________________
ઇતિહાસ ]
: ૧૫૭ : * શ્રી શંખેશ્વરપાનાથજી ચૌદમી શતાબ્દિને લેખ બ્રહ્માણગચ્છના શ્રી બુદ્ધિસાગરસૂરિજીને છે. બીજો લેખ પણ તેમને જ મળે છે.
આ સિવાય મૂલનાયકની આજુબાજુના બને કાઉસગીયા ઉપર પરિકર ઉપર સં. ૧૬૬૬ ને લેખ છે, જે આ પ્રમાણે છે–
सं. १६६६ वर्षे पो. व. ८ रवी शंखेश्वरपार्श्वनाथपरिकरः अहम्मदावादवास्तव्य शा. जयतमाल भा. जीवादेसुत पुण्यपाल तेन स्वश्रेयसे कारितः प्रतिष्ठितश्च श्रीतपागच्छे भट्टारक-श्रीहीरविजयसरीश्वरपट्टोदयाचलभासनभानुसमानभट्टारक श्रीविजयसेनसूरीश्वरनिर्देशात् ततशिष्य श्रीविजयदेवसूरिमिः श्रीमती राजनगरे इति शु०
સં. ૧૬૬૬ પિષ વદિ ૮ રવિવારે અમદાવાદનિવાસી શા. જયતમાલની ભાય જીવાના પુત્ર પુણ્યપાલે પિતાના કલ્યાણ માટે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું પરિકર કરાવીને તેની, શીતપાગચ્છનાયક ભટ્ટારક શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજની પાટરૂપી ઉદયાચલ પર્વતને પ્રકાશમાન કરવા માટે સૂર્યસમાન ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી તેમના પટ્ટધર શિષ્ય વિજયદેવસૂરીશ્વરજી મહારાજ પાસે અમદાવાદમાં પ્રતિષ્ઠા કરાવી.
ઉપર્યુક્ત લેખમાં એ પણ સૂચિત કર્યું છે કે શ્રી વિજયસેનસૂરિજીની આજ્ઞાથી શ્રી વિજયદેવસૂરીશ્વરજીએ પ્રતિષ્ઠા કરાવી છે. આ સંબંધી વિજયપ્રશરિતમાં નીચે મુજબ ઉલ્લેખ મળે છે
" पुरे राणपुरे प्रोढेऽप्यारासणपुरे पुनः ।
पत्तनादिषु नगरेष्वपि शंखेश्वरे पुरे श्रीमरीन्द्रोपदेशेन संनिवेशेन संपदाम् ।
जाता जगज्जनाद्वारा जीर्णोद्धारा अनेकशः ॥ ६१ ॥ ટીકાકાર શ્રી શહેશ્વરે કુને ખુલાસે લખતાં જણાવે છે કે– "पुनः शंखेश्वरग्रामे च श्रीपार्श्वनाथस्य मूलतोऽपि नवीनशिखरबद्धप्रामादनिर्मापणम्"
શ્રી વિજયસેનસૂરિજી મહારાજના ઉપદેશથી શંખેશ્વર ગામમાં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર મૂળથી નવું કરાવ્યું.
મંદિર પૂર્ણ થઈ ગયા પછી પ્રતિષ્ઠા માટે શ્રી વિજયદેવસૂરિજી મહારાજને પોતે મોકલ્યા હોય એ બનવાજોગ છે. નવીન મંદિરજીની સમાપ્તિ ૧૬૬ માં થઈ ગઈ હશે, કારણ કે સં. ૧૬૯૩ માં સાણંદના સંઘ તરફથી એક દેરી બન્યાને લેખ મળે છે. શ્રી કૃષ્ણ મહારાજે શંખપુરમાં મદિર સ્થાપી શખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ બિરાજમાન કરી પરંતુ ત્યારપછી આ તીર્થને ઐતિહાસિક ઉલેખ ઠેઠ વિક્રમની બારમી સદીથી મળે છે, જે નીચેના જીર્ણોધ્ધારથી સમજાશે,