્નાવલી નામના ગ્રંથમાં પણ તેને ઉલેખ કરે છે. જુઓ, આ રહ્યો તે ઉલેખ “ જે પૃારા famતિ ”(ગુવવલી પૃ. ૨૦) આવી જ રીતે ઉપદેશતરંગીણીમાં કેટલાંક પ્રસિદ્ધ તીર્થોની ગણતવીમાં ચારૂપનું નામ આવે છે, જુઓ --
भीजीरापल्लीफलवदि, कलिकुण्ड कुर्कुटेश्वरपावकाSSरासणसंखेश्वरचारुपरावणपार्थवीणादीश्वरचित्रकूटाऽऽघाटश्रीपुररतम्मनपार्श्वराणपुरचतुर्मुखविहाराधनेकतीर्थानि यानि जगती तले वर्तमानानि " ( उपदेशतरंगीणी पृ. ६)
૧. શ્રી વીરાચાર્ય એક મહાભાવિક આચાર્ય થયા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ રાજા જયસિહ દેવ( સિદ્ધરાજ જયસિંહ)ના તેઓ પરમ મિત્ર હતા. રાજા તેમના પ્રતિ ધરું જ માન અને ભક્તિ રાખતો હતો. શ્રી વીરાચાર્ય મહાવાદી અને પ્રખર વિદ્વાન હતા. તેઓ વિકમની બારમી શતાબ્દિમાં થયા છે. વિશેષ પરિચય માટે જુઓ પ્રભાવક ચરિત્ર.
૨. જયસિંહ એ 'પ્રસિદ્ધ સિદ્ધરાજ જયસિંહ છે. તેઓ બારમી શતાબ્દિમાં થયા છે.
૩, આ આદિનાથ ભગવાનની મતિ મલનાયક શ્રીશામળા પાર્શ્વનાથજીની બાજુમાં હજી પણ ચારૂપમાં વિદ્યમાન જ છે.