________________
પૂરવણી B ભદ્રેશ્વર સંબંધી થોડી વધુ માહિતી જૂની ભદ્રાવતીના જે અવશેષે અહીં જોવામાં આવે છે તે નીચે પ્રમાણે છે. જગડુશાહે બંધાવેલી જુડીઆ વાવ, માણેશ્વર ખેડા મહાદેવનું મંદિર, પૂલસર તળાવ, આશાપુરા માતાનું મંદિર, લાલશાબાજ પીરને કુબે, સેળ થાંભલાની મરજી, પંજરપીરની સમાધિ અને ખીમલી મજીદ-આવા અનેક હિન્દુ સલીમ
સ્મારક-અવશે જોવામાં આવે છે. તેમાં કેટલાક ઉપર લેખે પણ છે. દા. ત. આશાપુરા માતાના મંદિરના એક થાંભલા ઉપર સં. ૧૧૫૮ ને લેખ અને કેટલાક પાળીઆઓ ઉપર સં. ૧૩૧૯ ના લેખે છે. ખેડા મહાદેવના મંદિરની ડેલીના એક ઓટલાના ચણેલા પત્થરમાં સ. ૧૧૫ ને સિદ્ધરાજ જયસિંહના સમયને લેખ છે.
આ નગરી વિ. સં. ૮ થી ૧૦ સુધી તે પઢીયાર રાજપુતેના હાથમાં હતી. તે પછી વાઘેલાઓના હાથમાં આવી. તે પછી સામ જાડેજાઓના હાથમાં આ નગરી આવી. પઢીયાર રાજપુતેના જવા બાદ આ નગરીનું ગૌરવ અને વૈભવ પણ નષ્ટ થવા માંડયાં હતા.
કિન્તુ વાસ્તવિક રીતે જોતાં જણાય છે કે વિક્રમની ચૌદમી સદીના પૂર્વ સમય પર્યત તે આ નગરીની પૂરી જાહેરજલાલી હતી અને ચૌદમી શતાબ્દીના ઉત્તરકાલમાં તેની પડતીની શરૂઆત થઈ હતી.
અત્યારનું વર્તમાન ભદ્રેશ્વર-ભદ્રાવતી મુદ્રા તાલુકાનું ગામ ગણાય છે. ગામમાં ત્રણથી સાડાત્રણ હજાર માણસોની વસ્તી છે. આ ગામની સ્થાપનાને ૪૦૦ વર્ષ વ્યતીત થઈ ગયાં છે.