________________
ઇતિહાસ ]
ઃ ૧૫૫ : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી. સભ્યની આ દશા જોઈ શ્રીકૃષ્ણ આકુળવ્યાકુળ થઈ ગયા અને ભગવાન શ્રી અરિષ્ટનેમિકુમારને પૂછયુ-“ભગવાન ! આ મારું સન્ય કેવી રીતે નિગી (નિરુપદ્રવી) થશે અને જયલક્ષમી અમારા હાથમાં કેવી રીતે આવશે?” ત્યારે ભગવાન શ્રી અરિષ્ટનેમિકુમારે અવધિજ્ઞાનથી જોઈને કહ્યું કે-“પાતાલલોકમાં નાગદેવથી પૂજિત ભાવિ તીર્થકર શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી છે તેમને પોતાના પૂજાસ્થાનમાં રાખી તુ પૂજા કરીશ તે તારું એન્ય નિરુપદ્રવી થશે અને તને જય મળશે.” આ સાંભળીને શ્રી કૃષ્ણ સાત મહિના અને ત્રણ દિવસ (અન્ય મતાનુસાર ત્રણ દિવસ) સુધી આહાર રહિત રહી વિધિપૂર્વક પનગરાજની આરાધના કરી. અનુક્રમે વાસુકી નાગરાજ પ્રત્યક્ષ થયા કૃષ્ણજીએ ભક્તિ-બહમાનપૂર્વક શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીની માગણી કરી, નાગરાજે પ્રતિમાજી આપ્યાં. કૃષ્ણ મહોત્સવ પૂર્વક પ્રતિમાજીને પિતાના દેવમંદિરમાં સ્થાપ્યા. વિધિપૂર્વક ત્રિકાળ પૂજા શરૂ કરી. પ્રતિમાજીનું હવણ જળ લઈ સમસ્ત સૈન્ય ઉપર છાંટયું જેથી સેના રાગ રહિત થઈ. સમસ્ત જરા, વેગ, શોક વગેરે દૂર થઈ ગયાં. અનુક્રમે જરાસંધને પરાજય થયો. લેહાસુર, ગયસુર અને બાણાસુરાદિ જીતાયા. ત્યારથી ધરણેન્દ્રપદ્માવતીના સાનિધ્ય યુક્ત સકલબિહારી અને સમરત ઋદ્ધિના જનક શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની ઘણી પ્રસિધ્ધિ થઈ. પ્રતિમાજીને ત્યાં શંખપુરમાં જ સ્થાપિત કર્યો. બાદ પ્રતિમાજી અદશ્ય રહ્યાં. ત્યારબાદ શંખપુરના કૂવામાં પ્રતિમાજી પ્રગટ થયાં. હમણાં તે તે પ્રભુજી ચિત્યઘરમાં સકલ સંધથી પૂજાય છે. પ્રતિમાજી અનેક પ્રકારના પરચા પૂરે છે. મુસલમાન પાદશાહે પણ તેને મહિમા કરે છે.” શંખેશ્વરજીમાં રહેલ ઈચ્છિત ફલને આપનાર જિનેશ્વર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીને કહ૫ પૂર્વરતાવ્યાનુસાર જિનપ્રભસૂરિજીએ બનાવ્યું.
(વિવિધતીર્થકલ્પ પૃષ્ઠ પર) આ પ્રતિમાજીની ઉત્પત્તિ સંબંધી કહેવાય છે કે-ગઈવીશીના નવમા તીર્થકર શ્રી દાદર જિનેશ્વર મહારાજના સમયમાં આષાઢી શ્રાવકે આ બિંબ ભરાવ્યું હતું. આષાઢી શ્રાવકે પ્રભુજીને પૂછયું હતું કે-“મારું કલ્યાણ કેવી રીતે થશે?” ત્યારે પ્રભુજીએ કહ્યું કે “આવતી વીશીના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીના શાસનમાં તું ગણધાર થઈશ.” પછી તે શ્રાવકે પ્રભુમુખથી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના વર્ણ અને શરીરના માપ પ્રમાણે પ્રતિમાજી બનાવી, પિતાના ગૃહસ્થાશ્રમમા ઘણો વખત પૂજન કર્યા બાદ સંયમ સ્વીકાર્યું અને કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ઈંદ્ર થતા, અવધિજ્ઞાન દ્વારા પિતાના પરમ ઉપકારી શ્રી પાર્શ્વજિનબિંબને દેવલોકમાં લાવી, પોતાના વિમાનમાં રાખી થાવજજીવ પૂજા કરી. બાદ તેમણે તે બિબ સૂર્યને આપ્યું. સૂર્ય ૫૪ લાખ વર્ષ પર્યત તેની પૂજા કરી. બાદ આ ચમત્કારિક બિંબ પહેલા, બીજા, દશમા અને બારમા દેવલોકમાં, લવણદધિમાં, ભવનપતિઓના આવાસોમાં, વ્યંતરના નગરમાં, ગંગા તથા યમૂના નદીમાં અનેક સ્થળે પૂજાયુ. કાળક્રમે નાગરાજ ધરણેકે આ પ્રતિમા શ્રીષભદેવ ભગવાનના પાલિત-પુત્રે નમિ-વિનમિને આપી. તેમણે વેતાલ્ય પર્વત