________________
ભલેશ્વર
૪ ૧૪ર :
[ જૈન તીર્થોને ભદ્રાવતીને ઈતિહાસ ઘણે જ ને દર્શાવવામાં આવે છે. મહાભારતમાં વર્ણવાયેલી યૌવનાશ્વ નગરી તે આ જ ભદ્રાવતી હતી અને પાંડવોએ અશ્વમેધ યજ્ઞને ઘેડે અત્રે જ બાંગ્યે હતું. આ તે પૌરાણિક વાત થઈ.
આ મંદિરને મધ્યકાલીન ઈતિહાસ નથી મળતું, પરંતુ પરમાતે પાસક મહારાજા કુમારપાલે અહીંના મંદિરને જીર્ણોધ્ધાર કરાવ્યાને ઉલ્લેખ મળે છે. 'બાદ વિ. સં. ૧૩૧૫માં દાનવીર જગડુશાહે આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યે હતે એવો એક લેખ ત્યાંના સ્થંભ ઉપર કેરેલ વિદ્યમાન છે. જગડુશાહની અનેક પેઢીઓ દેશાવરમાં ચાલતી. તેના વહાણે વિશ્વભરના બંદરની સફર કરી આવતાં. તેની દાનવૃત્તિએ તેને અમર નામના અપાવી છે. આઠ સૈકાઓ વીતી જવા છતાં જનતા આજે પુણ્યનામધેય જગડુશાહનું સ્મરણ કરી પોતાનું મસ્તક અવનત કરે છે. જગડુશાહના સખાવતી ક્ષેત્રની કંઇક આપણે ઝાંખી કરીએ. વિ. સં. ૧૩૧૫ માં કચ્છમાં અતિશય અનાવૃષ્ટિ થઈ. લેકે અને જાનવરે દુષ્કાળના પંજામાં સપડાયા. તે વખતે ભદ્રાવતી વાઘેલાના કબજામાં હતી, તેની પાસેથી કબજે લઈ જગડુશાહે પિતાના અનભંડાર અને વિશ્વભંડાર ખુલ્લા મૂકી દીધા. દાનની ગંગાને સ્રોત એ અવિરત વહાવ્યા કે દેશભરને દુષ્કાળનું દુઃખ દેખાયું નહિ. કવિઓએ તેના આવા અભૂતપૂર્વ કાર્યથી આકર્ષાઈ તેમને બિરદાવ્યા છે કે
જગડ જીવતે મેલ,
પનરો તેર પડે નહીં. નીચેની હકીકત પરથી જગડુશાહને માનવપ્રેમ, વાત્સલ્યભાવ અને આર્કિતા દેખાઈ આવશે. રેવાકાંઠા, સેરઠ અને ગુજરાતમાં ૩૩; મારવાડ, થાટ અને કચ્છમાં ૩૦, મેવાડ, માળવા અને હાલમાં ૪૦; ઉત્તર વિભાગમાં ૧૨ એ પ્રમાણે જગડુશાહ તરફથી દાનશાળાઓ ચાલતી હતી. આ ઉપરાંત તેમણે વીસલદેવને ૮૦૦૦ સુડા, સિંધના હમીરને ૧૨૦૦૦ મુડા, દિલ્હીના સુલતાનને ૨૧૦૦૦ સુડા, ૧૮૦૦૦ સુડા માળવાના રાજાને અને ૩ર૦૦૦ સુડા મેવાડાધિપતિને અનાજના આપ્યા હતા. આવા દાનેશ્વરી જગડુશાહે આ પ્રાચીન નગરીના પુરાતન જિનાલયને જીર્ણોધ્ધાર કરાવેલ છે. ત્યારપછી ટક સમયમાં ભદ્રાવતીનું પતન થયું. ત્યાંના જેને અન્યત્ર ચાલ્યા ગયા. મંદિરજી એક બાવાના હાથમાં ગયું. બાવાએ પ્રતિમાજી ઉપાડી લઈ ભોયરામાં સંતાડી દીધા. આ સમાચાર જૈનેને મળતાં ત્યાં આવી તેને સમજાવ્યું પણ તેણે પ્રતિમાજી ન આપ્યાં એટલે સંઘે મૂળનાયક તરીકે શ્રી મહાવીરસ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૨૨માં કરી. આ પ્રતિમાજી પણ પ્રાચીન છે. તેની અંજનશલાકા વિ. સં. ૬રરમાં થયેલી છે. થોડા સમય પછી બાવાએ પાર્શ્વનાથજીની મૂતિ પણ પાછી આપી દીધી જે પાછળથી શ્રી સંઘે મૂળ મંદિરની પાછળ દેવકુલિકામાં બિરા જમાન કરી છે, જે હાલ વિદ્યમાન છે.